એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 20th October 2021

અમેરિકાના ન્યુયોર્કમાં હિન્દૂ તહેવાર ' દિવાળી ' ની ઉજવણી શરૂ : ઉજવણીમાં ન્યુયોર્કના મહિલા ગવર્નર કેથી હોચુલ, તથા કોંગ્રેસ વુમન કેરોલિન મેકકાર્થી પણ જોડાયા

ન્યુ યોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં 11 ઓક્ટોબરથી હિન્દૂ તહેવાર ' દિવાળી ' ની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.જેમાં ન્યુયોર્ક ગવર્નર કેથી હોચુલ, તથા કોંગ્રેસ વુમન કેરોલિન મેકકાર્થી પણ જોડાયા હતા.

આ પ્રસંગે ગવર્નર હોચુલે ભારતીય દિવાળીના તહેવારની ઉજવણી અંગે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક દિવાળી પ્રકાશનો તહેવાર છે. તે પાંચ દિવસની ઉજવણી છે જેમાં સારો ખોરાક, ફટાકડા, રંગીન કલર , અને ખાસ મીણબત્તીઓ અને દીવાઓનો સમાવેશ થાય છે.

તેમણે ઉમેર્યું હતું કે  “મને મીણબત્તીઓ પ્રગટાવવાની પરંપરામાં ભાગ લેવાની, આજે રાત્રે અહીં ભાગ લેવાની, આ પ્રવાસમાં લાંબા સમયથી મારા મિત્રો રહેલા ઘણા લોકોને મળવાની તક આપવા બદલ આભાર.

તેમણે ન્યુયોર્ક સહિતના રાજ્યો તથા દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપવા ઇન્ડિયન તથા એશિયન અમેરિકન પ્રજાજનોને બિરદાવ્યા હતા.તેવું યુએનએન દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)