Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022
પ્રજાપતિ જીણાભાઇ ગોંડલિયાનું અવસાનઃ સોમવારે બેસણુ

રાજકોટ :. વાવડી નિવાસી હાલ રાજકોટ જીણાભાઇ ભુટાભાઇ ગોંડલીયા (ઉ.વ.૭૩) તે મુકેશભાઇ, જગદીશભાઇ, પ્રવિણભાઇ તથા ભરતભાઇના પિતાશ્રી તથા મોહનભાઇ, સ્‍વ. હરીશભાઇ, તથા શાંતિભાઇના ભાઇનું આજે શનિવારે અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું સોમવારે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન એલ-૧-૪૯ રૂરલ હાઉસીંગ બોર્ડ, એ. જી. સોસાયટી પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

રાજેન્‍દ્ર રોડવેઝવાળા નિલકંઠભાઇ મિશ્રાનું અવસાન : સોમવારે બેસણું

રાજકોટ : રાજેન્‍દ્ર રોડવેઝ અને ઓરીયન્‍ટ મેઇલ સ્‍પીડ ટ્રાન્‍સપોર્ટ એજન્‍સીવાળા નિલકંઠભાઇ બલભદ્રભાઇ મિશ્રા (બચુબાપા) (ઉ.વ.૭૭) તે રાજેન્‍દ્રભાઇ મિશ્રા (મો.૮૮૪૯૫ ૨૦૯૪૬) ના પિતાશ્રી તેમજ ઉપાસનાબેન મિશ્રાના સસરા તેમજ ઉન્નતિ મિશ્રાના દાદાનું તા. ૬ ના શનિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૮ ના સોમવારે સાંજે ૪ થી પ શ્રમજીવી સોસાયટી કોમ્‍યુનીટી હોલ, શિવાની હોસ્‍પિટલની સામે, ઢેબરરોડ રાજકોટ ખાતે રાખેલ છે.  

 

અવસાન નોંધ

મધુરીબેન પંચોલી

રાજકોટઃ મધુરીબેન ચંદ્રકાંતભાઈ પંચોલી,ઉ.વર્ષ ૮૮ તે કેતન પંચોલી(સેન્‍ટ્રલ બેંક) અને દક્ષાબેન મહેશભાઈ જાનીના માતા, સ્‍વ.વસંતભાઈ રાવલ, પ્રદીપભાઈ રાવલ, મંજુલાબેન પાઠક તથા કોકિલાબેન યાજ્ઞિકના બહેન, મહેશભાઈ જાની (નિવેદિતા સ્‍કૂલ)  તથા ઉર્વશીના સાસુ અને કુનાલના દાદીનું તા.૫ના શુક્રવારે કોરોનાને કારણે અવસાન થયેલ છે.  ટેલિફોનિક બેસણું: તા.૮ને સોમવારે બપોરે ૪ થી ૬ સુધી રાખેલ છે.

દયાબેન સરપદડીયા

રાજકોટઃ દયાબેન કેશવદાસ સરપદડીયા તે જગદીશભાઈ સરપદડીયાા તથા જીતુભાઈ સરપદડીયાના માતુશ્રી તા.૩૧ રવિવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તા.૭ રવિવારના રોજ તેમના નિવાસસ્‍થાને સંત ભોજન, ભંડારો તથા સંતવાણી રાખેલ છે. સ્‍થળ- મવડી રોડ, નવલનગર-૯, રાજકોટ. જગદીશભાઈ મો.૯૮૨૪૨ ૪૪૦૩૩, જીતુભાઈ મો.૯૮૨૪૨ ૯૮૮૨૬

પ્રજ્ઞાબેન મણીઆર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્‍વ.ઇશ્‍વરલાલ મણીલાલ મણીઆરના પુત્રવધુ પ્રજ્ઞાબેન મુકુંદભાઇ મણીઆર તા.૫ના શ્રીજી ચરણ પામેલ છે. જે જયેન્‍દ્રભાઇ અમૃતલાલ આશરા, જામનગરના દિકરી, દિવ્‍યેશભાઇ તથા દેવાંશુભાઇના માતૃશ્રીની પ્રાર્થના સભા આજે તા.૬ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ ખાતે રાખેલ છે.

