એન. આર. આઈ. સમાચાર
News of Monday, 18th January 2021

 'ફ્રેન્ડ ઓફ ધ કોમ્યુનિટી એન્ડ કોન્સ્યુલેટ' : 16 મા 'પ્રવાસી ભારતીય દિવસ' નિમિત્તે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી લીડર શ્રી સુનિલ નાયકનું બહુમાન : એશોશિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા ( AIANA ) ના નેજા હેઠળ દેશ વિદેશના ભારતીયોને એક છત્ર હેઠળ એકત્રિત કર્યા

'ચલો ગુજરાત'  અને હવે 'ચલો ઇન્ડિયા' સૂત્ર હેઠળ તમામ યુવા વ્યવસાયિકોને બિઝનેસ, એજ્યુકેશન, હેલ્થ તથા સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રોત્સાહન આપ્યું : ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલે પ્રમાણપત્ર આપી શ્રી નાયકને સન્માનિત કર્યા : સુનીલભાઈ પર ચોમેરથી થઈ રહી છે અભિનંદનવર્ષા

દિપ્તીબેન જાની દ્વારા, ન્યુજર્સી : વિદેશની ધરતી ઉપર ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી લીડર શ્રી સુનીલ નાયકનું 16 મા ' પ્રવાસી ભારતીય દિવસ ' નિમિત્તે ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ દ્વારા ' ફ્રેન્ડ ઓફ ધ કોમ્યુનિટી એન્ડ કોન્સ્યુલેટ ' પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું છે.

એશોશિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા ( AIANA ) ના ફાઉન્ડર શ્રી નાયકે દેશ વિદેશોમાં વસતા ભારતીયોને એક છત્ર હેઠળ એકત્રિત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.તેમજ  ' ચલો ગુજરાત '  અને હવે ' ચલો ઇન્ડિયા ' સૂત્ર હેઠળ તમામ યુવા વ્યવસાયિકોને બિઝનેસ ,એજ્યુકેશન ,હેલ્થ ,તથા સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રોત્સાહિત કર્યા છે. તેમજ કોમ્યુનિટીને શ્રેષ્ઠ નેતૃત્વ પૂરું પાડયું  છે. જે માટે તેઓને ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલે પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા છે. આ તકે શ્રી સુનીલ નાયક પર ચોમેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:18 pm IST)