એન. આર. આઈ. સમાચાર
News of Monday, 26th July 2021

જ્યોર્જિયા મેડિકલ બોર્ડમાં 2 ઇન્ડિયન અમેરિકન ડૉક્ટર્સનો સમાવેશ : તબીબી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાયસન્સ આપવા તથા મેડિકલ પ્રેક્ટિસ એક્ટનું પાલન કરાવવા અંગેની કામગીરી સંભાળશે

જ્યોર્જિયા : જ્યોર્જિયાના કમ્પોઝીટ મેડિકલ બોર્ડમાં 2 ઇન્ડિયન અમેરિકન ડોક્ટરનો સમાવેશ કરાયો છે. ગવર્નરે આપેલી નિમણૂકમાં આ બંને ડોક્ટરો અન્ય 13 ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓ તથા 1 પૂર્વ અધિકારી સાથે કામગીરી બજાવશે.તેઓ તબીબી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાયસન્સ આપવાની તથા મેડિકલ પ્રેક્ટિસ એક્ટનું પાલન કરાવવાની જવાબદારી સંભાળશે . તેમજ એક્ટનો ભંગ કરનારના લાયસન્સ રદ કરવાની ફરજ બજાવશે .

આ બંને ઇન્ડિયન અમેરિકન ડોક્ટરોમાં શ્રીની આર ગંગાસાની તથા સુબ્રમનિયમ ભટ્ટનો સમાવેશ થાય છે. જેઓની ટર્મ ચાર વર્ષની રહેશે. તેમની  નિમણૂકને સ્ટેટના સેનેટર્સે બહાલી આપી હતી.

જ્યોર્જિયા કમ્પોઝીટ મેડિકલ બોર્ડનો હેતુ નાગરિકોના આરોગ્યની સંભાળ માટે દેખરેખ રાખવાનો છે.તેવું એનઆરઆઈપી દ્વારા જાણવા મળે છે.

(6:03 pm IST)