કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ : અમેરિકાના યુવા સમૂહને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ માટે કોંગ્રેસ દ્વારા અપાતો એવોર્ડ : ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન યુવાઓએ ગોલ્ડ મેડલ મેળવી વતનનું ગૌરવ વધાર્યું
વોશિંગટન : અમેરિકાના યુવા સમૂહને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ માટે કોંગ્રેસ દ્વારા ગોલ્ડ ,સિલ્વર ,તથા બ્રોન્ઝ મેડલ , તથા ગોલ્ડ ,સિલ્વર ,અને બ્રોન્ઝ પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે મુજબ 2021 ની સાલ માટે તાજેતરમાં અપાયેલા કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ મેળવવામાં ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન યુવા સમુહએ સિદ્ધિ મેળવી છે.તથા વતનનું ગૌરવ વધાર્યું છે.
સદા તેરથી ચોવીસ વર્ષની ઉંમર સુધીના યુવા સમૂહને પબ્લિક સર્વિસ ,પર્સનલ ડેવલપમેન્ટ ,ફિઝિકલ ફિટનેસ ,સહિતના અભિયાન માટે અપાતા આ ગોલ્ડ મેડલ મેળવનાર ઇન્ડિયન અમેરિકન યુવાઓમાં અનન્યા અરવિંદ ,નીલ પતિબંદલા , આરુષિ અગસ્તવાર ,અવીષિ અગસ્તવાર ,હશિંથા નિમાગડા ,સૌરવ ગાંધી ,શ્રેયા બાલાસાની ,શ્રેસ્તા બાલાસાની ,અનીશા સિંઘ ,અનિલ સિંઘ નીલ તાકલે ,અર્જુન દહિયા ,તથા અક્ષત શર્મા સહિતનાઓનો સમાવેશ થાય છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.