Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020
ખંભાળિયાના અગ્રણી બિલ્ડર વેપારી જીતુભાઇ પંચમતિયાનું અવસાન : કોરોનાને મહાત આપી પણ ફેફસાની તકલીફમાં મોત

ખંભાળિયા તા. રઃ જાણીતા બિલ્ડર તથા રઘુવંશી આગેવાન જીતેન્દ્ર ગિરધરદાસ પંચમતિયાનું ગત રાત્રે અમદાવાદ સારવારમાં મૃત્યુ થતાં રઘુવંશી સમાજમાં શોકની લાગણી છવાઇ છે.

જીતેન્દ્ર પંચમતિયા (ઉ.પ૭) તે સ્વ. ગિરધરદાસ દામોદર પંચમતિયા (હિન્દ કલોથ સ્ટોર તથા રેમન્ડ શોપવાળા)ના પુત્ર તે શ્યામભાઇના પિતા તથા હિતેશભાઇ, અનીલભાઇના મોટાભાઇ તથા પુનમબેન સોનેચા (જામનગર), પુજાબેન દત્તાણી (ખંભાળિયા)ના પિતા તથા સાનવી અને તક્ષના દાદા તથા જેઠાલાલ વાલજી સાયાણી (સલાયા)ના જમાઇ તા. ર-૧૦-ર૦ર૦ના રોજ અવસાન પામ્યા છે.

અગ્રણી કાપડના વેપારી તથા અગ્રણી બિલ્ડર જીતુભાઇ અનેક સેવાકાર્યો તથા પરોપકારના કાર્યો કરતા હતા તથા કોઇને જાહેર કર્યા વગર અનેક વ્યકિતઓને મદદરૂપ થતાં હતા તથા સમાધાન કરવા માટે રોજ બે-ચારને મનમેળ કરીને ઝઘડા ઉકેલતા હતા.

તેમને કોરોના થતાં અમદાવાદ ખસેડેલા હતા જે પછી કોરોના કંટ્રોલ થઇ ગયો હતો અને રીપોર્ટ પણ નેગેટીવ આવેલો તે પછી ફેફસાની તકલીફથી ગત રાત્રીના મૃત્યુ પામ્યા હતા.

ધોરાજીના વિકાસ એગ્રોવાળા વિજયભાઇનું કોરાનાથી અવસાન

ધોરાજી, તા.૧: સેવાભાવી અને વિકાસ એગ્રોવાળા વિજયભાઇ બાબુભાઇ બાબરીયા (ઉ.વ.૪૮)નું કોરોનાની બીમારી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. તેમના પરીવારજનો, સ્નેહીઓ અને  જંતુનાશક દવા એશોસીએશન પરીવાર સહીતનાઓએ સેવાઓને બીરદાવી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતાં.

રાજકોટ રૂરલ ક્રિકેટ એસો.ના પ્રમુખ વિજયભાઈ ગોહિલનું અવસાન

 

રાજકોટ : રાજકોટ રૂરલ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ અને ગોંડલના વિખ્યાત ક્રિકેટર વિજયભાઇ ગોહિલનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતને મોહનસિંહ જાડેજા, પરેશભાઈ ચગ, સુનિલભાઈ શુકલ, કમલભાઈ ચાવડા અને હસમુખભાઈ પંડ્યાએ શ્રદ્ધાંજલી અર્પી હતી.(૩૭.૪)

 

અવસાન નોંધ

પોરબંદરના એડવોકેટ કાંતિલાલભાઇ મોઢાનું અવસાન : ટેલીફોનિક ઉઠમણું

પોરબંદર : કાંતિલાલભાઇ જેઠાલાલ મોઢા (એડવોકેટ) કે જેઓ પિયુષભાઇ, પારૂલબેન (જોષી), વિભૂતિભાઇના પિતાશ્રી તથા સ્વ. નટુભાઇના મોટાભાઇનું તા. ૧ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. હાલની પસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોનિક ઉઠમણું આજે તા. ર શુક્રવાર રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પિયુષભાઇ મો. ૯૮રપપ ૬રપ૩૮, વિભૂતિભાઇ મો. ૯૮રપપ ૯૦ર૯૦, સુનિલભાઇ મો. ૯૭ર૬૦ ૬૬૯૭૩,

