Gujarati News

Gujarati News

અમેરિકા સ્‍થિત ‘ગુજરાતી સમાજ ઓફ ટેમ્‍પાબે' આવ્‍યું ગુજરાતની વ્‍હારેઃ મુખ્‍યમંત્રી રિલીફ ફંડમાં ૨૫ હજાર ડોલર અર્પણ કર્યાઃ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ માન્‍યો આભાર : રિલીફ ફંડ ચેક અર્પણ પ્રસંગમાં ‘અકિલા' બન્‍યું માધ્‍યમ: સંસ્‍થાના પ્રમુખશ્રી કેવલ બ્રહ્મભટ્ટ, સોશિયલ સેક્રેટરીશ્રી ભાવિક મોદી, ચેરમેન બોર્ડ ઓફ ગર્વનરશ્રી જીગીશા દેસાઇ અને વાઇસ ચેરમેનશ્રી ડો. જયેન્‍દ્ર ચોક્‍સી ‘અકિલા લાઇવ'માં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ સાથે જોડાયા અને ચેક અર્પણ કર્યોઃ વિખ્‍યાત દિગ્‍દર્શકશ્રી વિરલ રાચ્‍છે કર્યુ લાઇવ કાર્યક્રમનું સંચાલન : માદરે વતનની યાદમાં સોૈના સુખે સુખી, સોૈના દુઃખે દુઃખી એ ભાવનાથી આપ સોૈએ સાથે મળી ૨૫ હજાર ડોલર મોકલ્‍યા છે તે અમારા માટે ઉત્‍સાહવર્ધક અને પ્રોત્‍સાહનવર્ધક છેઃ કોરોનામાંથી આપણે ઝડપથી બહાર આવી જઇશું, કેસ ઘટયા છેઃ વેક્‍સીનેશનની કામગીરી પણ વેગલી બનાવાઇ છેઃ વાવાઝોડામાં નુકસાન થયું છે એમની મદદ પણ સરકાર કરી રહી છેઃ વિદેશમાં રહીને પણ આપ સોૈ ગુજરાતની-ગુજરાતીઓની ચિંતા કરો છો એ માટે પણ આપનો આભારઃ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી : કોવિડ-૧૯ના સમયમાં ‘અકિલા' એક અખબાર તરીકે પોતાનો ધર્મ બજાવતું રહ્યું છે, સાથો સાથ છેલ્લા દોઢ વર્ષથી ડિજીટલ પ્‍લેટફોર્મ પર ગુજરાત્રીના માધ્‍યમથી ગુજરાતીઓને સતત કંઇક નવુ, જુદુ, માર્ગદર્શન ભર્યુ, હૃદયને શાતા આપતું મનોરંજન મળી રહે તેવા પ્રયાસો કર્યા છેઃ આ વખતે ‘અકિલા' એક ઉદાહરણીય કાર્યમાં માધ્‍યમ બન્‍યું છેઃ વિરલ રાચ્‍છ : પ્રમુખશ્રી કેવલ બ્રહ્મભટ્ટે કહ્યું-૧૯૮૧થી ચાલતી ગુજરાતી સમાજ ઓફ ટેમ્‍પાબે સંસ્‍થામાં ૩૦૦૦ સભ્‍યો છેઃ આ સંસ્‍થા નવી પેઢીને ગુજરાતી સંસ્‍કૃતિ સાથે સાંકળી રાખવાનું કામ કરે છે અને જરૂર પડયે ગુજરાતીઓને મદદ પણ કરે છે : અમે દૂર બેસીને માતૃભૂમિ-જન્‍મભૂમિ માટે શું કરી શકીએ? એ વિચાર આવ્‍યો અને ગુજરાતના મુખ્‍યમંત્રી રિલીફ ફંડમાં ૨૫ હજાર ડોલર આપવાનું નક્કી કર્યુઃ ગયા વર્ષે પણ અમે સહાય કરી હતીઃ ચેરમેનશ્રી જીગીશાબેન દેસાઇ : આ કાર્યમાં ‘અકિલા' માધ્‍યમ બન્‍યું તે માટે ‘અકિલા'ના શ્રી નિમીષભાઇ ગણાત્રાનો પણ હૃદયપુર્વક આભાર વ્‍યક્‍ત કરતાં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી access_time 7:14 pm IST