એન. આર. આઈ. સમાચાર
News of Friday, 17th June 2022

પાકિસ્તાનમાં હિન્દૂ યુવતીઓ માટે જીવવું મુશ્કેલ : બે સગીર હિન્દુ બહેનો ઉપર બંદૂકની અણીએ બળાત્કાર : વગદાર પરિવારમાંથી આવતા બે યુવકો વિરુદ્ધ FIR નોંધવામાં પોલીસે ત્રણ દિવસનો સમય લીધો : મેડિકલ તપાસમાં બંને બહેનો પર બળાત્કારની પુષ્ટિ થઈ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં એક ખૂબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. પંજાબ પ્રાંતમાં બે હિન્દુ બહેનો પર બંદૂકની અણીએ બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પોલીસે કેસ નોંધવામાં ત્રણ દિવસનો સમય લીધો હતો. ગુરુવારે માહિતી આપતા પોલીસે કહ્યું કે પંજાબ પ્રાંતમાં બે હિન્દુ બહેનો પર બે વ્યક્તિઓ દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિત બંને બહેનોની ઉંમર 16 થી 17 વર્ષ હોવાનું કહેવાય છે.

કાશિફ અલી નામનો આરોપી પ્રભાવશાળી પરિવારનો છે. પોલીસ અધિકારી ઇર્શાદ યાકુબે કહ્યું કે છોકરીના પિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

પોલીસ અધિકારી ઇર્શાદ યાકુબે જણાવ્યું કે, ફોર્ટ અબ્બાસના બહાવલનગરમાં રહેતી 16 અને 17 વર્ષની બે બહેનો 5 જૂનના રોજ સવારે પોતાના ઘરની બહાર નજીકના ખેતરમાં શૌચ કરવા ગઈ હતી. તેણે કહ્યું કે ત્યાં બે વ્યક્તિઓએ તેને બંદૂક બતાવીને બંધક બનાવીને તેની સાથે બળાત્કાર કર્યો.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીઓની ઓળખ ઉમર અશફાક અને કાશિફ અલી તરીકે થઈ છે. તેણે કહ્યું કે મેડિકલ તપાસમાં બંને બહેનો પર બળાત્કારની પુષ્ટિ થઈ છે.

પોલીસે ત્રણ દિવસના વિલંબ પછી કેસ નોંધ્યો કારણ કે વિસ્તારના કેટલાક પ્રભાવશાળી લોકો કથિત રીતે પીડિતાના પરિવાર સાથે મામલો પતાવવા માગતા હતા. કાશિફ અલી નામનો આરોપી પ્રભાવશાળી પરિવારનો છે. પોલીસ અધિકારી ઈર્શાદ યાકુબે કહ્યું કે છોકરીના પિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ઉમરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કાશિફ અલીએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:54 pm IST)