ભગવતીબેન ત્રિવેદી

જામનગર : શ્રી ગુજરાતી હાલારી સમવાય ચાતુર્વેદીક મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ.ગુણવંતરાય જેશંકર ત્રિવેદીના ધર્મપત્ની ભગવતીબેન ગુણવંતરાય ત્રિવેદી (ઉ.વ.૮૭) તે હરેશભાઇ ત્રિવેદી (એસ.બી.આઇ.-જામનગર), યજ્ઞેશભાઇ ત્રિવેદી (એસ.બી.આઇ.-રાજકોટ), હિરેન ત્રિવેદી (આજકાલ સીનિયર રીપોર્ટર) અને અરૂણાબેન હર્ષદભાઇ ત્રિવેદી તેમજ રક્ષાબેન સુરેશકુમાર ઉપાધ્યાયના માતા આશિષ, ઇશાની, મીત, જીત અને નૂપુરના દાદીમાનું તા. ૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણુ શનિવાર તા.૩ના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. હરેશભાઇ મો. ૯૮રપ૦ ૪૧૮૮૭, યજ્ઞેશભાઇ મો. ૯૮૭૯૭ ૯૯૭ર૬, હિરેનભાઇ મો. ૯૪ર૬૯ ૮૮૮૭૬

અમૃતભાઇ મજેઠીયા

રાજકોટઃ અમૃતભાઇ વલ્લભભાઇ મજેઠીયા વાણંદ(ઉ.વ.પ૮) તે માધવજીભાઇ ભાણજીભાઇ મજેઠીયાના ભત્રીજા તથા ચીમનભાઇ હરીભાઇ મજેઠીયાના ભત્રીજા પ્રકાશ અમૃતભાઇ મજેઠીયાના પિતાશ્રી પ્રવિણભાઇ ગોવિંદભાઇ રાવરાણી - રાવણાવાળાના બનેવી તા.૧ના  શ્રી રામચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ના શનીવારે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.  મો. ૭૦૧૬૮૬ ૩૪૬૬, મો. ૯૪૦૯૧ ૬૩૧પપ છે.

ભાનુબેન રાજદેવ

રાજકોટઃ સ્વ.વૃજદાસ નાગજીભાઇ નથવાણીની દિકરી તે સુરેન્દ્રનગરવાળા સ્વ.શાંતીલાલ લક્ષ્મીચંદ રાજદેવના ધર્મપત્ની ભાનુબેન શાંતીલાલ રાજદેવ (ઉ.વ.૮ર) સુરેન્દ્રનગર મુકામે તા.૧ના શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

જગજીવનભાઇ ધ્રાંગધરીયા

મોરબીઃ ગુર્જર સુતાર જગજીવનભાઇ ધનજીભાઇ ધ્રાંગધરીયા (ઉ.વ.૮૪) તે સવીતાબેનના પતિ તથા પ્રફુલભાઇ, કમલેશભાઇ, પરેશભાઇના પિતાશ્રીનું તા.૩૦ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.ર શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કાંતિભાઇ ગોંડલીયા

ઉપલેટાઃ તાલુકાના નિલાખા નિવાસી સ્વ.કાંતિભાઇ ગોંડલીયા (ઉ.વ.૭૮) તે મનસુખભાઇ તથા ગોવિંદભાઇ જેતપુર વાળાના મોટાભાઇ તથા પ્રફુલભાઇ અને કિરીટભાઇના પિતાનું અવસાન થયેલ છે.

ઠા. રસિકલાલ દક્ષીણી

મોરબીઃ ઠા. રસિકલાલ ધીરજલાલ દક્ષિણી (ઉ.વ.૮પ) તે અતુલભાઇના પિતા તથા નાથાલાલ ડોસાભાઇ મીરાણીના  જમાઇનું તા.ર૯ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું-સાદડી તા.રને શુક્રવારે સાંજે ૪ થી૬ કલાકે રાખેલ છે.

