એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 29th September 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડન વચ્ચે પ્રેસિડન્શીઅલ ડિબેટ : અમેરિકન સમય પ્રમાણે આજ મંગળવાર રાત્રે 9 વાગ્યે અને ભારતીય સમય મુજબ આવતીકાલ બુધવારે સવારે 6-30 કલાકે ડિબેટ યોજાશે : આગામી બીજી ડિબેટ 15 ઓક્ટો. તથા ત્રીજી ડિબેટ 22 ઓક્ટો.ના રોજ : 3 નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી સુધીમાં કુલ 3 સત્તાવાર ડિબેટના આયોજન

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના રિપબ્લિકન ઉમેદવાર વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવાર પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડન વચ્ચે ચૂંટાઈ આવવા રસાકસી ભર્યો ચૂંટણી પ્રચાર ચાલુ છે.બંને ઉમેદવારો ચૂંટાઈ આવવાના દાવા કરી રહ્યા છે.
આ સંજોગોમાં અમેરિકન ચૂંટણી નિયમ મુજબ સ્પર્ધક ઉમેદવારો સામસામા ભેગા થઇ પોતાના વિચારો રજુ કરે તે માટે સત્તાવાર ડિબેટ યોજાતી હોય છે.જે અંતર્ગત બંને ઉમેદવારો વચ્ચે આજ મંગળવારે અમેરિકન સમય મુજબ રાત્રે 9 વાગ્યે તથા ભારતીય સમય મુજબ આવતીકાલ બુધવારે સવારે 6-30 કલાકે ડિબેટ યોજાશે.આગામી બીજી ડિબેટ 15 ઓક્ટો. તથા ત્રીજી ડિબેટ 22 ઓક્ટો.ના રોજ યોજાશે.આમ  3 નવેમ્બરના રોજ  યોજાનારી ચૂંટણી સુધીમાં કુલ 3 સત્તાવાર ડિબેટના આયોજન કરાયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:13 pm IST)