એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 15th November 2020

યુ.એ.ઈ.સરકારે 10 વર્ષની મુદતના ' ગોલ્ડન વિઝા ' જાહેર કર્યા : ડોક્ટર ,પી.એચ.ડી.જેવી વિશેષ લાયકાત અથવા ડિગ્રી ધરાવતા નિષ્ણાતો માટે લાલ જાજમ :10 વર્ષ સુધી વિઝા રીન્યુ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ

દુબઇ : યુ.એ.ઈ.સરકારના વાઇસ  પ્રેસિડેન્ટે  આજ રવિવારે 10 વર્ષની મુદતના ગોલ્ડન વિઝા જાહેર કર્યા છે.જે વિદેશોમાંથી આવતા વિશેષ ડિગ્રી અથવા લાયકાત ધરાવતા લોકો માટે લાલ જાજમ સમાન છે.જે મુજબ આ વિઝા 10 વર્ષ સુધી રીન્યુ કરાવવા નહીં પડે.

ઉલ્લેખનીય છે કે યુ.એ.ઈ.માં વિઝા નક્કી કરેલી ઓછા સમયની  મુદતે રીન્યુ કરાવવા પડે છે.પરંતુ છેલ્લા થોડા વર્ષોથી સરકાર વિઝા નિયમોમાં બાંધછોડ કરી રહી છે. જેનો  હેતુ ખાડી દેશોનો આરોગ્ય ,તેમજ આર્થિક વિકાસ વધારવાનો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:23 pm IST)