ચંદુલાલ ગણાત્રા

રાજકોટ : ચંદુલાલ નંદલાલ ગણાત્રા (ઉ.વ.૮૧) તે નંદલાલ નાગજીભાઈ તમાકુવાળાના પુત્ર તેમજ લક્ષ્મીદાસ, જગદીશભાઈ તથા સુરેશભાઈના ભાઈ તેમજ અંજના સંજયકુમાર અઢીયાના પિતાશ્રી તેમજ રાકેશ, કેતન, કલ્પેશના દાદા યશના નાના તે ઝવેરચંદ હંસરાજ પૂજારા, મોરબીવાળાના જમાઈ તા. ૧ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨ના શુક્રવારે બપોરે ૪ થી ૬ વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સુરેશભાઈ મો.૯૮૭૯૦ ૭૪૨૫૨, કેતનભાઈ - ૯૮૨૫૯ ૪૪૮૪૭, યશભાઈ ૮૮૬૬૧ ૦૧૦૬૯, મો. કલ્પેશભાઈ ૯૯૧૩૬ ૦૫૨૯૩નો સંપર્ક થઈ શકશે.

ભરતકુમાર લખતરીયા

રાજકોટ : વાળંદ ભરતકુમાર બાબુલાલ લખતરીયા (ઉ.વ.૫૮) તે પીન્ટુભાઈ, મનોજભાઈ, ધર્મેશભાઈના પિતા તથા હસમુખભાઈ, સ્વ.રમેશભાઈ, રાજુભાઈ, પ્રફુલભાઈ, સ્વ. અનિલભાઈના મોટાભાઈ તે ધ્રોલ નિવાસી જમનાદાસ ગાંડાલાલ લીંબાણીના જમાઈનું તા.૧ના રોજ રામ ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૩ના શનિવારના રોજ રાખેલ છે.

કોકિલાબેન રૂપાણી

રાજકોટ : કોકીલાબન દિલીપભાઈ રૂપાણી (ઉ.વ.૭૨) તે દિલીપભાઈ જે. રૂપાણી એડવોકેટના ધર્મપત્નિ તેમજ સ્વ.ધીરજબેન તથા સ્વ.જેચંદભાઈ સવચંદભાઈ રૂપાણીના પુત્રવધુ, કેતનભાઈના માતુશ્રી, કોમલબેનના સાસુ, તનીષા અને હિતાર્થીના દાદીમા અને સુદાનવાળા સ્વ. શાંતાબેન તથા સ્વ.ગીરધરલાલ ચત્રભુજભાઈ કોઠારીના પુત્રી તા.૨૮ના સોમવારે અરિહંતશરણ પામલ છે. કેતનભાઈ મો. ૭૬૦૦૦ ૧૩૨૭૬નો સંપર્ક થઈ શકશે.

ઉદયભાઈ વેદ

રાજકોટ : ઉદયભાઈ શરદચંદ્ર વેદ (ઓડીટ કર્મચારી આર.એમ.સી.) તે સ્વ.શરદચંદ્ર અમૃતલાલ વેદના પુત્ર તથા વર્ષાબેનના પતિ અને કર્તવ્ય તથા દર્શિલના પિતા તેમજ પારૂલબેન પ્રવિણકુમાર આસર (રામગંજ મંંડીવાળા)ના ભાઈ તેમજ બાબુલાલ નાથાલાલ પાલેજા (જબલપુર વાળા)ના જમાઈ તા.૩૦ના શ્રીજીચરણ પામેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનિક બેસણું તા.૪ના રવિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કર્તવ્ય વેદ મો.૮૨૦૦૧ ૪૪૩૭૨, દર્શિલ વેદ મો.૭૦૧૬૩ ૬૪૧૪૨નો સંપર્ક થઈ શકશે.

