એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 26th August 2020

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચારમાં તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ મેદાનમાં : મિલિટરી ડ્રેસ પહેરી 28 મિનિટ સુધી ઉદબોધન કર્યું : બીજી ટર્મમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પને વિજયી બનાવવાનું એલાન કર્યું

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ  બીજી ટર્મ માટે પણ   ઉમેદવારી નોંધાવી છે.તેમના પ્રચાર માટે યુ.એન.ખાતેના અમેરિકાના પૂર્વ રાજદૂત ઇન્ડિયન અમેરિકન સુશ્રી નીક્કી હેલીએ પણ શરૂઆત કરી દીધી છે.અને હવે ટ્રમ્પના પત્ની અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ પણ મેદાનમાં આવી ગયા છે.

રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં બીજા દિવસે રાત્રે મેલાનિયાએ ખુલ્લા મેદાનમાં ઉદબોધન કરી ડોનાલ્ડ ટ્રમ્પને બીજી ટર્મમાં વિજયી બનાવવા હાકલ કરી હતી.તેઓ મિલિટરી ડ્રેસ પહેરીને આવ્યા હોવાથી ચર્ચાનો વિષય બન્યા હતા.

મેલાનિયાએ 28 મિનિટ સુધી ઉદબોધન કર્યું હતું તથા પોતાના પતિ બોલે છે તે કરી બતાવનાર બિન રાજકીય વ્યક્તિ  હોવાનું જણાવ્યું હતું .

(1:40 pm IST)