એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 19th June 2021

યુ.એસ.ની ' શિકાગો યુનિવર્સીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ ' ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સુશ્રી જીન્નત રહેમાનની પસંદગી : 1 જુલાઇથી હોદ્દો સંભાળશે

શિકાગો : યુ.એસ.ની ' શિકાગો યુનિવર્સીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ ' ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી જીન્નત  રહેમાનની પસંદગી થઇ છે.તેઓ યુવા પેઢી સાથેના જોડાણમાં રાષ્ટ્રીય કક્ષાના લીડર હોવાનું મંતવ્ય વ્યક્ત કરાયું છે.તેઓ 1 જુલાઇથી હોદ્દો સંભાળશે .

સુશ્રી જીન્નત  હાલમાં એસ્પેન ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ક્યુલસિવ અમેરિકા પ્રોજેક્ટ ડિરેક્ટર છે, જે દેશના વિવિધ ધર્મોને પ્રોત્સાહન તથા સમર્થન આપે છે.

તેઓ રાજકીય ,સામાજિક ,તથા આર્થિક ક્ષેત્રે વંચિત લોકોને સમાન લાભ આપવા માટેના વિશ્વ સ્તરીય નિષ્ણાત  તરીકે માન્ય છે.

તેમણે આ અગાઉ યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટ સચિવ  હિલેરી ક્લિન્ટન અને જ્હોન કેરીના  વિશેષ સલાહકાર તરીકે સેવાઓ આપેલી છે. ઉપરાંત  યુ.એસ. એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ખાતે સેન્ટર ફોર ફેઈથ બેસ્ડ એન્ડ  કમ્યુનિટિ ઇનિશિયેટિવ્સ કાર્યકારી ડિરેક્ટર તરીકે; અને ઇન્ટરફેથ યુથ કોરના નીતિ નિયામક તરીકે, પણ સેવાઓ આપેલી છે.

શિકાગોમાં સ્થાયી થયેલા સુશ્રી જીન્નતે  શિકાગોની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસની  સ્નાતક ડિગ્રી મેળવેલી છે. તથા શિકાગો યુનિવર્સિટીમાંથી 2006 માં મિડલ ઇસ્ટર્ન સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે. તેમણે 2015 માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સમાં પ્રિત્ઝકર ફેલો તરીકે સેવા આપી હતી.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

 

(6:45 pm IST)