Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020
વિસાવદર યાર્ડના ડીરેકટર મનસુખભાઇ ડોબરિયાનું અવસાન

વિસાવદર : નગરપાલિકા તથા તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ અને માર્કેટીંગ યાર્ડના ડિરેકટર, ભાજપના અગ્રણી મનસુખભાઇ ડોબરિયાનું અવસાન થયું છે.

તેઓ સામાજિક, શૈક્ષણિક, રાજકીય, સેવાકીય અનેક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા. તેમના અવસાનના સમાચાર સાંભળી જૂનાગઢ જિલ્લા તથા વિસાવદર તાલુકામાં શોકની લાગણી છવાયેલ  હતી.

માલવીયાનગરના પીએસઆઇ મોહનભાઇ મહેશ્વરીના પિતાશ્રીનું કોરોનાથી અવસાન

રાજકોટઃ સુમારભાઇ વેલજીભાઇ મહેશ્વરી (ઉ.વ.૭૨) તે હેમરાજભાઇ મહેશ્વરી (પીજીવીસીએલ-કચ્છ) તથા મોહનભાઇ એસ. મહેશ્વરી (પીએસઆઇ માલવીયાનગર રાજકોટ શહેર)ના પિતાશ્રીનું તા. ૦૬-૦૯ના કોરોનાને કારણે ગાંધીધામ કચ્છ ખાતે અવસાન થયું છે. હાલના કોરોનાના સંજોગોને ધ્યાને લેતાં સદ્દગતનું ટેલિફોનીક બેસણું (મો.૯૮૭૯૪ ૦૦૫૨૫) રાખેલ છે.

મનસુખભાઈ પાટડીયાનું દુઃખદ અવસાન : સાંજે ટેલિફોનિક બેસણું

રાજકોટ : મનસુખભાઈ છગનભાઇ પાટડીયા (ઉ.વ.૫૫) તે ભીખુભાઈ છગનભાઈ પાટડીયા - ૬૩૫૩૭ ૦૭૧૬૭, પ્રવિણભાઈ છગનભાઈ પાટડીયા - ૯૯૨૫૩ ૭૧૯૩૨, કનકભાઈ છગનભાઈ પાટડીયા - ૯૯૦૪૮ ૯૫૫૬૨ના ભાઈ, તેમજ કૌશિક મનસુખભાઈ પાટડીયા - ૮૨૩૮૩ ૮૩૭૪૩ અને ધવલ મનસુખભાઈ પાટડીયા - ૯૭૧૪૭ ૧૨૪૧૦ના પિતાશ્રી તથા છાયાબેન વિક્રમભાઈના પિતાશ્રી તેમજ વિક્રમભાઈના સસરાનું તા.૬ના દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા / બેસણું બંધ રાખેલ છે. ફકત ટેલિફોનિક વાતચીત રાખેલ છે. તા.૭ને સોમવારે સાંજે ૪ થી ૬. સ્થળ : સંત કબીર રોડ, કનકનગર શેરી નં. ૭, રાજકોટ.

ચેનલના રિપોર્ટર લલિત વ્યાસના મોટા ભાઇ જેન્તીલાલ વ્યાસનું અવસાન

રાજકોટઃ વ્યાસ પરિવારના મોભી જયંતિભાઇ હીરાભાઇ વ્યાસ (ઉ.વ.૬૦)તે મનહરભાઇ રતિલાલ વ્યાસ (અબોટી), લલિતભાઇ રતિલાલ વ્યાસ (રિપોર્ટર-સીટી ન્યુઝ)ના મોટા ભાઇ તથા દિવ્યરાજ મનહરભાઇ અબોટી (કેમેરામેન-મંતવ્ય ન્યુઝ) અને રૂત્વીક મનહરભાઇ અબોટીના મોટાબાપુ તથા દક્ષ લલિતભાઇ અને અમન લલતિભાઇના મોટાબાપુનું તા. ૫-૦૯ના દુઃખદ અવસાન થયું છે. હાલના સંજોગોને ધ્યાને રાખી સદ્દગતનું ટેલિફોનીક બેસણું (મો.૮૦૦૦૯ ૦૦૯૯૦) રાખેલ છે.

