એન. આર. આઈ. સમાચાર
News of Monday, 24th August 2020

અમેરિકામાં દરવર્ષે 2 લાખ 70 હજાર સ્ત્રીઓ સ્તન કેન્સરનો ભોગ બને છે : સ્તન કેન્સર પીડિતોની સહાય માટે બીએપીએસ ચેરિટીઝએ સુઝેન જી. કોમેન સંસ્થાને ૨૫૦૦૦ ડોલરનું ડોનેશન આપ્યું

ટેક્સાસ : ઑગસ્ટ ૧૪, ૨૦૨૦ના દિને બીએપીએસ ચેરિટીઝ તરફથી સુઝેન જી. કોમેન સંસ્થાને સ્તન કેન્સર પીડિત અને જીવિત લોકોની સહાય માટે ૨૫૦૦૦ ડોલરનું અનુદાન આપવામાં આવ્યું હતું. અનુદાનનો ઉપયોગ સંસ્થા દ્વારા કોવિડ-૧૯ સંક્રમણ સામે લઢવા અને બીજી અનેક પ્રવૃત્તિઓ માટે થશે. અમેરિકામાં પ્રતિવર્ષ 2,7,૦૦૦ સ્ત્રીઓ અને પુરુષો સ્તન કેન્સરનો ભોગ બને છે. અમેરિકા અને સમગ્ર વિશ્વમાં, પ્રતિ વર્ષ સમગ્ર કેન્સર પીડિત સ્ત્રીઓમાં સ્તન કેન્સર પીડિત સ્ત્રીઓની સંખ્યા  સહુથી વધુ જોવા મળે છે.

ચેક પ્રદાર્પણ સમારંભમાં બંને સંસ્થાએ સોશ્યલ ડિસ્ટન્સની આચાર સંહિતાનું પાલન કર્યું હતું. મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત લોકો વચ્ચે, બીએપીએસ ચેરિટીઝના પ્રતિનિધિઓએ સુઝેન જી. કોમેનના પ્રતિનિધિ શ્રી મલિસા રીલ, ડિરેક્ટર ઓફ ફિલિન્થ્રોપીક એક્ટિવિટીઝને ચેક આપ્યો હતો. સમારોહમાં અરવિંગ નગરના મેયર પણ ઉપસ્થિત હતા. સામાજિક પ્રવૃત્તિઓમાં બીએપીએસ સંસ્થાના ફાળાને જોઈ તેમનો સંસ્થાને સદૈવ ટેકો મળતો રહ્યો છે.

સુઝેન જી. કોમેન સંસ્થાના પ્રોજેક્ટ લીડ ઓફ કૉઝ માર્કેટિંગ એન્ડ કોર્પોરેટ રિલેશન્સ શ્રી એમા મેયર પણ ઉપસ્થિત હતા અને તેમણે જણાવ્યું હતું કે, "આજની બીએપીએસ ચેરીટીઝની વૉક પ્રતિકૂળ સંજોગોવશ રદ્દ થઈ હોવા છતાં તમે બધાએ ભેગાં મળી અનુદાનનો કાર્યક્રમ યોજ્યો બદલ અમે સર્વે, અને અમારી સંસ્થા કૃતજ્ઞ છીએ! અમારી સંસ્થા જે કરી રહી છે એના પર વિશ્વાસ મૂકવા બદલ અમે આભારી છીએ."
બીએપીએસ પ્રતિ વર્ષ સમગ્ર અમેરિકામાં ૮૦થી વધુ સ્થળોએ વોકેથોન યોજે છે જેમાં ૨૫,૦૦૦થી વધુ લોકો ભાગ લે છે. વર્ષે અનુદાન મેળવનારી અનેક સંસ્થાઓમાંથી એક સુઝેન જી. કોમેન સંસ્થા હતી. પરંતુ, ૨૦૨૦ના વર્ષમાં કોવિડ-૧૯ના વિશ્વવ્યાપી સંક્રમણને પગલે વોકેથોન બંધ રહ્યાં હતાં. અનુકૂળ સંજોગો ના હોવા છતાં, બીએપીએસ ચેરિટીઝની સુઝેન જી. કોમેન સંસ્થાની મહારોગ સામેની પ્રવૃત્તિઓ અને સંશોધનોની પ્રશંસારૂપે સહાય કરવાની ઈચ્છા હતી. સુઝેન જી. કોમેન સ્તન કેન્સર વિરુધ્ધ સંશોધન કરતી વિશ્વની સહુથી મોટી સ્વૈચ્છિક સામાજિક સંસ્થા છે. તેઓ સ્તન કેન્સર પીડિતોને સારવાર પણ આપે છે.
બીએપીએસ ચેરિટીઝ એક સામાજિક સંસ્થા છે જે અનેક કર્યો દ્વારા સમાજના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે કામ કરે છે. સંસ્થાએ વર્ષોથી ઉચ્ચ ગુણવત્તા અને લઘુત્તમ ખર્ચ સાથેના અનેક આરોગ્ય મેળાઓનું આયોજન કરેલું છે. સંસ્થા વિકસતા રાષ્ટ્રોના સમાજના છેવાડાના વર્ગ અને સમાજના સર્વે લોકોના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે પણ અનેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા વિવિઘ પ્રવૃત્તિઓ કરે છે.
હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે રહેતા, બીએપીએસ ચેરિટીઝના સ્વયં સેવક અને સ્તન કેન્સરથી ઉગારનાર શ્રી નિમિષા પટેલે કહ્યું હતું કે, "હું જે યુદ્ધ જીતી છું યુધ્ધમાં બીજી અનેક સ્ત્રીઓને લડવામાં બીએપીએસ ચેરિટીઝ સહાય કરી રહ્યું છે જાણી મને અત્યંત આનંદ થાય છે. હું આશા રાખું છું કે અનુદાન અનેક નવી સારવાર પધ્ધતિ શોધવામાં સહાયરૂપ થશે અને સ્તન કેન્સર પીડિતોના કુટુંબને પણ સહાયરૂપ થશે. જે બે સંસ્થાઓને હું સહયોગ આપું છે બેઉ એકબીજા સાથે મળીને સમાજ માટે કામ કરે એથી વધુ રૂડું મારે માટે બીજું શું હોય? બેય પૂરી નિષ્ઠાથી કામ કરતી સંસ્થાઓ છે."તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(8:38 am IST)