એન. આર. આઈ. સમાચાર
News of Friday, 28th August 2020

"કોરોનાથી ના ડરો ,ડોક્ટર કહે તે કરો " : કોરોના વિષે ઉભી થતી ગેરસમજણ સામે સાચી અને વૈજ્ઞાનિક માહિતી આપવા ' આંતર રાષ્ટ્રીય વેબિનાર ' : અમેરિકાના લેઉવા પટેલ સમાજ ઓફ સુરત અને જોય એકેડેમીના સંયુક્ત ઉપક્રમે 30 ઓગસ્ટના રોજ કરાયેલું આયોજન : અમેરિકા તથા ભારતના ખ્યાતનામ તબીબો માર્ગદર્શન આપશે

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : કોરોના સંક્ર્મણ દિવસે દિવસે વધતું જાય છે.લોકોમાં પણ ડર વધતો જાય છે.વિવિધ મીડિયા દ્વારા અપાતી ઘણી સાચી ખોટી સલાહ ગેરસમજણ ઉભી કરે છે.આથી લોકોને સાચી વૈજ્ઞાનિક માહિતી આપવા અને હિંમતભેર પરિસ્થિતિનો સામનો કરવા લેઉઆ પટેલ સમાજ ઓફ સુરત ( અમેરિકા ) તથા જોય એકેડેમીના સંયુક્ત ઉપક્રમે 30 ઓગસ્ટના રોજ આંતર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરાયું છે.
         આ વેબિનારમાં ડો.રાજેશ જસાણી ( યુ.એસ.એ.) , ડો.અતુલ પટેલ ( અમદાવાદ ) ,સુરતના કોરોના વોરિયર્સ ડો.સમીર ગામી ,ડો.દિપક વિરડીયા ,તથા ડો.મહેશ સુતરીયા માર્ગદર્શન આપશે .
         30 ઓગસ્ટ રવિવારના રોજ યોજાનારા આ વેબિનારનો સમય યુ.એસ.એ.માં સવારે 11-કલાકે ( EST  ) ,તથા રાત્રે 8-કલાકે ( PST ) તથા ભારતમાં રાત્રે 8-30 કલાકનો રાખવામાં આવ્યો છે.
         વેબિનારમાં ફેસબૂક લાઈવ  તથા યુટ્યુબ લાઈવ દ્વારા જોડાઈ શકાશે .
         લેઉઆ પટેલ સમાજ ઓફ સુરત ( અમેરિકા ) તથા જોય એકેડેમી આયોજિત આ સેમિનારના આયોજકો તરીકે શ્રી ભાસ્કર સુરેજા ,શ્રી બી.યુ.પટેલ ,ડો.સી.ડી.લાડાણી ,શ્રી રમણ રામા ,ડો.ભાણજી કુંડારીયા ,શ્રી ચતુર છ્ભાયા ,શ્રી પંકજ સુતરીયા , SPCS ,  શ્રી ભીમા મોઢવાડીયા ,શ્રી દર્શન કણસાગરા ,શ્રી દિલીપ વાછાણી ,શ્રી કાંતિ ઘેટીયા ,તથા લેઉઆ પટેલ સમાજ ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ સુશ્રી નેન્સી ( નયના ) પટેલનો સમાવેશ થાય છે.

(8:52 pm IST)