શાંતિનાથ દેરાસરના ટ્રસ્ટી કમલેશભાઇ ગઢેચાના પિતાશ્રીનું નિધન

રાજકોટ :.. મુળ ભીમાસર (કચ્છ) હાલ રાજકોટ સ્વ. કાંતિલાલ હીરાચંદ ગઢેચા (ઉ.૭૬) તે સ્વ. હીરાચંદ, સ્વ. સામુબેનના જયેષ્ઠ પુત્ર સ્વ. લીલાવતીબેનના પતિ તે ડો. ભરતભાઇ, કમલેશભાઇ ગઢેચા, હસુબેન રાજેશકુમાર વોરા (સતના), પ્રજ્ઞાબેન ભરતકુમાર દોશી (વડોદરા) ના પિતા તે સ્વ. નીતાબેન, ચંદ્રીકાબેન અને રેશ્માબેનન સસરા તે છગનભાઇ, વનેચંદભાઇ, મુકિતભાઇ, ચંદુભાઇના મોટાભાઇ, સંઘવી મણીલાલભાઇ, વાલજીભાઇ, મુરજીભાઇ મઢુત્રાવાળાના જમાઇ, સ્વ. રાજપારભાઇ, સ્વ. ખુશાલભાઇના ભત્રીજા, વોરા કસ્તુરભાઇ રાજશીભાઇ (બેલાવાળાના ભાણેજ), આકાશ, ભવ્ય, ઇશિતા, હર્ષના દાદા, ઉદય, મોક્ષા, મોનાંગ અને ગૌતમના નાનાનું તા. ૪-૯-ર૦ર૦ શુક્રવારના રોજ અરિહંતશરણ થયું છે. હાલના સંજોગોને અનુલક્ષીને પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. મો. ૯૮રપ૦ ૭૬૪રર

મહાસુખલાલ ભટ્ટનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલિફોનીક બેસણું

રાજકોટઃ મૂળ દાળિયા નિવાસી, હાલ રાજકોટ ઔદિચ્ય સહસ્ત્ર ચીભડિયા બ્રહ્મ સમાજના સ્વ.પ્રભુલાલ જીવરામભાઈ ભટ્ટના પુત્ર મહાસુખલાલ પ્રભુલાલ ભટ્ટ (ઉ.વ.૭૬) તે સ્વ.પ્રવીણભાઈ અને નરેન્દ્રભાઈ ભટ્ટ (વીરપુર જલારામ)ના ભાઈ, ઉપેન્દ્રભાઈ, ધર્મેન્દ્રભાઈ, મીરાબેન કમલેશકુમાર ઠાકર, જયોતિબેન અતુલકુમાર જોશી (ખાંભા), કાજલબેન દીપકકુમાર વ્યાસ (અમરેલી)ના પિતાશ્રી તા.૫ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનિક બેસણું તા.૭ને સોમવારે સવારના ૯ થી ૫ રાખેલ છે. ઉપેન્દ્ર ભટ્ટ મો.૯૪૨૭૭ ૪૮૬૮૭, ધર્મેન્દ્ર ભટ્ટ મો.૯૪૨૭૯ ૬૪૦૨૨

રાજકોટ ઇંટ ઉત્પાદક મંડળના પ્રમુખ બાબુભાઇ ભલસોડનું દુઃખદ અવસાન

રાજકોટ : ઇંટ ઉત્પાદક મંડળ રાજકોટના પ્રમુખ અને ગુર્જર પ્રજાપતિ સમાજના અગ્રણી બાબુભાઇ જીવરાજભાઇ ભલસોડનું તા. ૬ ના રવિવારે કોરોનાથી દુઃખદ અવસાન થયેલ છે. ઇંટ ઉત્પાદકોના પ્રશ્ને અને ગુર્જર પ્રજાપતિઓના સમાજલક્ષી કાર્યક્રમોમાં સદાય સહભાગી બનતા બાબુભાઇના નિધનથી મોટી ખોટ સર્જાઇ છે. બાબુભાઇ તેમની પાછળ ભાઇઓ મનુભાઇ, ભુપતભાઇ, ધર્મપત્નિ રમાબેન અને પુત્ર રાહુલને વિલાપ કરતા છોડી ગયા છે. વર્તમાન કોરોના મહામારીને લઇને ભલસોડ પરિવાર દ્વારા ફકત ટેલીફોનિક બેસણું રાખેલ છે.

