એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 21st January 2021

' યુથ ગેઇમ ચેન્જર ' : યુ.એસ.ના કેલિફોર્નિયા એનરજી કમિશન દ્વારા ઇન્ડિયન અમેરિકન યુવાન કૌશિક ટોટા સહીત 6 યુવાનોને એવોર્ડ ' : ક્લીન એનરજી ગોલ અભિયાન અંતર્ગત વિશિષ્ટ યોગદાન બદલ પસંદગી

કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયા એનરજી કમિશન દ્વારા 2020 ની સાલ માટે ક્લીન  એનરજી ગોલ અભિયાન અંતર્ગત  ' યુથ ગેઇમ ચેન્જર 'એવોર્ડ માટે પસંદ કરાયેલા 18 વર્ષથી ઓછી ઉંમરના 6 યુવાનોમાં ઇન્ડિયન અમેરિકન કૌશિક ટોટાએ સ્થાન મેળવ્યું છે.

2045 ની સાલ સુધીમાં સો ટકા ક્લીન એનરજી ગોલ હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.જે માટે રીન્યુઅલ એનરજી ના મહત્વને ધ્યાને લઇ નવી પેઢીનું વિશિષ્ટ યોગદાન મળી રહે તે હેતુથી દર વર્ષે યુથ ગેઇમ ચેન્જર એવોર્ડ આપવામાં આવે છે.જેમાં ઇન્ડિયન અમેરિકન યુવાન કૌશિક ટોટાએ સ્થાન મેળવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(4:31 pm IST)