એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 23rd February 2021

ચીનમાં નરસંહાર વિરુદ્ધ કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં મતદાન : પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો તથા તેમની કેબિનેટના સભ્યોએ મતદાન ન કર્યું

 
કેનેડા : ચીનના પશ્ચિમ જિનપિયાન્ગ વિસ્તારમાં 10 લાખ જેટલા ઉઇગર મુસ્લિમોના નરસંહાર મામલે ચીનને દોષિત ઠરાવવા માટે કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં મતદાન કરાયું હતું.જેમાં 266 સાંસદોએ ચીનને દોષિત ગણાવતું મતદાન કર્યું હતું. એકપણ મત ચીનને સમર્થન આપવા માટે નહોતો અપાયો .જોકે આ મતદાનથી કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો તથા તેમની મિનિસ્ટ્રીના સભ્યોએ અળગા રહેવાનું પસંદ કર્યું હતું.

આંતર રાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીએ 2022 ની સાલ માટે બેઇજિંગમાં કરેલા આયોજનનો વિરોધ કરવા  માટે ઉપરોક્ત મતદાનનું આયોજન કરાયું હતું.

એક સરકારી અધિકારીએ જણાવ્યા મુજબ આ મુદ્દે વિદેશ મંત્રી સરકારનું વલણ સ્પષ્ટ કરશે તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:07 pm IST)