એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 27th February 2021

ચીનમાં 2022 ની સાલમાં યોજાનારી ઓલિમ્પિકનો બહિષ્કાર કરો : માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન કરી રહેલા ચીનમાં યોજાનારી ઓલિમ્પિક રદ કરો : ઇન્ડિયન અમેરિકન સાંસદ સુશ્રી નીક્કી હેલી સહીત રિપબ્લિકન સાંસદોનો ઓલિમ્પિક કમિટીને અનુરોધ

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન  સાંસદ સુશ્રી નીક્કી હેલી સહીત રિપબ્લિકન  સાંસદોએ આગામી  2022 ની સાલમાં ચીનમાં યોજાનારી ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાનો અનુરોધ કર્યો છે.જેના કારણમાં જણાવ્યું છે કે ચીનમાં માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન થઇ રહ્યું છે.ત્યાં ઓલિમ્પિકના આયોજન દ્વારા તે પોતાની કોમ્યુનિસ્ટ વિચાર સરણીનો ફેલાવો કરવા માંગે છે.આથી અન્ય કોઈ દેશમાં ઓલિમ્પિકનું આયોજન કરવા તેઓએ ઓલિમ્પિક કમિટીને અનુરોધ કર્યો છે.

જોકે વ્હાઇટ હાઉસે આ અનુરોધ ઉપર હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(7:11 pm IST)