એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 28th September 2021

અમેરીકાના કેલિફોર્નિયામાં ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ (GSFC) ના ઉપક્રમે પ્રવાસ યોજાયો : સિનીયર મિત્રોએ શ્રાવણ માસના છેલ્લા સોમવારે પેસિફિક કૉસ્ટ હાઈવેના ચૅસનટ સિટીમાં આવેલા એક ગેમ પાર્કની મુલાકાત લીધી

કેલિફોર્નિયા : અમેરીકાના કેલિફોર્નિયાના ' ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ ના મર્યાદિત સભ્યો પ્રથમ અત્રેના પેસિફિક કૉસ્ટ હાઈવેના ચૅસનટ સિટી ના એક નાનકડા ગેમ પાર્કની મુલાકાત લીધી હતી... આ પાર્કમાં વિશ્વવિભૂતિ જેઓ કોઈ ને કોઈ રીતે એક સરખી વિચાર સરણી ધરાવનાર વિશ્વવિભીતિઓ છે  તેઓના વિશાળ કદના તૈલચિત્રો સાથે ગાંધીજીના તૈલચિત્રનું પણ આગવું આકર્ષણ હતું... ત્યાર બાદ વિશાળ લાંબા સાગર બીચની મુલાકાત કરીને આજે પવિત્ર અમાસ હોવાથી સમુદ્રના પાણીમાં પગ ઝબોળી ને શ્રધ્ધા પૂર્વક  દર્શન નો લાભ લીધો...ત્યાર બાદ એક મિત્રની મોટેલમાં ખાસ રુદ્રાક્ષ ના વૃક્ષના દર્શન કરી ધન્યતા અનુંભવી...તેમજ આ સ્થળે વૃક્ષપરથી ખરેલાં રુદ્રાક્ષ પણ લીધા..છેલ્લે આ શહેરની ૩૬૫ ફૂટ ઊચીં હીલ પરના સુંદર Hill Top Park ઉપર સાંજનું વાળું પણ કર્યું, ત્યાર બાદ અંતે આ હીલ ટોપ પાર્ક પરથી સૂર્યાસ્તના સુંદર દર્શન કરીને સૌ પોત-પોતાના ઘેર જવા રવાના થયા. તેવી માહિતી શ્રી ગુણવંતભાઈ પટેલ અને તસ્વિર શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા દ્વારા મળેલ છે.

(11:22 am IST)