અવસાન નોંધ
ગિરીશભાઇ લશ્કરી
રાજકોટ : રામાનંદી સાધુ ગિરીશભાઇ ભગીરથદાસ લશ્કરી તે પ્રભુદાસ લશ્કરીના નાનાભાઇ તેમજ સતીશ અને મૌલિકના પિતાશ્રી તા. ૨૭ ના શુક્રવારે રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા. ૩૦ ના સોમવારે સવારે ૯ થી ૧૧ વરીયા પ્રજાપતિવાડી, બેડીનાકા ટાવર પાસે રાખેલ છે.
યતિનભાઇ વ્યાસ
રાજકોટઃ રાજકોટ ઔદિચ્ય બ્રાહ્મણ યતિનભાઇ વ્યાસ(ઉ.૫૮) તે સ્વ.નવલશંકર વ્યાસના પૌત્ર, સ્વ.ભગવતીપ્રસાદ વ્યાસના તથા સ્વ.હંસાબેનના પુત્ર, ભાવેશભાઇ વ્યાસ તથા અંજનીબેન મેહુલભાઇ પંડયાના નાનાભાઇ, ચેતનાબેનના પતિ, હીર તથા કેદારના પિતા, સ્વ.હરકાન્તભાઇ જે.જાની(જામનગર)ના જમાઇનું તા.૨૭ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૩૦ સોમવારના રોજ સાંજે ૪.૩૦થી ૬ કલાકે યોગીસભાગૃહ (નીચેના ભાગે) સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
ત્રિવેણીબેન બુધ્ધદેવ
વાંકાનેર : ત્રિવેણીબેન નટવરલાલ બુધ્ધદેવ (ઉ.૭૦) તે સ્વ. ભાઇલાલભાઇ પેંડાવાળાના નાનાભાઇ સ્વ. નટુભાઇના પત્ની તથા કમલેશભાઇ, હિતેષભાઇના તથા વિપુલભાઇના માતુશ્રી તેમજ યશ, ધ્યેય, નંદીનીના દાદમાં તથા સ્વ. કાન્તીલાલ મોતીલાલ ભીંડોરા (મહીકાવાળા)ની દીકરીનું તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે.
સદ્ગતનું ઉઠમણુ તથા પિયર પક્ષની સાદડી તા. ૩૦ ને સોમવારના
દેવીયાનીબેન કોટેચા
ઉના : કિશનભાઇ નટવરલાલ કોટેચાના ધર્મપત્ની દેવીયાનીબેન કિશનભાઇ કોટેચા (ઉ.વ.પ૬) જે બગસરા નિવાસી સ્વ. હરીલાલ અમૃતલાલ વડેરાની પુત્રી તા. ર૭ ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તેમજ પીયર પક્ષની સાદડી તા. ર૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, વેરાવળ રોડ, ઉના રાખેલ છે.
મનીષભાઇ વઢવાણા
રાજકોટ : દડવીવાળા સોની પ્રભુદાસ ગોરધનદાસ વઢવાણાના પુત્ર મનિષભાઇ (ઉ.વ.૪૯) તે શ્રીજી બુલીયનવાળા અનીલભાઇના નાનાભાઇ તથા દિપકભાઇ, નિકુંજભાઇના મોટાભાઇ તથા રાજ વઢવાણા, કુંજ વઢવાણાના પિતાશ્રી તા. રપના રોજ શ્રીજીચરણ પામેલ છે.
