એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 19th October 2021

" રાષ્ટ્રીય એકતા દિવસ " અમેરિકામા પણ ઉજવાશે : સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર 2021ના રોજ Zoom માધ્યમ દ્વારા થનારી ઉજવણીનો સમય બપોરે 12 થી 1 (EST) વાગ્યા સુધીનો રહેશે : કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા એટલાન્ટા , સરદાર પટેલ ફાઉન્ડેશન ઓફ નોર્થ અમેરિકા ,તથા ફેડરેશન ઓફ ગુજરાતી એશોશિએશન ઓફ USA ના સંયુક્ત ઉપક્રમે કરાયેલુ આયોજન

એટલાન્ટા : સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર 2021ના રોજ " રાષ્ટ્રીય એકતા દિવસ " અમેરિકામા પણ ઉજવાશે . Zoom માધ્યમ દ્વારા થનારી ઉજવણીનો સમય બપોરે 12 થી 1 (EST) વાગ્યા સુધીનો રહેશે.કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા એટલાન્ટા , સરદાર પટેલ ફાઉન્ડેશન ઓફ નોર્થ અમેરિકા ,તથા ફેડરેશન ઓફ ગુજરાતી એશોશિએશન ઓફ USA (FOGAUSA) ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઉજવણીમાં જોડાવા સહુને જાહેર આમંત્રણ પાઠવાયું છે.
આ માટે Zoom ID:20 1974 1974 થી જોડાવાનું રહેશે જેનો Password: 1974 છે.

ઉજવણી દરમિયાન મુખ્ય વક્તાઓ તરીકે ભારતના ટુરિઝમ ,ક્લચર ,એન્ડ ડોનર મિનિસ્ટર શ્રી જી.કિશન રેડ્ડી ,ગુજરાત રાજ્યના ટુરિઝમ મિનિસ્ટર શ્રી પૂર્ણેશ મોદી ,તથા એટલાન્ટા ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલ ડો.સ્વાતિ કુલકર્ણી ઉદબોધન કરશે.તેવું ડો.વાસુદેવ પટેલ ,એટલાન્ટાની યાદીમાં જણાવાયું છે.

 

(7:40 pm IST)