એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 29th August 2020

અમેરિકામાં વંશીય ભેદભાવ હોવાના ડેમોક્રેટિક પાર્ટીના પ્રચાર સાથે હું સંમત નથી : ડોનાલ્ડ ટ્રમ્પને બીજી ટર્મમાં પણ ચૂંટી કાઢજો : ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન અગ્રણી સુશ્રી નીક્કી હેલીનું ઉદબોધન

વોશિંગટન : તાજેતરમાં મળેલા રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉદબોધન કરતા ઇન્ડિયન અમેરિકન અગ્રણી મહિલા તથા યુ.એન.ખાતેના અમેરિકાના પૂર્વ રાજદૂત સુશ્રી નીક્કી હેલીએ  જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પને બીજી ટર્મમાં પણ ચૂંટી કાઢજો.
તેમણે ઉમેર્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટી દ્વારા અમેરિકામાં વંશીય ભેદભાવ હોવાના કરાઈ રહેલા પ્રચાર સાથે હું સંમત નથી.હું ઇન્ડિયન ઈમિગ્રન્ટની પુત્રી  હોવા બદલ ગર્વ અનુભવું છું.મારા પિતા પણ અમેરિકામાં પાઘડી પહેરતા હતા.મારા રહેણાંક તથા કાર્યક્ષેત્ર સાઉથ કેરોલિનામાં પણ વંશીય ભેદભાવ ને સ્થાન નહોતું.

(8:55 pm IST)