એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 21st January 2021

યુ.એસ.માં ફેડરલ રિઝર્વ બેન્કની ડલ્લાસ શાખાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં શ્રી ભાવેશ પટેલની નિમણુંક : 2023 ની સાલ સુધી હોદ્દો સંભાળશે

ડલ્લાસ : યુ.એસ.ની ફેડરલ રિઝર્વ બેન્કની ડલ્લાસ શાખાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 8 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન અમેરિકન શ્રી ભાવેશ પટેલની  નિમણુંક થઇ છે.તેઓ હ્યુસ્ટનમાં આવેલી પ્લાસ્ટિક એન્ડ રિફાઇનરી કંપનીમાં સી.ઈ.ઓ.તરીકે ફરજ બજાવી રહ્યા છે.આ કંપની વિશ્વસ્તરે 19500 કર્મચારી ધરાવે છે.

તેઓ ઓહિયો સ્ટેટ યુનિવર્સીટીના કોલેજ ઓફ એન્જીનીઅરીંગ એક્સ્ટર્નલ એડવાઈઝરી કાઉન્સિલ તથા ટેમ્પલ યુનિવર્સીટી  ફોક્સ સ્કૂલ ઓફ  બિઝનેસ બોર્ડ ઓફ વિઝીટર્સમાં પણ જોડાયેલા છે.

શ્રી પટેલે ઓહિયો સ્ટેટ યુનિવર્સીટીમાંથી કેમિકલ એન્જીનીઅરીંગ બેચલર ડિગ્રી તથા ટેમ્પલ યુનિવર્સીટીમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ડિગ્રી મેળવેલી છે.

તેઓ 2023 ની સાલ સુધી હોદ્દો સંભાળશે.

(3:54 pm IST)