એન. આર. આઈ. સમાચાર
News of Friday, 19th February 2021

સુપર પાવર ગણાતા અમેરિકાના ટેક્સાસમાં ભૂખમરાની નોબત : બરફના તોફાનને કારણે છેલ્લા પાંચ દિવસથી વીજળી ગુલ : કડકડતી ઠંડીમાં લોકો ઠંડા પાણીથી નહાવા મજબુર : હવે પીવાના પાણીની પણ તંગી શરૂ : છતે પૈસે લોકો માટે કપરા દિવસોના એંધાણ

ટેક્સાસ : સુપર પાવર ગણાતા અમેરિકાના ટેક્સાસમાં ભૂખમરાની નોબત દરવાજે ટકોરા મારી રહી હોવાનું જાણવા મળે છે.જે મુજબ રાજ્યમાં બરફનું  તોફાન થતા છેલ્લા પાંચ દિવસથી વીજળી ગુલ  થઇ ગઈ છે.  વીજળીના અભાવે પાણી ગરમ કરવાના હીટર બંધ હોવાથી  કડકડતી ઠંડીમાં લોકો ઠંડા પાણીથી નહાવા મજબુર બની રહ્યા છે.

ઉપરાંત વીજળીના અભાવે પીવાના પાણીની પણ તંગી શરૂ થઇ ગઈ છે.વીજળીના પાવરગ્રીડ બરફના પૂરના કારણે  નકામા થઇ ગયા છે.તેને રીપેર કરવામાં કેટલો સમય લાગશે તે હજુ સુધી નક્કી નથી.આમ છતે પૈસે ભૂખમરાની નોબત આંગણે દસ્તક લગાવી રહી હોવાનું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:37 pm IST)