અવસાન નોંધ

રાજકોટ મ્યુ. કોર્પોરેશનનાં કર્મચારી દિપકભાઇ દવેનાં માતૃશ્રી જયોત્સનાબેનનું અવસાન

રાજકોટ તા. ૭: ગુજરાતી ઔદિચ્ય સાડા ચારસો બ્રાહ્મણ મૂળ આટકોટ નિવાસી હાલ રાજકોટ નલિનચંદ્ર આર. દવેનાં ધર્મપત્ની જયોત્સનાબેન (ઉ.વ.૭૪) ને પંકજભાઇ, દિપકભાઇ (મેલેરીયા વિભાગ આરએમસી) તથા હર્ષાબેન પંડયા અને ભાવનાબેન પંડયાના માતૃશ્રીનું તા. ૭ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ઘર હોમ કવોન્ટાઇન હોવાથી ટેલીફોનીક બેસણું તા. ૧૦ ને ગુરૂવારે સવારે ૧૦ થી પ રાખેલ છે. દિપકભાઇ દવે-૯૬ર૪૦ ૬૭૯૬૭, પંકજભાઇ દવે-૯૬ર૪૦ ૬૭૧૬૭

પ્રવિણચંદ્ર જોષી

રાજકોટઃ શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ સજનપર, હાલ રાજકોટ નિવાસી પ્રવિણચંદ્ર રતીલાલભાઈ જોષી તે પૃથ્વીરાજભાઈ, દિલિપભાઈ, સ્વ.વિજયાબેન, સ્વ.કુસમબેન, સ્વ.વર્ષાબેન, ગં.સ્વ.કૈલાશબેનના ભાઈ તથા અશોકભાઈ, ભાવેશભાઈ, ભરતભાઈના પિતાશ્રી તથા ચંદ્રેશભાઈ, રાજુભાઈ, નિલમબેન વિજયકુમાર ભટ્ટ (મોરબી)ના ભાઈજી તથા ભેંસદળવાળા બટુકભાઈ રતીભાઈ પંડયા, કિશોરભાઈ રતીભાઈ પંડયાના બનેવીનું તા.૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બન્ને પક્ષનું ટેલિફોનીક બેસણું તા.૧૦ ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૫ કલાકે રાખેલ છે. પૃથ્વીરાજભાઈ મો.૯૮૨૪૨ ૯૧૦૦૨, ભાવેશભાઈ મો.૯૭૨૬૬ ૦૦૪૭૯, અશોકભાઈ મો.૯૫૩૭૪ ૨૫૦૧૨, ભરતભાઈ મો.૯૯૧૩૫ ૪૨૧૫૧, ચંદ્રેશભાઈ મો.૮૦૦૦૦ ૩૦૦૮૫

દિલીપભાઇ ગાદેશા

રાજકોટઃ દેરડી કુંભાજી નિવાસી હાલ રાજકોટ ઠકકર દિલીપભાઇ મંગળજીભાઇ  ગાદેશા (ઉ.વ.૬૦) તે કિશનભાઇનાં પિતાશ્રી, ભરતભાઇના નાનાભાઇ ઉમંગભાઇના કાકા આરવનાં દાદા તે મોહનભાઇ વિઠલદાસ ચાંદ્રાણી (ખજુર પીપળીયા)નાં જમાઇનું અવસાન થયેલ છે. કોરોના સમયને હિસાબે ટેલીફોનીક બેસણું તા.૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રિમલભાઇ કાચા

ઉપલેટા : મુળ વંથલી (સોરઠ) હાલ (મધુરમ) જૂનાગઢ નિવાસી પી.ડી.કાચાના પુત્ર અને તપનભાઇના ભાઇ અને પરીતા, મૈત્રી અને અંજલીના પિતાશ્રી તથા ભરતભાઇ, રિમલભાઇના બનેવી તા. ૫ શનિવારના રોજ અવસાન પામ્યા છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ મો. ૯૬૩૮૧ ૮૯૮૦૪, ૯૯૦૯૨ ૮૭૭૭૯, ૯૮૭૯૧ ૮૦૨૧૨ ઉપર ટેલિફોનીક બેસણું રાખેલ છે.

