એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 27th July 2021

ઇન્ડિયન અમેરિકન એટર્ની સુશ્રી વીણા રેડ્ડીનો સોગંદવિધિ સંપન્ન : યુ.એસ.એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ( USAID ) મિશન ડાયરેક્ટર તરીકે સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન તરીકેનો વિક્રમ નોંધાયો

વોશિંગટન : યુ.એસ.એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ( USAID ) મિશન ડાયરેક્ટર તરીકે 26 જુલાઈના રોજ ઇન્ડિયન અમેરિકન એટર્ની સુશ્રી વીણા રેડ્ડીનો સોગંદવિધિ સંપન્ન થયો છે.આથી આ હોદા ઉપર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન તરીકેનો વિક્રમ નોંધાયો છે.

સુશ્રી વીણા રેડ્ડીના નેતૃત્વ હેઠળ ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બનશે તેવું USAID એ ટ્વીટ કર્યું છે.

આ તકે અમેરિકા ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી તરણજીત સીંઘ સંધુએ પણ સુશ્રી વીણા રેડ્ડીને શુભેચ્છા પાઠવી હતી.

સુશ્રી વીણા USAID ના કંબોડીયા ખાતેના ફોરેન સર્વિસ મિશન ડિરેક્ટર છે.
તેમણે બી.એ.તથા એમ.એ.ની ડિગ્રી યુનિવર્સીટી ઓફ શીકાગોમાંથી મેળવી છે.તથા કોલંબિયા યુનિવર્સીટી સ્કૂલ ઓફ લો માંથી ડોક્ટરેટની પદવી મેળવેલી છે.તેઓ ન્યુયોર્ક તથા કોલંબિયા બાર્સનાં  મેમ્બર છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા

(8:42 pm IST)