એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 16th February 2021

ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવનો બચાવ કરનાર એડ્વોકેટના ઘર ઉપર હુમલો : તોફાની તત્વોએ ઘરના ડ્રાયવે ઉપર સ્પ્રે પેઇન્ટીંગથી લાલ અક્ષરે "TRAITOR" શબ્દ લખ્યો : રહેણાંક ઉપર પોલીસ બંદોબસ્ત મુકાયો

વોશિંગટન : ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવનો  બચાવ કરનાર એડ્વોકેટ માઇકલ વેન ડર વીનના ઘર ઉપર તોફાની તત્વોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે સવારે 8 વાગ્યે પેનસિલ્વેનીયાના વેસ્ટ વ્હાઇટલેન્ડ ટાઉનશીપ, ફિલાડેલ્ફિયાથી લગભગ 30 માઇલ દક્ષિણ-પશ્ચિમમાં, એટર્ની માઇકલ વાન ડર વીનના નિવાસ સ્થાનને તોફાની ટોળાએ નિશાન બનાવ્યું હતું.જે મુજબ તેમના ઘરના ડ્રાયવે ઉપર  સ્પ્રે પેઇન્ટીંગથી લાલ અક્ષરે "TRAITOR"  શબ્દ લખ્યો હતો.તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી, તેવું વેસ્ટ વ્હાઇટલેન્ડ ટાઉનશીપ પોલીસ વિભાગના ડિટેક્ટીવ સ્કોટ પેઝિકે રવિવારે બપોરે ન્યુઝ મીડિયાને જણાવ્યું હતું. પેઝિકે કહ્યું કે ત્યારબાદ નિવાસની સુરક્ષા માટે મકાનમાલિક દ્વારા ખાનગી સુરક્ષા લેવામાં આવી હતી, અને વાન ડેર વીનના પડોશમાં પોલીસની હાજરી વધારી દેવામાં આવી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ  વેન ડર વીનની પત્નીએ પોલીસમાં તોડફોડની જાણ કરી હતી.વેન ડર વીન એક સપ્તાહ માટે  વોશિંગ્ટન, ડી.સી. માં હતા. જ્યાં તેમણે ટ્રમ્પને કેપીટોલ બિલ્ડિંગ પર 6 જાન્યુઆરીના હુમલાથી સંબંધિત મહાભિયોગ ટ્રાયલનો બચાવ કર્યો હતો. ટ્રમ્પને શનિવારે સેનેટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

વેન ડર વીન, પર્સનલ ઇન્જરી એડવોકેટે  શનિવારે  એક ઇન્ટરવ્યુ દરમિયાન મીડિયાને આ ઘટનાની જાણ કરી હતી.તથા જણાવ્યું હતું કે મારો આખો પરિવાર, મારો વ્યવસાય, મારી લો કંપની હવે ભયમાં છે.
તેમણે  ઉમેર્યું હતું કે  ફિલાડેલ્ફિયામાં આવેલી  લો ઓફિસની બહાર વીકેન્ડમાં દેખાવકારોનું એક ટોળું ભેગું  થયું હતું. જેઓએ પોતાને ફાસીવાદી ગણાવતા  સૂત્રોચ્ચાર કર્યા હતા.તેમજ પોતાને 100 ઉપરાંત ધમકીઓ મળી હોવાનું જણાવ્યું હતું.

ઘર તથા ઓફિસ ઉપરના હુમલાના  ઉપરોક્ત બંને મામલે હજુ સુધી કોઈ ધરપકડ થઇ નથી તેવું જણાવ્યું હતું. તથા મીડિયા જૂથ અમેરિકનોમાં ફાંટા પડાવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કેટ્રમ્પના મહાભિયોગ બચાવ માટેના અન્ય વકીલે પણ પોતાને ધમકીઓ મળ્યાનું તેમજ હુમલા થયા હોવાનું જણાવ્યું હતું તેવું ઓ એન એન દ્વારા જાણવા મળે છે.

(8:11 pm IST)