જયોતિબેન ખરવડ

જામકંડોરણા : મુળ જામકંડોરણા હાલ ધોરાજી નિવાસી બારોટ જયોતિબેન ગોવિંદભાઇ ખરવડ (ઉવ.૬૦) તે સ્વ. ગોવિંદભાઇ મોહનભાઇ ખરવડના પત્ની અને અજયભાઇ ખરવડના માતૃશ્રીનું તા. ૩ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોન બેસણું રાખેલ છે. મો. ૯૦૩૩૫ ૩૦૬૫૭

ધિરજલાલ ઇન્દ્રોડીયા

રાજકોટઃ મુળ રફાળા નિવાસી હાલ રાજકોટ ધીરજલાલ દુર્લભજીભાઇ ઇન્દ્રોડીયા (ઉ.વ.૮૪) જે સ્વર્ગવાસ લલીતાબેન ધીરજલાલ ઇન્દ્રોડીયાના પતિશ્રી જે પ્રવિણભાઇ, પ્રફુલભાઇ, મહેશભાઇ, ડો.અરૂણભાઇના પિતાશ્રી તા. ૪ના શુક્રવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું અમારા નિવાસ સ્થાને રાખેલ છે.

નરભેરામભાઇ કોટેચા

રાજકોટઃ સરપદડ નિવાસી સ્વ. નરશીદાસ  કોટેચાના પુત્ર નરભેરામભાઇ (ઉ.વ.૮૪) તે શશીકાંતભાઇ, સ્વ. ભુપેન્દ્રભાઇના મોટાભાઇ તથા બિપીનભાઇ, મેહુલભાઇ તથા નયનાબેન દિપકકુમાર લુકકા (જામનગર)ના પિતાશ્રી તથા સ્વ. ત્રિભોવનદાસ બેચરભાઇ પોપટના જમાઇ (લતિપર)નું તા.૪નું અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તથા સાદડી તા.૭ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે.

મનહરલાલ દવે

રાજકોટઃ (મુળ ઘુંટુ) હાલ રાજકોટ નિવાસી મનહરલાલ દયાશંકર દવે (ઉ.વ.૮૨) તે હિતેશભાઇ, રાજુભાઇ, લતાબેન, ચંદ્રીકાબેન, કિર્તીબેનના પિતાશ્રી તથા પ્રથમના દાદાનું તા.૪ના રોજ અવસાન થયેલ છેે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

ચંદ્રેશભાઇ મહેતા

રાજકોટઃ મોરબી નિવાસી (હાલ રાજકોટ) ચંદ્રેશભાઇ મનસુખલાલ મહેતા (ઉ.વ.૪૫) તે મનસુખલાલ હિરાલાલ મહેતા તેમજ જસવંતીબેન મનસુખલાલ મહેતાના પુત્ર, રીનાબેનના પતિ, વિધી-નીવના પિતાશ્રી, નીલેશભાઇ (વરૂણ એરકોન), પલ્લવીબેન દિલીપભાઇ પારખે, હિનાબેન ભાવેશભાઇ આર્ચાય, પુનિતાબેન શશીભાઇ બદ્રકીયાના ભાઇનું તા.૫ શનિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૭ને સોમવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૫૪ ૧૭૦૩૩, ૯૯૨૫૩ ૨૬૦૪૬

અરૂણાબેન કાછેલા

રાજકોટઃ સ્વ. અરુણાબેન વિજયભાઇ કાછેેલા (ઉ.વ.૬૫) તે વિજયભાઇ આણંદજીભાઇ કાછેલાના ધર્મપત્નિ દર્શનાબેન વિનોદકુમાર જીમુલીયા, શ્રીનાબેન સંદીપકુમાર ગંઢેચા તથા પાયલબેન પ્રિતેશકુમાર સોનીના માતુશ્રી તેમજ સ્વ. જમનાદાસ જાદવજીભાઇ ખોડાના પુત્રી તથા  સ્વ. જયંતભાઇ, સ્વ. હરીશભાઇ, દિલીપભાઇ, અનિલભાઇ તેમજ ઇન્દુબેન શાંતિલાલ રાજદેવના બહેન અને બિંદી  વિહાન મિથિલના નાનીમાનું તા.૪ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૭ને  સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિજયભાઇ આણંદજીભાઇ કાછેલા મો.૬૩૫૧૬ ૪૨૨૨૪, ૯૪૦૯૭ ૫૬૯૨૦, ૮૭૮૦૧ ૮૨૮૬૬

