એન. આર. આઈ. સમાચાર
News of Friday, 18th June 2021

કેનેડામાં મુસ્લિમ કોમ ફરીથી નિશાના ઉપર : થોડા દિવસ પહેલા એક ટ્રક ડ્રાયવરે મુસ્લિમ પરિવારને કચડી નાખતા 4 લોકોના મોત નિપજ્યા હતા : અને હવે મસ્જિદ ઉપર હુમલો : આવા હુમલા ચલાવી નહીં લેવાય : પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો

ઓન્ટારિયો : કેનેડામાં મુસ્લિમ કોમ ફરીથી નિશાના ઉપર આવી છે. હજુ થોડા દિવસ પહેલા એક ટ્રક ડ્રાયવરે મુસ્લિમ પરિવારને કચડી નાખતા 4 લોકોના મોત નિપજ્યા હતા . ત્યાં ફરીથી અમુક શરારતી તત્વોએ હવે એડમોંટનમાં આવેલી બૈતુલ હાદી મસ્જિદ ઉપર  હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે.

આ તોફાની તત્વોએ મસ્જિદની દીવાલ ઉપર અન્ય કોઈ ધર્મનું ચિન્હ દોરી દીધું હતું.આથી પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને પણ નારાજગી સાથે ગુસ્સો વ્યક્ત કર્યો છે. કેનેડાના પ્રાઈમ  મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ પણ કહ્યું છે કે દેશમાં ઇસ્લામોફોબિયા કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(12:21 pm IST)