હેંમતલાલભાઇ પંડયા

રાજકોટ - નથુ તુલસી ઔદિચ્‍ય ગોહિલવાડી, બ્રાહ્મણ હેમતલાલ ભાઇશંકર પંડયા (ઉ.વ.૯૧)નું તા.૫ના અવસાન થયુ છે તે સ્‍વ.લલીતાગૌરીના પતિ, જીતેન્‍દ્રકુમાર તથા માલતીબેનના પિતા, હર્ષાબેન - રમેશકુમારના સસરા, ધિમંતા, હિમા અને વિરાજના દાદા, સ્‍વ.ખીમજીભાઇ જોષીના જમાઇનું અવસાન થયુ છે બેસણું: તા.૬ના સાંજે ૪ થી ૫ શ્રી અનંતજી વડનગરા નાગર બોર્ડીગ, વિરાણી હાઇસ્‍કૂલ સામે, ટાગોર રોડ ખાતે રાખેલ છે.

કાંતિભાઇ રોશનીયા

ગોંડલઃ કાંતિભાઈ મોહનભાઈ રોશનીયા તે હંસાબેન (તાલુકા પંચાયત, ગોંડલ)ના પતિશ્રી તથા કુનાલભાઈ, ધારાબેન અનામિકભાઈ વિઠલાણી (રાજકોટ) કિર્તીબેન અશોકભાઈ તન્ના (અમદાવાદ)ના પિતાશ્રી અશ્વિનભાઈ (એડવોકેટ, ગોંડલ) મહેન્‍દ્રભાઈ (રાજકોટ) ડો. પ્રફુલભાઈ (અમરેલી) સ્‍વ. રશિકભાઈ (વડીયા), શાંતિભાઈ (વડીયા), હિતેન્‍દ્રભાઈ(અમદાવાદ) ભારતીબેન, જયોતીબેન એમ કારીયા (રાજકોટ), ગં.સ્‍વ રમાબેન ગીરધરલાલ બુદ્ધદેવ (ગોંડલ)ના ભાઈનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. બેસણું: તા.૬ને શનિવારે સાંજે ૪ થી ૫ શ્રી લોહાણા મહાજનવાડી ૬- મહાદેવવાડી ગોંડલ મુકામે રાખેલ છે.

જયસુખભાઇ પાબારી

ઉપલેટાઃ મોટી પાનેલી નિવાસી અને હાલ રાજકોટ સ્‍વ.ગોવિંદજી વિરજીભાઈ પાબારીના પુત્ર સ્‍વ.જયસુખભાઇ (નંદાભાઈ) ઉંમર વર્ષ ૮૨ તેઓ સંજયભાઈ, વિમલભાઈ, હિતાબેન તથા બંસીબેનના પિતાશ્રી તેમજ સ્‍વ.અમૃતલાલ, નટવરલાલ ભરતભાઈ તથા હસમુખભાઈ ના મોટાભાઈનું આજે અવસાન થયેલ છે.

રસીલાબેન વૈષ્‍ણવ

અમરેલી : જુના ઝાંજરીયા નિવાસી મયુરભાઇ મોહનભાઇ વૈષ્‍ણવના પત્‍ની રસીલાબેન (ઉ.વ.૬ર) તે સતિષભાઇના માતુશ્રી તથા મનુભાઇ, ચંદુભાઇના ભાભીનું તા. ૬ ના થયેલ છે. બેસણું તા. ૮ ને સોમવારે સાંજના ૪ થી ૬ તેના નિવાસ સ્‍થાને રાખેલ છે.