ભાવિકા પરમાર

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુથાર દરજી ભાવિકા ગૌરવભાઇ પરમાર તે રાજુભાઇ હરીભાઇ પરમારના પુત્રવધુ તથા ગૌરવભાઇ રાજુભાઇ પરમારના પત્નિ તથાક હરેશભાઇ મગનભાઇ પીઠડીયા તથા હેમંતભાઇ મગનભાઇ પીઠડીયાના દિકરી તથા ભાવેશભાઇ હરેશભાઇ પીઠડીયા તથા નૈમીષ હરેશભાઇ પીઠડીયાના બહેન તા.૪ને શુક્રવારના શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની સાદડી તથા બેસણું તા.૭ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. (મોસાળ પક્ષની સાદડી સાથે જ રાખેલ છે.) સરનામું: સોમનાથ રેસીડેન્સી, રંગીલા નવાગામ (આણંદપર) રાજકોટ રાજુભાઇ પરમાર મો.૯૩૨૮૯ ૭૦૬૨૫, મુન્નાભાઇ ૯૮૨૫૬ ૬૮૪૧૮, ભોલાભાઇ ૯૯૦૪૧ ૬૨૨૫૩, મોસાળ હરેશભાઇ  પીઠડીયા ૮૪૦૧૮૯૯૭૦૧, હેમંતભાઇ પીઠડીયા ૯૦૯૯૨૬૧૮૨૧, ભાવેશભાઇ ૯૭૭૩ ૧૮૧૭૧૧, નૈમિશભાઇ ૬૩૫૪૩૯૭૪૪૨

કાંતિભાઇ કામદાર

અમરેલી : કાંતિભાઇ એન. કામદાર જે જયેશભાઇ, રાજુભાઇ કામદારના પિતા તેમજ વિરલભાઇ કામદાર (અ.જી.મ.કા. બેંક -જરખીયા  શાખા)ના દાદાનું તા.પના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું આજે તા. ૭મીએ સોમવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાને ગીરીરાજનગર કો.ઓપરેટીવ સોસાયટી અમરેલી રાખેલ છે.

હરદાસભાઇ સાવલીયા

જેતપુર : મુળવતન લાઠી-કલાપી, હાલ જેતપુર નિવાસી સ્વ. હરદાસભાઇ શંભુભાઇ સાવલીયા (ઉ.૮૧)નું તે અરવિંદભાઇ તથા કીરીટભાઇનાં પિતાશ્રીનું અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૧૦ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અરવિંદભાઇ મો. ૯૮રપ૧ ૮૯૪૪૪, કીરીટભાઇ મો. નં. ૯૮રપ૭ ૭ર૧૪પ

ગાંડુભાઇ ઉમરાળીયા

ગોંડલ : ગાંડુભાઇ વેલજીભાઇ ઉમરાળીયા તે જગદીશભઇના પિતાશ્રી તથા સ્વ. બચુભાઇ, બાબુભાઇ, મોહનભાઇ, ભગવાનજીભાઇના ભાઇનું તા. પ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૭ ને સોમવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. જગદીશભાઇ મો. ૮૭૮૦૬ ૩૩પ૩૪, જીગરભાઇ મો.૮૮૬૬ર ૯ર૮૦૯

મનજીભાઇ સેતા

કેશોદ :  મનજીભાઇ આણંદજીભાઇ સેતા (એ-વન ફર્નીચર વાળા) ઉ.વ.૮૦ તેઓ ભરતભાઇ સેતા તથા રમેશભાઇ સેતાના પિતાશ્રી તેમજ સચિન, કંદર્પ શિવાંગ અને યશના દાદા તા. પ ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણુ તા. ૭ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ભરતભાઇ મો. ૯૮ર૪૩ ૬૩૮૧૭, રમેશભાઇ ૯૯૭૪૬ ૧૬૬૯પ, સચિન ૮૭૦૮પ ૮૪પપ૭, શિવાંગ ૯પ૧૦૦ ૪પ૦૦૭, યશ ૮૬૯૦૦ ૯૯૦૯૦

લલીતાબેન જોષી

મોરબી :.. મુળ લુંટાવદર હાલ મોરબી ચા. મ. મોઢ બ્રાહ્મણ સ્વ. વજેશંકર જેઠાલાલ જોષીના ધર્મપત્ની ગં. સ્વ. લલીતાબેન (ઉ.૯૪) તે કિશોરભાઇ (ન્યુ જેકે કલોક) અને હરેશભાઇ (જેકે કલોક પાર્ટસ) ના માતુશ્રી તા. પ ના રોજ કૈલાષવાસ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક શોક સંદેશ પાઠવવા માટે મો. ૯૮રપર ૬રપપપ અથવા ૯૮રપર રરપ૧૧ ઉપર સંપર્ક કરવો.

