એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 13th April 2021

' સ્ટોપ એશિયન હેટ ' : એશિયનો પ્રત્યે વધી રહેલી નફરતના વિરોધમાં અમેરિકાના ન્યુજર્સી અને ન્યુયોર્કમાં રેલીનું આયોજન કરાયું : વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

ન્યુજર્સી : અમેરિકામાં એશિયન પ્રજાજનો પ્રત્યે વધી  રહેલી નફરતના   વિરોધમાં  ન્યુયોર્કમાં 4 એપ્રિલના રોજ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં વિશાળ  સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

સિનહુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ,દેખાવકારો લોઅર મેનહટનના ફોલી સ્ક્વેર ખાતે એકઠા થયા હતા અને કેડમેન પ્લાઝા પર રેલી સમાપ્ત થતા પહેલા સિટી હોલ પાર્ક અને બ્રુકલિન બ્રિજ તરફ કૂચ કરી હતી.

રેલીમાં સ્થાનિક અધિકારીઓ, નફરતના ગુનાઓનો ભોગ બનેલા લોકો અને વિવિધ વંશીય સમુદાયોના લોકો જોડાયા હતા.તથા એશિયન પ્રજાજનો પ્રત્યે વધી  રહેલી નફરત અંગે સરકાર મૌન હોવા અંગે વિરોધ વ્યક્ત કરતા બેનરો દર્શાવ્યા હતા.તથા 4 એપ્રિલનો દિવસ ' સ્ટોપ હેટ ડે ' તરીકે ઉજવવા અનુરોધ કર્યો હતો.

આ તકે ન્યુ જર્સીના એટર્ની જનરલ ગુરબીર ગ્રેવાલએ APPI  સમુદાયો અને પરિવારો પર  હુમલો થવાના ઐતિહાસિક મહત્વ વિશે વાત કરી હતી.

આવી જ વિશાળ રેલી ન્યૂજર્સીના જર્સી સિટીમાં 10 એપ્રિલના રોજ, જર્સી સિટી સિટી હોલમાં યોજાઈ હતી.  એશિયન અમેરિકન પેસિફિક  આઇલેન્ડર સમુદાયના સમર્થનમાં યોજાયેલી આ "સ્ટોપ એશિયન હેટ"  રેલીમાં વિશાળ જનમેદનીએ  હાજરી આપી હતી .

રેલીમાં એસીએલયુ-એનજેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અમોલ સિંહા, હોબોકેન મેયર શ્રી રવિ ભલ્લા અને રાજ્યના એસેમ્બલીમેન શ્રી રાજ મુખરજી, સહિતના મહાનુભાવો જોડાયા હોવાનું hudsoncoutyview.com.ના અહેવાલમાં જણાવાયું હતું.તેવું ઈ. વે.દ્વારા જાણવા મળે છે.

(5:47 pm IST)