એન. આર. આઈ. સમાચાર
News of Monday, 26th July 2021

અમેરિકાના મિયામી બીચ પાસે 13 માળનું બિલ્ડીંગ તૂટી પડતા ઇન્ડિયન અમેરિકન પરિવારનું કરુણ મોત : કાટમાળમાંથી 97 લોકોના મૃતદેહ મળી આવ્યા : ઇન્ડિયન અમેરિકન દંપતી વિશાલ પટેલ , ભાવના પટેલ ,અને પુત્રી ઐશનની ઓળખ 9 જુલાઈના રોજ થઇ શકી

જ્યોર્જિયા :  અમેરિકાના મિયામી બીચ પાસે 13 માળનું બિલ્ડીંગ તૂટી પડતા ઇન્ડિયન અમેરિકન પરિવારનું કરુણ મોત થયું છે. આ પરિવારમાં 42 વર્ષીય વિશાલ પટેલ , 38 વર્ષીય ભાવના પટેલ ,અને 1 વર્ષીય પુત્રી ઐશનનો સમાવેશ થાય છે.

24 જૂનના રોજ તૂટી પડેલા બિલ્ડિંગના કારણે તેમાં રહેતા લોકોને કાટમાળમાંથી બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું. તથા 97 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જે પૈકી ઇન્ડિયન અમેરિકન દંપતીની ઓળખ 9 જુલાઈના રોજ થઇ શકી હતી.

પટેલ દંપતી પાંચ વર્ષથી મિયામી ખાતે રહેવા આવ્યું હતું. અને છેલ્લા બે વર્ષથી તેઓ આ બિલ્ડિંગમાં રહેવા આવ્યા હતા. તેઓ બિલ્ડિંગની છ્તમાંથી પાણી ટપકે છે કે બાંધકામ નબળું છે તેવી કોઈ બાબત વિષે જાણતા નહોતા.માત્ર તેના બાહ્ય દેખાવ તથા એટલાન્ટિક મહાસાગરના બીચ નજીક આવેલું હોવાથી તે પસંદ કર્યું હતું.તેવું એનઆરઆઈપી દ્વારા જાણવા મળે છે.

(5:49 pm IST)