એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 26th August 2020

" તમામ ભારતીયોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા " : અમેરિકાના ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવારો અનુક્રમે જો બિડન તથા સુશ્રી કમલા હેરિસે ' ગણેશ ચતુર્થી ' ની શુભેચ્છા પાઠવી

વોશિંગટન : ભારતીયોના લોકપ્રિય તહેવાર ' ગણેશ ચતુર્થી ' નિમિત્તે 23 ઓગસ્ટના રોજ અમેરિકાના  ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવારો અનુક્રમે  જો બિડન તથા ભારતીય મૂળના સેનેટર મહિલા  સુશ્રી કમલા હેરિસે ' ગણેશ ચતુર્થી ' ની શુભેચ્છા પાઠવી હતી.તેઓએ જણાવ્યું હતું કે આ તહેવાર ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં ભારે ભાવપૂર્વક ઉજવાય છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટેનો પ્રચાર પુરજોશમાં શરૂ થઇ ગયો છે.વાઇસ પ્રેસિડન્ટ પદ માટે ભારતીય મૂળના સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસની પસંદગી થતા અમેરિકામાં વસતા ભારતીયોના મતો ડેમોક્રેટ પાર્ટીને મળવાની આશા રાખવામાં આવી રહી છે.
આ સંજોગોમાં રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તથા વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત તથા પોતાની ભારતની મુલાકાતનો વિડિઓ વાઇરલ કરી પોતાને ભારતના વડાપ્રધાનનું સમર્થન હોવાથી સ્થાનિક ભારતીયોના મતો અંકે હોવાનું મંતવ્ય ધરાવે છે.

(8:58 pm IST)