દિનેશભાઈ આડતીયા

રાજકોટ : સ્વ.મણીલાલ ચત્રભુજ આડતીયાના પુત્ર દિનેશકુમાર મણીલાલ આડતીયા અમરેલી નિવાસી હાલ રાજકોટ જે પરેશભાઈના ભાઈ તેમજ ચિ.કરણભાઈના પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૨૯ના થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩ના શનિવારે સાંજે ૪ થી ૬ પારસ કોમ્યુનિટી હોલ નિર્મલા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

શારદાબેન રેણુકા

રાજકોટ : શારદાબેન વજુભાઈ રેણુકા (ઉ.વ.૬૬) તે કમલેશભાઈ, જીતુભાઈ અને હેતલબેનના માતુશ્રી તથા પ્રકાશકુમારના સાસુનું તા.૩૦ના બુધવારે અવસાન થયેલ છે. તેમની દશાવિધિ તા.૧૪ના તેમજ પાણીઢોળ તા.૧૫ના રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું મો.૯૨૨૭૭ ૬૩૦૦૩ / ૯૨૨૮૧ ૧૪૧૭૧ ઉપર રાખવામાં આવ્યુ છે.

સવિતાબેન ચૌહાણ

રાજકોટ : મુળ બોઘરાવદર હાલ પઠવલા નિવાસી સવિતાબેન ચૌહાણ (ઉ.૫૫) તે જગદીશભાઈ ભીમાભાઈ ચૌહાણના ધર્મપત્નિ તેમજ મુકેશભાઈ, ભાવેશભાઈ, સુરેશભાઈ તથા સંજયભાઈના માતુશ્રીનું તા.૧ના ગુરૂવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ના સોમવારે સવારે ૯ થી બપોરે ૧૨ સુધી રાખેલ છે. મો.૯૯૯૮૭ ૮૦૬૬૨ ઉપર સંપર્ક થઈ શકશે.

સરયુબેન જોષી

રાજકોટઃ મુળ ધારી હાલ રાજકોટ મહારાજશ્રી ઓૈદિચ્ય ગોહેલવાડી જયંતભાઇ શાંતિલાલ જોષીના પત્નિ સરયુબેન (ઉ.વ.૬૯) તે કોૈશિકભાઇ, સુનિલભાઇ, વિપુલભાઇ, બીનાબેન કમલેશભાઇ પંડ્યા (જામનગર)ના માતા તથા સ્વ. દિલીપભાઇના ભાભી, વૈભવભાઇના ભાભુ, સ્વ. ભાનુબેન ઠાકર, સ્વ. ચીમનલાલના નાના બહેનનું તા. ૩૦ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે ૪ થી ૬ (મો. ૯૭૧૪૫, ૪૦૩૦૭, ૯૩૭૪૫ ૪૦૩૦૭, ૯૭૧૨૩ ૦૬૮૬૩) રાખેલ છે.

જેન્તીભાઇ છગ

વિસાવદરઃ સ્વ. લાધાભાઇ મુળજીભાઇ છગના પુત્ર જેન્તીભાઇ લાધાભાઇ છગ (ઉ.વ.૬પ) તે સ્વ. હરિભાઇ, સ્વ. પ્રભુદાસભાઇ, સ્વ. હિંમતભાઇ, સ્વ. શાંતીભાઇના ભાઇ તા. ૧ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૩ શનિવારના ૪ થી ૬ રાખેલ છે. આશિષભાઇ છગ મો. ૯૮ર૪પ ૮૦૩૧૧ મો. ૯૪ર૭૯ ર૮ર૮૦

કનકભાઇ ઘઘડા

અમરેલી : સોનવડીયા વાળા હાલ રાજકોટ નિવાસી પરજીયા સોની કનકભાઇ જમનાદાસભાઇ ઘઘડા (ઉ.વ.પ૩) (શૈલેષભાઇ) તે મીત અને ઇશાના પિતાશ્રી તથા માનસી અને ધવલના કાકાનું તા. ૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. પના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૭૪૦પ૬ ૦૧૯ર૯, મો. ૮૯૮૦ર ૩૧૪૪૦

કમલેશભાઇ હિરાણી

રાજકોટઃ કોટડા સાંગાણી નિવાસી વાણંંદ કમલેશભાઇ ધીરુભાઇ હિરાણી (ઉ.વ.૫૨)નું તા.૩૦ને બુધવારે અવસાન થયેલ છે. તે રાજનભાઇ તથા હેમાંગભાઇના પિતાશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૨ને શુક્રવારે  સવારે ૯ થી સાંજના ૬ સુધી સ્થળઃ કોઠારીયા રોડ, શીવપાર્ક શેરી નં.૧, મો. ૯૩૨૭૪ ૮૮૧૧૮ પર રાખેલ છે.

