એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 13th September 2022

FIA ન્યુ ઇંગ્લેન્ડ તથા ન્યુયોર્ક કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે ભારતની લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાનું સ્વાગત કરાયું : ન્યુયોર્ક મુકામે આયોજિત સ્વાગત સમારંભમાં અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી તરણજિત સીંઘ સંધુ તથા ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલએ હાજરી આપી

ન્યુયોર્ક : FIA ન્યુ ઇંગ્લેન્ડ તથા ન્યુયોર્ક કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં 28 ઓગસ્ટના રોજ ભારતની લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાનું સ્વાગત કરાયું હતું. ન્યુયોર્ક મુકામે આયોજિત સ્વાગત સમારંભમાં અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી તરણજિત સીંઘ સંધુ તથા ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલએ હાજરી આપી હતી.

આ તકે ભારતની લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાએ ઉદબોધન કર્યું હતું તથા જણાવ્યું હતું કે ભારત સૌથી મોટો પારદર્શક લોકશાહી ધરાવતો દેશ છે.ભારત બોલે છે ત્યારે તેને સાંભળવા સમગ્ર વિશ્વ શાંત થઇ જાય છે.તેમણે ભારતના થઇ રહેલા વિકાસની ઝાંખી કરાવી હતી.FIA ના ન્યુયોર્ક ખાતેના પ્રેસિડન્ટ શ્રી અભિષેક સિંઘએ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર માન્યો હતો તેવું ડી.બી.ડબલ્યુ .દ્વારા જાણવા મળે છે.

(12:27 pm IST)