છગનભાઇ મેખિયા

ગોંડલ-ગુર્જર ક્ષત્રીય કડીયા ધનજીભાઇ મેખિયા તે ગોવિંદભાઇનાં મોટા ભાઇ આરતીબેન ટાંક, મિતાબેન પરમારનાં પિતાનું તા. પ નાં અવસાન થયું છે. બેસણું તા. ૭ સોમવારના રાખેલ છે.

ચંદ્રીકાબેન કારીયા

કેશોદ : સ્વ. પ્રભુદાસ ડી. કારીયા (શાપુર સોરઠ) ની પુત્રી ચંદ્રીકાબેન (બેબીબેન) ઉ.૬પ તે ભરતભાઇ (નિવૃત આરોગ્ય શાખા) તથા ગીતાબેન ચંદે અને લતાબેન શિંગાળાની બહેન તથા શાંતિલાલ મકનજી દેવાણી (મુંબઇ) ની ભાણેજ તા. ૩ ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનંુ ટેલિફોનિક બેસણું તા. ૭ ને સોમવારના સાંજે ના ૪ થી ૬   ભરતભાઇ મો. ૭૯૯૦૯ ૭૪૯પ૧ પર રાખેલ છે. અન્ય લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રજનીકાંતભાઇ બારભાયા

રાજકોટઃ વાંકાનેરવાળા સોની અમરશી મોતીચંદ બારભાયાના પુત્ર સ્વ. પરસોતમભાઇના મોટા પુત્ર રજનીકાંત (ઉ.વ. ૭૪) તે સ્વ. હસમુખભાઇ, કિર્તીભાઇ, કુસુમબેન અને નિતાબેનના મોટાભાઇ તથા પિયુષના ભાઇજી અને જેતપુરવાળા સોની રામજીભાઇ સુંદરજીભાઇ રાણપરાના જમાઇ, અને લલીતભાઇના બનેવી તા. ૬ ને રવિવારના અવસાન થયેલ છે. સદ્દગતનો લૌકીક વહેવાર બંધ રાખેલ છે.

બાલુભાઈ કામોઠી

રાજકોટઃ નિવાસી બાલુભાઈ રૂડાભાઈ કામોઠી (ઉ.વ.૮૪) તે નયનાબેન, રક્ષાબેન, નરેન્દ્રભાઈ તથા રાજેશભાઈના પિતાશ્રીનું તા.૬ને રવિવારના રોજ શ્રી ગોપાલશરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૭ને સોમવારે, સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાને અમૃત ટેનામેન્ટ બ્લોક નં.૧૩, ભારતીનગર શેરી નં.૪, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

રમીલાબેન મહેતા

મોરબી : ખાનપર નિવાસી હાલ મોરબી સ્વ.શામજીભાઇ દેવશીભાઇ મહેતાના પુત્રવધુ તથા રમણીકલાલ શામજી મહેતાના ધર્મપત્ની રમીલાબેન (ઉ.૮૧) તે મહેશ, નિલેશ, હિતેશ (નિલેશ ટ્રેડીંગ કાું.વાળા), મિતુલાબેન અતુલકુમાર શાહ, મનીષાબેન દિપેશભાઇ શાહ, મીનાબેન પ્રફુલચંદ્ર વોરા, રશ્મી પરિમલભાઇ શેઠના માતૃશ્રી, તેમજ કિરણ, નેહા, જાગૃતિના સાસુ, આકાશ, કોમલ, પાયલ, વિધિ, અમિત, પરિતાના દાદી તેમજ લુટાવદર વાળા લાલચંદ હેમચંદ મહેતાના પુત્રી તા.પ શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સદગતનું ટેલીફોનીક બેસણુ તા.૭ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. મો. ૯૪૨૮૨ ૬૪૯૯૩, ૯૮૨૫૮ ૨૯૯૯૩.

જયંતિભાઇ ડોડીયા

મોટી કુંકાવાવઃ મોટી કુંકાવાવ નિવાસી જયંતિભાઇ બાલુભાઇ ડોડીયા (ઉ.વ.૭૯) તે ચેતનભાઇ, જયેશભાઇ, મનોજભાઇ, જીતેન્દ્રભાઇ, તેમજ લતાબેન મહેશકુમાર પરમાર (રાજકોટ)ના પિતાશ્રીનું તા.પને શનિવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૭ને સોમવારે રાખેલ છે.

