એન. આર. આઈ. સમાચાર
News of Friday, 27th November 2020

અમેરિકાની નેવાડા કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ગોલમાલ થઇ હોવાના ડોનાલ્ડ ટ્રમ્પના આરોપોને કોર્ટમાં રજુ કરવાની મંજૂરી : મતદારોની સહી મેન્યુઅલ ચેક કરાઈ નથી : અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકોએ મત આપ્યા છે : મૃતકોના નામે પણ મતદાન થયું છે : મતદારોને ટી.વી.અને ગેસ કાર્ડ આપવાની લાલચ અપાઈ હતી : જો ટ્રમ્પ કમપેને મુકેલા આરોપો પુરવાર થાય તો નેવાડા કોર્ટનો સંભવીત ચુકાદો બીજા રાજ્યો માટે પણ ઉદાહરણ રૂપ બની શકે : 3 ડિસેમ્બરના રોજ સુનાવણી

વોશિંગટન : અમેરિકાની નેવાડા કોર્ટએ ઐતિહાસિક નિર્ણય લીધો છે.અમુક રાજ્યોની કોર્ટે પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ગોલમાલ થઇ હોવાના ડોનાલ્ડ ટ્રમ્પના આરોપને અમાન્ય કર્યા છે તેવા સંજોગોમાં નેવાડા કોર્ટએ ટ્રમ્પને તેમના આરોપો પુરવાર કરવાની તક આપી છે.જે માટે 3 ડિસેમ્બરની તારીખ નક્કી થઇ છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર કમપેન દ્વારા કરાયેલા આરોપો મુજબ ઈમેલથી આવતા મતોની મેન્યુઅલ ચકાસણી થઇ નથી.પરંતુ મશીન દ્વારા કરાઈ છે.જે કાયદેસર કે વિશ્વાસપાત્ર નથી.

અન્ય આરોપો મુજબ ચૂંટણીમાં અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકોએ પણ મત આપ્યા છે.

મૃતકોના નામે પણ મત અપાયા છે.

 મતદારોને ટી.વી.અને ગેસ કાર્ડ આપવાની લાલચ અપાઈ હતી

ટ્રમ્પ પ્રચાર કમપેનના જણાવાયા મુજબ અમને ચૂંટણીમાં થયેલી ગોલમાલ ખુલ્લી પાડવાની તક મળી છે.તેથી અમેરિકાના લોકોને હવે ચૂંટણીમાં થયેલા ફ્રોડ વિષે જાણકારી આપવાનો અમને મોકો મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે નેવાડાનો સંભવિત ચુકાદો સમગ્ર અમેરિકાની ચૂંટણીની પારદર્શિકતા માટે કોયડા સમાન તથા ચોંકાવનારો અને અમેરિકાના રાજકારણમાં હડકંપ મચાવી દેનારો બની રહેશે જે બીજા રાજ્યો માટે પણ ઉદાહરણ રૂપ બની શકે  તેવું વોશિંગટન એક્ઝામિનર ડોટ કોમ દ્વારા જાણવા મળે છે.

(8:22 am IST)