એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 26th August 2020

ડોનાલ્ડ ટ્રમ્પનો નાટકીય ચૂંટણી પ્રચાર : રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં ભારતીય મૂળની મહિલા સુશ્રી સુંદરી નારાયણને અમેરિકાનું નાગરિકત્વ આપ્યું

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટેનો પ્રચાર રિપબ્લિકન તથા ડેમોક્રેટિક  ઉમેદવારોએ શરૂ કરી દીધો છે.જે મુજબ તાજેરમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં બીજા દિવસે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતીય મૂળની સોફ્ટવેર ડેવલપર મહિલા સુશ્રી સુંદરી નારાયણને  અમેરિકાનું નાગરિકત્વ જાહેરમાં આપ્યું હતું.તથા તેમને દેશના નિયમોનું પાલન કરવા બદલ બિરદાવ્યા હતા.
સુશ્રી સુંદરી છેલ્લા 13 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે. તેમના પરિવારમાં તેઓ તથા તેમના પતિ અને બે બાળકો છે. તેમના ઉપરાંત અન્ય ત્રણ વિદેશી નાગરિકો ને પણ તકે અમેરિકાનું નાગરિકત્વ આપી બિરદાવ્યા હતા.તથા જણાવ્યું હતું કે અમે વિદેશના બુદ્ધિધનને આવકારીએ છીએ.

(8:20 pm IST)