એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 21st November 2020

ઉચ્ચ અભ્યાસ માટે ભારતીય સ્ટુડન્ટ્સમાં હજુ પણ અમેરિકા હોટ ફેવરિટ : 2019-20 ની સાલના શૈક્ષણીક વર્ષમાં કોરોના વાઇરસ કહેર વચ્ચે પણ 2 લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા પસંદ કર્યું : ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશનનો અહેવાલ

વોશિંગટન : 1972  ની સાલથી યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિકલ સર્વે ઓન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તથા યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સ બ્યુરો ઓફ એજ્યુકેશન એન્ડ કલચરલ અફેર્સ દ્વારા સંયુક્ત ઉપક્રમે કરાતા સર્વેમાં જાણવા મળ્યા મુજબ ઉચ્ચ અભ્યાસ માટે ભારતીય  સ્ટુડન્ટ્સમાં  હજુ પણ અમેરિકા હોટ ફેવરિટ છે.ખાસ કરીને  2019-20 ની સાલના શૈક્ષણીક વર્ષમાં કોરોના વાઇરસ કહેર વચ્ચે પણ 2 લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે  અમેરિકા પસંદ કર્યું હતું .

16 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ કરાયેલા સર્વેમાં જાણવા મળ્યા મુજબ આ સાલમાં વિશ્વના 1 મિલિયન જેટલા સ્ટુડન્ટ્સે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા પસંદ કર્યું હતું જેમાં 2 લાખ જેટલા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હતા.જે કુલ સંખ્યાના 20 ટકા જેટલા થવા જાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:35 pm IST)