એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 29th August 2020

ડોનાલ્ડ ટ્રમ્પએ કમલા હેરિસને વાઇસ પ્રેસિડન્ટ પદ માટે અયોગ્ય ગણાવ્યા : પોતાની પુત્રી ઇવાન્કા ટ્રમ્પને કમલા હેરિસ કરતા વધુ યોગ્ય અને સમજદાર ગણાવી : અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે લાયક હોવાનું જણાવ્યું

વોશિંગટન : દરેક વ્યક્તિને પોતાના સંતાન વહાલા હોય એ સ્વાભાવિક બાબત છે.પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાની પુત્રી વિષે જણાવ્યું હતું કે તે માત્ર મારી પુત્રી જ નથી પરંતુ મારી સલાહકાર પણ છે.તે અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે લાયક છે તેવું જણાવી ડેમોક્રેટ પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ભારતીય મૂળના સેનેટર મહિલા કમલા હેરિસને આ પદ માટે અયોગ્ય ગણાવ્યા હતા તેટલું જ નહીં તેમની સાથે પોતાની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની સરખામણી કરતા જણાવ્યું હતું કે તે કમલા હેરિસ કરતા વધુ યોગ્ય અને વધુ સમજદાર છે.
તેમણે ઉમેર્યું હતું કે હું ઈચ્છું છું કે ઇવાન્કા ટ્રમ્પ ભવિષ્યમાં દેશની સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બને.
ટ્રમ્પ તુલના તો વાઈસ પ્રેસિડેન્ટ ઉમેદવારની કરી રહ્યા હતા, પરંતુ સીધા રાષ્ટ્રપતિ પર આવી ગયા. તેમણે કહ્યું કે, ડેમોક્રેટિક પાર્ટી માત્ર અમેરિકન લોકોને સપના સપના દેખાડી શકે છે, એ ક્યારેય પુરા નહીં થઈ શકે.
ટ્રમ્પે કમલા હેરિસની યોગ્યતા અંગે સીધા સવાલ કર્યા હતા. કહ્યું કે, એ તો રાષ્ટ્રપતિ બનવાની રેસમાં હતા પણ હવે ઉપરાષ્ટ્રપતિ બનવાના પ્રયાસ કરી રહ્યા છે. મને લાગે છે કે મારી દીકરી અને સલાહકાર ઈવાન્કા આ પદ માટે વધુ સારી ઉમેદવાર છે. હું એવું પણ કહીશ કે ઈવાન્કા જ અમેરિકાની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બને. આ રોલ માટે તે સૌથી વધુ યોગ્ય ઉમેદવાર છે. હવે તો લોકો પણ કહેવા લાગ્યા છે કે તે ઈવાન્કાને આ મહત્વપૂર્ણ પદો પર જોવા માંગે છે. જેમાં કમલાની કોઈ ભૂલ નથી.
ન્યૂ હૈમ્પશાયરની રેલીમાં ટ્રમ્પે કહ્યું કે, હું વાયદો કરું છું કે આપણે આ ચૂંટણી જીતીશું અને અમેરિકાને પહેલા કરતા વધુ સુરક્ષિત અને મજબૂત બનાવીશું. અમારી નીતિઓ પર સવાલ ઉઠાવનારા લોકો કદાચ અત્યાર સુધી તેને સમજી જ શક્યા નથી.

(12:11 pm IST)