એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 19th January 2021

યુ.એસ.ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ ( USIBC) વાઇસ ચેર તરીકે સુશ્રી કિરણ મજુમદારની નિમણુંક : કાઉન્સિલ ચેરમેન વિજય અડવાણીની ઘોષણાં

વોશિંગટન : યુ.એસ.ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ ( USIBC) વાઇસ ચેર તરીકે 2021 ની સાલ માટે બાયોકોન ચેર પર્સન  સુશ્રી કિરણ મજુમદારની નિમણુંક કરાઈ છે.તેમની સાથે નિમણુંક કરાયેલા અન્ય બે વાઇસ ચેરમાં  એમ વે ચીફ એક્ઝિક્યુટિવ શ્રી મિલિન્દ પંત તથા નસડાક એક્ઝિક્યુટિવ એડવર્ડ નાઇટનો સમાવેશ થાય છે.તેવી ઘોષણા કાઉન્સિલ ચેરમેન શ્રી વિજય અડવાનીંએ કરી છે.

તેમણે ઉમેર્યું હતું કે ઉપરોક્ત ત્રણે વાઇસ ચેર વર્તમાન કાઉન્સિલ પ્રેસિડન્ટ સુશ્રી નિશા બિસ્વાલના પોલિસી ડિરેક્ટર તરીકે ફરજ બજાવશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)