એન. આર. આઈ. સમાચાર
News of Friday, 27th November 2020

' હંગર મીટાઓ અભિયાન : યુ.એસ.ના જ્યોર્જિયામાં ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી દ્વારા ભુખ્યાને ભોજન પૂરું પાડવા માટે છેલ્લા એક વર્ષથી કરાઈ રહેલી સેવા : કોવિદ -19 સંજોગોમાં પણ સેવાઓ ચાલુ : એક વર્ષમાં 10 લાખ ડીશ જમાડી જરૂરીયાતમંદ નાગરિકોની આંતરડી ઠારી

જ્યોર્જિયા : યુ.એસ.માં વસતા ઇન્ડિયન અમેરિકન નાગરિકો ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યા છે.જે મુજબ ગયા વર્ષે 2 ઓક્ટોબરના રોજ હંગર મીટાઓ અભિયાન હેઠળ શરૂ કરાયેલી ફૂડ બેન્કનો વ્યાપ અનેક કાઉન્ટીમાં વધ્યો છે.
છેલ્લા એક વર્ષમાં એટલાન્ટા ચેપટર દ્વારા શરૂ કરાયેલી આ સેવાઓ અંતર્ગત 10 લાખ ડીશ ભોજન પૂરું પાડવામાં આવ્યું છે.આ સેવાઓ કોવિદ -19 સંજોગોમાં પણ ચાલુ રાખવામાં આવી છે.

એટલાન્ટા કોમ્યુનિટી ફૂડ બેન્ક વિભાગના સીઈઓ એ જણાવ્યા મુજબ 29 કાઉન્ટીમાં વસતા દર 7 નાગરિકો પૈકી એક ભૂખ્યો રહે છે.જેને ભોજન પૂરૂ પાડવામાં આવે છે.આ માટે તેમણે દાતાઓ તથા વોલન્ટિયર્સનો આભાર માન્યો હતો.

 

(7:09 pm IST)