એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 18th November 2020

અમેરિકામાં વસતા ભારતીયો ઉપર વધી રહેલા હેટ ક્રાઇમ હુમલાઓ : છેલ્લા દસકા દરમિયાન 8559 ભારતીયો હુમલાનો ભોગ બન્યા : એફબીઆઇનો અહેવાલ

વોશિંગટન : અમેરિકામાં વસતા ભારતીયો સતત હેટ ક્રાઇમનો ભોગ બની રહ્યા છે.જે મુજબ 2009 થી 2019 ની સાલ દરમિયાન આ હુમલાઓમાં ખુબ વધારો નોંધાયો છે.તેવું એફબીઆઈના અહેવાલમાં જણાવાયું છે.

અહેવાલમાં જણાવાયા મુજબ આ છેલ્લા દસકામાં હેટ ક્રાઇમ સમાન બનાવોની સંખ્યા 8559 નોંધાઈ હતી.જે પૈકી 4784 બનાવો જાતીય અથવા કોમને લગતા હતા.1650 હુમલાઓ ધાર્મિક લાગણીને લગતા હતા.હુમલાઓને કારણે 51 લોકોના મોત નિપજ્યા હતા.

હેટ ક્રાઇમનો સૌથી વધુ ભોગ કેલિફોર્નિયા ,સાન ફ્રાન્સિસ્કોમાં વસતા ભારતીયો બન્યા હતા.જે તેમના ધર્મ ,કોમ ,કે જાતિને લગતા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:22 pm IST)