હરીલાલ જોષી

રાજકોટઃ ચા.મ.મો. બ્રાહ્મણ મુળ ધુનડા (ખાનપર) હાલ રાજકોટ જોષી હરીલાલ ચુનીલાલ (ઉ.વ.૮૭) તે જીતેન્દ્ર હરીલાલ જોષી (પોસ્ટ ઓફીસ) તથા મીનાબેન, મીતાબેન, જયશ્રીબેન, કલ્પનાબેનના પિતાશ્રી તેમજ હિંમતલાલ ચુનીલાલ જોષીના મોટાભાઇ તથા અશોકભાઇ બકુલભાઇ, નીતીનભાઇના ભાઇજી તેમજ સાગર જોષી, ખુશ્બુ જોષીના દાદાશ્રીનું તા.૧ને ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિને કારણે સદગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ને શનિવારના રોજ સાંજે ૪ થી  ૬ કલાક દરમિયાન રાખેલ છે. જીતેન્દ્રભાઇ જોષી ૯૮૭૯૬૩૭૧૦૪, ૮૮૪૯૬૬૧૪૯૫, અશોકભાઇ જોષી ૯૮૨૪૮૫૮૮૬૫, બકુલભાઇ જોષી ૭૫૬૭૦ ૫૨૦૫૬ સરનામુ : શ્રીનાથદ્વારા પાર્ક, બ્લોક નં. ૬૫, શેરી નં.૪, ભગવતી હોલ પાછળ ૨- રેલનગર, રાજકોટ

રમેશભાઇ કામદાર

રાજકોટઃ જેતપુર નિવાસી હાલ મુંબઇ રમેશભાઇ જયંતિલાલ કામદાર (ઉ.વ.૭૩) તે પરેશભાઇ તથા સંદીપભાઇના પિતાશ્રી ધ્રુતિ, પખ્ખી તથા યશના દાદા પ્રભાબેન પ્રભાશંકર વોરા, સોલાપુરના જમાઇ, ગોંડલ સંપ્રદાયના શ્રી ધીરજમુનિના પૂ. સુશીલાબાઇ સ્વામીના સંસારીભાઇ તથા પ્રવિણભાઇ સી.કામદાર (રીટા ઓફીસર યુનિયન બેંક) ના ભાઇ તા.૨૯ના રોજ મુંબઇ મુકામે અરિહંત શરણ પામેલ છે.

  • ડોનાલ્ડ ટ્રમ્પ તથા મેલાનિયા ટ્રમ્પ જલ્દી સાજા થઇ જાય તેવી શુભેચ્છા : કોવિદ -19 સંક્રમિત ટ્રમ્પ દંપત્તિને તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન તથા પત્ની જિલ એ શુભેચ્છા પાઠવી : તમારી તંદુરસ્તી માટે અમે પ્રાર્થના ચાલુ રાખશું access_time 7:15 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :મૃત્યુઆંક 1 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 79,705 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 64,71,665 થઇ :હાલમાં 9,44,967 એક્ટિવ કેસ :વધુ 78,248 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 54,24,901 રિકવર થયા :વધુ 1069 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 1,00,873 થયો access_time 12:42 am IST

  • તમે માલિક નહીં પણ પ્રજાના સેવક છો : હિંદુઓ રાત્રે સ્ત્રીનો અગ્નિ સંસ્કાર નથી કરતા : પરિવારજનોને પીડિતાના અંતિમ દર્શન પણ ન કરવા દીધા : ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર સામે કેજરીવાલના વાક્બાણ access_time 7:29 pm IST