એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 25th August 2020

" ઝંડા ઊંચા રહે હમારા " : યુ.એસ.માં ટાઉનશીપ ઓફ પારસીપની તથા ઇન્ડિયન અમેરિકન સીનીઅર એશોશિએશન ઓફ મોરિસ કાઉન્ટીના સંયુક્ત ઉપક્રમે ભારતનો 74 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો : ધ્વજ વંદન ,રાષ્ટ્રગીતનું ગાન, ડાન્સ , તથા દેશભક્તિ સભર ગીતો સાથે કરાયેલી વર્ચ્યુઅલ ઉજવણી

પારસીપની : યુ.એસ.માં 15 ઓગસ્ટ રવિવારના  રોજ ટાઉનશીપ ઓફ પારસીપની તથા  ઇન્ડિયન અમેરિકન સીનીઅર એશોશિએશન ઓફ મોરિસ કાઉન્ટીના સંયુક્ત ઉપક્રમે શ્રી વિષ્ણુ પટેલના આયોજન હેઠળ  ભારતનો 74 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાઈ ગયો.
સવારે 10-થી 11- વાગ્યા દરમિયાન કરાયેલી વર્ચ્યુઅલ ઉજવણી અંતર્ગત ધ્વજ વંદન કરાયું હતું.રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું.તથા શહીદોને શ્રદ્ધાંજલિ સભર દેશભક્તિ ગીતોનું ગાન કરાયું હતું.જેનું પ્રસારણ ચેનલ નમ્બર 21 દ્વારા કરાયું હતું.
આ પ્રસંગે કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા શ્રી રણધીર જયસ્વાલ દ્વારા પાઠવાયેલ શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવાયો હતો.તેમજ સેનેટર ,કોંગ્રેસ વુમન ,ગવર્નર ,એસેમ્બલી વુમન ,સહિતના મહાનુભાવોએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.તેવું શ્રી વિષ્ણુ પટેલની યાદી જણાવે છે.

(12:16 pm IST)