એન. આર. આઈ. સમાચાર
News of Monday, 21st June 2021

કેનેડાના ઓન્ટારીઓ રાજ્યમાં વધુ બે ભારતીયોને મંત્રી મંડળમાં સ્થાન : ઈન્ડો કૅનૅડીઅન પરમ ગિલ તથા નીના ટનગારીનો સમાવેશ કરાયો : આવતા વર્ષે આવી રહેલી ચૂંટણીઓ પહેલા ભારતીયો મતદારોને ખુશ કરવાની કોશિષ

ઓન્ટારીઓ : કેનેડાના ઓન્ટારીઓ રાજ્યમાં વધુ બે ભારતીયોને મંત્રી મંડળમાં સ્થાન અપાયું છે. જે મુજબ ઈન્ડો કૅનૅડીઅન પરમ ગિલ તથા નીના ટનગારીનો સમાવેશ કરાયો છે.

આ અગાઉ પાઘડીધારી  શીખ પ્રભમિત સરકારીયાને મંત્રી મંડળમાં રાજ્ય કક્ષાના મિનિસ્ટર તરીકે સ્થાન અપાયું હતું .તેઓને હવે કેબિનેટ મંત્રી બનાવાયા છે.

આમ ઓન્ટારીઓ રાજ્યમાં હવે ભારતીય મૂળના ત્રણ મિનિસ્ટર થયા છે.

ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે રાજ્યમાં ચૂંટણીઓ આવી રહી છે.જેના અનુસંધાને ભારતીય મતદારોને રાજી કરવાની કોશિષ થઇ રહી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:06 pm IST)