તેમનું બેસણુ સોમવાર તા. ૩૦ ના રોજ સાંજે ૪ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક શ્રીજીનગર મેઇન રોડ, રૈયા રોડ ખાતે રાખેલ છે. (પ-૯)
મંગળાબેન પરમાર
રાજકોટ : વાણંદ મંગળાબેન દામજીભાઇ પરમાર (વૈશ્ણવ), કમલ હેર આર્ટ, રામનાથપરા, સ્વ. દામજીભાઇના પત્નિ (ઉ.વ.૭૪) તા. ર૭ ના અવસાન પામેલ છે. તે અનિલભાઇ દામજીભાઇના માતુશ્રી, રાજૂભાઇ તથા જયેશભાઇના કાકી, પિયુષભાઇ, પંકજભાઇના ભાભુ, ચુનીભાઇ બગથરીયાના બહેન થાય બંને પક્ષનું બેસણું આજે તા. ર૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ કેવડાવાડી શેરી નં. ૧૦, ખોડીયાર મંદિર પાસે, લલુડી વોંકળી, ખાતે રાખેલ છે.
મંજૂલાબેન મેહતા
રાજકોટ : સ્વ. હસમુખલાલ રેવાશંકર મેહતાનાં ધર્મપત્ની મંજૂલાબેન, (ઉ.વ.૮પ) તે શૈલેષભાઇ, ભારતીબેન નરેન્દ્રભાઇ શાહ (કોચીન), ભાવનાબેન કમલેશભાઇ શાહ (જુનાગઢ) નાં માતુશ્રી તથા વર્ષાબ્ેનનાં સાસુ તેમજ દર્શિત, બિજલ, પ્રતિક મેહતા, (બેંગલોર),નાં દાદી તેમજ ભંડારીયા નિવાસી હાલ મુંબઇ સ્વ. ઉજમશી પ્રાગજી કોઠારીની દિકરી તા. ર૭ ના અરિહંતશરણ પામેલ છે. ઉઠમણું રવિવાર તા. ર૯ નાં સવારે ૧૦ કલાકે સત્યપુનધામ ઉપાશ્રમ, ગાંધીગ્રામ દેરાસર, ગાંધીગ્રામ શેરી નં. ૪-અ, ખાતે રાખેલ છે.
કમળાબેન ગોહેલ
રાજકોટ : શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ સ્વ. બાબુભાઇ ગોહેલ (ભેળવાળા) ના ધર્મપત્ની કમળાબેન (ઉ.વ.૯પ) તે સ્વ. પ્રવિણભાઇ બાબુલાલ, મુકેશભાઇ, નરેન્દ્રભાઇ, કીરીટભાઇના માતુશ્રીનું તા. ર૭ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૩૦ ને સોમવારે સાંજે ૪ થી ૬, પિતૃ આશિષ, લક્ષ્મીવાડી ૧૬-૬ કોર્નર, ખાતે રાખેલ છે.
દલપતરાય જોષી
અમરેલી : ચક્કરગઢવાળા હાલ અમરેલી રહેતા દલપતરાય અમૃતલાલ જોષી (ઉ.૯૦) તે કમલેશભાઇ, હરેશભાઇ, જગદીશભાઇના પિતાશ્રી અને રવિભાઇ જોષીના દાદાનું તા. ૨૬ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૨૮ને શનિવારે બપોરના ૩ થી ૬ કલાકે રાખેલ છે. બી-૨૧ શુભલક્ષ્મીનગર પટેલ સંકુલ સામે ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે રાખેલ છે.
જીજ્ઞેશભાઇ કોટક
વેરાવળઃ સોમનાથ પ્રભાસપાટણ નિવાસી સ્વ.મગનલાલ દુર્લભજીભાઈ કોટકના પુત્ર જીગ્નેશભાઈ ઉ.પ૩ (હાલ.મુંબઈ) તે સ્વ.રમેશભાઈ, સ્વ. બંસીબેન કનુભાઈ સોનપાલ (મુંબઈ), વિપુલભાઈ જમનાદાસ (નીલદીપી મેડીકલવાળા) ના ભાઈ તથા યોસીતાના પિતાશ્રી તેમજ સહજ, આત્મંનના કાકાનું તા.ર૬/૧/ર૩ ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ઉઠમણું તા.ર૮ને શનિવારે સાંજે ૪ થી ૬ સોમપુરા બ્રાહ્મણસમાજની વંડી રામરાખ ચોક પ્રભાસપાટણ સોમનાથ ખાતે રાખેલ છે.