એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 22nd July 2021

' કમલા હેરિસ એન્ડ રાઈઝ ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ' : અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના નાગરિકોની વધી રહેલી સંખ્યા તથા વગ : વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસ વિષે લખાયેલા નવા પુસ્તકની ઝલક

વોશિંગટન : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસ વિષે નવું પુસ્તક લખાયું છે. જેનું નામ છે ' કમલા હેરિસ એન્ડ રાઈઝ ઓફ ઇન્ડિયન અમેરિકન્સ '. આ પુસ્તકમાં જણાવ્યા મુજબ અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના નાગરિકોની સંખ્યા વધી રહી છે.

16 પત્રકારો ,બિઝનેસ લીડર્સ ,તથા વિદ્વાનોએ આ પુસ્તકમાં આર્ટિકલ લખ્યા છે.જેમાં લખ્યા મુજબ અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના નાગરિકોની સંખ્યા વધવાની સાથે વગ પણ વધી રહી છે.આ પુસ્તકની પ્રસ્તાવના ઈન્ડો એશિયન ન્યુઝ સર્વિસના એડિટર શ્રી તરુણ બાસુએ લખી છે. તેમજ આર્ટિકલ્સનું સંપાદન પણ તેમણે કર્યું છે. દિલ્હીથી પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકનું વેચાણ અમેરિકામાં એમેઝોન દ્વારા થઇ રહ્યું છે.

પુસ્તકમાં સુશ્રી કમલા હેરિસની કારકિર્દીનું વર્ણન કરાયું છે. ઉપરાંત પુસ્તકમાં લખ્યા મુજબ અમેરિકામાં લઘુમતી સંખ્યા ધરાવતી ,પરંતુ ઉચ્ચ શિક્ષિત ,તેમજ વધુ આવક ધરાવતી ઇન્ડિયન અમેરિકન કોમ વ્યવસાય ,આર્ટસ ,સાયન્સ ,એન્જીનીઅરીંગ ,મેડિસિન ,ચેરિટી ,સહીત દરેક ક્ષેત્રે અગ્ર સ્થાન ધરાવે છે. અને હવે અમેરિકાના રાજકારણમાં પણ તેઓની સંખ્યા વધવાની સાથે વર્ચસ્વ પણ વધી રહ્યું છે.

પુસ્તક માટે આર્ટિકલ્સ લખનાર મહાનુભાવોમાં વરિષ્ઠ પત્રકાર અઝીઝ હનીફા ,એમ.આર.રંગાસ્વામી ,ટી.પી.શ્રીનિવાસન ,અરુણ કે.સિંઘ ,દિપક રાજ ,રાજ ગુપ્તા ,બીજલ પટેલ ,પ્રદીપ ખોસલા ,મૈના ચાવલા સિંઘ ,સુજાતા વૉરિઅર ,મયંક છાયા ,સહિતનાઓનો સમાવેશ થાય છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:03 pm IST)