એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 21st April 2021

અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડની હત્યાના આરોપી પોલીસકર્મીને 75 વર્ષની જેલસજા : 9 મિનિટ 26 સેકન્ડ સુધી ગળું દબાવી રાખ્યું હતું

વોશિંગટન : અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડની હત્યાના આરોપી પોલીસકર્મીને 75 વર્ષની જેલસજા થઇ છે. તેણે  9 મિનિટ 26 સેકન્ડ સુધી જ્યોર્જનું ગળું દબાવી રાખ્યું હતું .

વૉશિન્ગટનની હેંનેપીન કાઉન્ટી કોર્ટમાં જ્યુરી સાથે થયેલી 10 કલાકની ચર્ચા પછી આરોપી ડેવેક ચાવવીનને તમામ ત્રણ આરોપો માટે દોષિત જાહેર કરાયો છે.

જે અંતર્ગત ઈરાદા વગરની હત્યા માટે 40 વર્ષ ,હત્યા અને નિર્મમ હત્યા માટે 25 તથા 10 વર્ષની સજા ગણી કુલ 75 વર્ષની સજા ફરમાવાઈ છે.તથા 20 હજાર ડોલરનો દંડ કરાયો છે.

(6:39 pm IST)