એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 29th August 2020

વિશ્વ હિન્દૂ પરિષદ ઓફ અમેરિકા ( VHPA ) ના ઉપક્રમે 19 અને 20 સપ્ટેમ્બરના રોજ બેદિવસીય વર્ચ્યુઅલ કોન્ફરન્સ : શ્રી વ્યોમેશ જોશી ,સુશ્રી વંદના તિલક ,ડો.રાજ વેદમ ,તથા શ્રી બેની તિલમેન ઉદબોધન કરશે


વોશિંગટન : વિશ્વ  હિન્દૂ પરિષદ ઓફ અમેરિકા ( VHPA ) ના ઉપક્રમે 19 અને 20 સપ્ટેમ્બરના રોજ બેદિવસીય વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે.જેમાં સંસ્થાએ  હિન્દૂ સંસ્કૃતિ જાળવી રાખવા માટે 50 દરમિયાન  કરેલી કામગીરીના લેખાજોખા સાથે ,વિદેશની ધરતી ઉપર પણ હિન્દૂ સંસ્કૃતિની  આહલેક જાળવી રાખનાર મહાનુભાવોને યાદ કરાશે  .
આ તકે 3ડી સિસ્ટમ સીઈઓ શ્રી વ્યોમેશ જોશી ,અક્ષયપાત્ર સીઈઓ તથા ડિરેક્ટર સુશ્રી વંદના તિલક ,ભારતીય ઇતિહાસના વિદ્વાન  સ્કોલર ડો.રાજ વેદમ ,તથા વેદિક ફ્રેન્ડ્સ એશોશિએશનના પ્રેસિડન્ટ  શ્રી બેની તિલમેન ઉદબોધન કરશે .
જુદા જુદા ક્ષેત્રો સાથે જોડાયેલા મહાનુભાવોની 8 પેનલો વચ્ચે વિચાર વિનિમય થશે.વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં www.reflections-50.org દ્વારા જોડાઈ શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:27 pm IST)