એન. આર. આઈ. સમાચાર
News of Monday, 18th January 2021

ગુજરાતી અમેરિકન શ્રી મુકુંદભાઈ જાદવજીભાઈ વડોદરિયાનું દુઃખદ અવસાન : કેલિફોર્નિયાના મીલ્પીટાસમાં સ્થાયી થયેલા તથા સુવિખ્યાત ' મિલન સ્વીટ્સ ' ધરાવતા શ્રી મુકુંદભાઈ પટેલે 17 જાન્યુઆરીના રોજ 70 વર્ષની વયે ચિર વિદાય લીધી : બે એરિયામાં સ્થાયી થયેલા ગુજરાતીઓએ એક સાલસ અને સહૃદયી મિત્ર ગુમાવ્યા : પરિવારે છત્રછાયા ગુમાવી : ઓમ શાંતિ

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા મીલ્પીટાસમાં સ્થાયી થયેલા તથા સુવિખ્યાત ' મિલન સ્વીટ્સ ' ધરાવતા શ્રી મુકુંદભાઈ પટેલનું 17 જાન્યુઆરી 2021 રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે.

શ્રી મુકુંદભાઈ જાદવજીભાઈ વડોદરિયાનો જન્મ 24 માર્ચ 1950 ના રોજ થયો હતો.તથા 17 જાન્યુઆરી 2021 ના રોજ 70 વર્ષની વયે તેમણે ચિર વિદાય લેતા બે એરિયામાં સ્થાયી થયેલા ગુજરાતીઓએ એક સાલસ અને સહૃદયી મિત્ર ગુમાવ્યા છે.તેમજ શ્રીમતી લીલાબેન મુકુંદભાઈ વડોદરિયાએ પ્રેમાળ પતિ તથા શ્રી સંજયભાઈ અને સુશ્રી શિલ્પાબેનએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરમ પવિત્ર આત્માને શાંતિ આપે  તેવી પ્રાર્થના સાથે નીચે મુજબના પરિવારજનોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

સુશ્રી સાકરબેન જાદવજીભાઈ વડોદરિયા ,સુશ્રી લીલાબેન મુકુંદભાઈ વડોદરિયા ,શ્રી ધીરેનભાઈ જાદવજીભાઈ વડોદરિયા ,શ્રી હરીશભાઈ જાદવજીભાઈ વડોદરિયા ,શ્રી સંજયભાઈ મુકુંદભાઈ વડોદરિયા ,સુશ્રી રૂપાબેન સંજયભાઈ વડોદરિયા ,સુશ્રી શિલ્પાબેન વિનોદભાઈ ભટનાગર ,શ્રીરાજ સંજયભાઈ વડોદરિયા ,શ્રીયા સંજયભાઈ વડોદરિયા ,  શ્રી કનિષ્ક વિનોદભાઈ ભટનાગર , તથા શ્રીષ્ટી વિનોદભાઈ ભટનાગરએ શ્રધ્ધાંજલી પાઠવી છે.

(12:23 pm IST)