એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 24th June 2021

સાઉથ આફ્રિકાની ઓપેરા સ્ટારને નગ્ન કરી ચેકીંગ કરાયું : ફ્રાન્સ એરપોર્ટ ઉપર કપડાં તેમજ બુટ પણ ઉતરાવ્યા : 38 વર્ષીય મ્યુઝીશીઅન સ્ટાર મહિલા પ્રિટી યેનડે એ વંશીય ભેદભાવ તથા માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો


પેરિસ : સાઉથ આફ્રિકાની ઓપેરા સ્ટાર  પ્રિટી યેનડે એ ફ્રાન્સ એરપોર્ટના સિક્યુરિટી સ્ટાફ  ઉપર વંશીય ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.તેના કહેવા મુજબ એરપોર્ટ ઉપર તેને નગ્ન કરી ચેકીંગ કરાયું હતું.તેમજ તેના  બુટ પણ કઢાવી લેવાયા હતા.તેની પાસે ઈટાલીથી ફ્રાન્સ જવાનો પાસપોર્ટ હતો.તેમ છતાં આ પાસપોર્ટ માન્ય રાખવાને બદલે પોતે કોઈ ગુનેગાર  હોય તે રીતે વર્તન કરાયું હતું.તેની ધરપકડ કરી પ્રિઝન હોટલ ખાતે લઇ જવાઈ હતી.

38 વર્ષીય મ્યુઝીશીઅન સ્ટાર મહિલા પ્રિટી યેનડે એ વંશીય ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.તથા પોતાને માનસિક ત્રાસ આપ્યો હોવાનું જણાવ્યું હતું.

એરપોર્ટ સિક્યુરિટી સ્ટાફના જણાવવા મુજબ અમારા દેશમાં માન્ય ન હોય તેવો પાસપોર્ટ હોય ત્યારે ચેકીંગ કરવાની અમારી ફરજ છે.

પેરિસમાં પ્રોગ્રામ આપવા આવેલી આ સ્ટાર મ્યુઝીશીઅનને બાદમાં સિંગલ પાસપોર્ટ આપી મુક્ત કરાઈ હતી. જે બદલ તેણે આભાર વ્યક્ત કર્યો હતો.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(12:00 pm IST)