કનુભાઇ સેલડીયા

નાજાપુરઃ નાજાપુર નિવાસી (તા. કુંકાવાવ) કનુભાઇ પોપટભાઇ સેલડીયા (ઉ.વ.૬ર) તે ધીરૂભાઇ, મનસુખભાઇ, ત્થા ચંદુભાઇના ભાઇ તેમજ ભરતભાઇ તથા હરેશભાઇના પિતાશ્રીનું તા.પ ને શનિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું ટેલિફોનિક રાખેલ છે.

હિરાબેન કોટક

રાજકોટઃ વી.વી.કોટક પોસ્ટલ કર્મચારીના પત્નિ હિરાબેન કે જેઓ ભુપેન્દ્ર કોટક, કિશોર કોટક, નિમાબેન, ચંદનબેનના ભાભી તથા સુરેશ કોટક, ગિરીશ કોટક, પુજાબેનના માતૃશ્રી તથા સાગર કોટક, કિશન કોટક, ભુમીબેન, મેહુલ કોટક તેમજ ધવલ તથા જુગલના દાદીમાનુ અવસાન તા.૫-૯-૨૦૨૦ શનિવારે થયેલ છે તેમનુ ટેલિફોનીક બેસણું તેમજ સાદડી તા.૭-૯-૨૦૨૦ સોમવારે તેમના નિવાસ સ્થાન ૨, છોટુનગર ખાતે સાંજે પથી૬ના રોજ રાખવામાં આવેલ છે.

અરૂણાબેન કાછેલા

રાજકોટઃ અરૂણાબેન વિજયભાઇ કાછેલા (ઉ.વ.૬પ) તે વિજયભાઇ આણંદજીભાઇ કાછેલાના પત્ની દર્શનાબેન વિનોદકુમાર જીમુલીયા શ્રીનાબેન સંદિપકુમાર ગંઢેચા તથા પાયલબેન પ્રિતેશકુમાર સોનીના માતુશ્રી તેમજ સ્વ.જમનાદાસભાઇ, સ્વ.હરીશભાઇ, દિલીપભાઇ, અનિલભાઇ તેમજ ઇન્દુબેન શાન્તીલાલ રાજદેવના બહેન અને બિન્દી, વિહાન, મિથીલના નાનીમાનું તા.૪ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિજયભાઇ કાછેલા મો. ૬૩પ૧૬૪રરર૪, ૯૪૦૯૭પ૮૯ર૦, ૮૭૮૦૧૮ર૮૬૬

નરેન્દ્રભાઇ પાટડીયા

રાજકોટઃ સ્વ.સોની ગોપાલદાસ કેશવજી પાટડીયાના પુત્ર નરેન્દ્રભાઇ ગોપાલદાસ પાટડીયા તા.પના શ્રીજી ચરણ પામ્યા છે. તે મહેન્દ્રભાઇ તથા તરૂલતાબેનના મોટાભાઇ અને વિમલભાઇ, હેમાલીબેન તથા ભુમિબેનના પિતાશ્રીનું બેસણું આજે તા.૭ના સોમવારે સાંજે ૪ થી ૬ સુધી ટેલીફોનિક બેસણું રાખેલ છે. મો. નં. ૯૭૩૭૧૦૪૧૩પ તથા મો. નં.૯૬ર૪ર૯૧ર૭૭ છે.

કોકીલાબેન સરવૈયા

રાજકોટઃ યુગાન્ડા ટેઇલરવાળા સોરઠીયા દરજી ભીખુભાઇ ધનજીભાઇ સરવૈયાના ધર્મપત્ની કોકીલાબેન ભીખુભાઇ સરવૈયા (ઉ.વ.૬ર) તા.પના શ્રીજી ચરણ પામેલ છે.  તેમનું ટેલીફોનીક બેસણું આજે તા.૭ના સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. અમીતભાઇ સરવૈયા મો. નં. ૯૯રપ૧૧૭૧૧પ અને નેહેલભાઇ સરવૈયા મો. નં. ૮૪૮૭૮૮૬૯૬૯ તથા જયદીપભાઇ મુકેશભાઇ જેઠવા મો. નં. ૬૩પ૪૪૭૭૩૬૧ છે.

અમૃતલાલ ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા અમૃતલાલ કુંવરજીભાઇ ટાંક નિવૃત કર્મચારી, ચેરિટી કમિશ્નર ઓફિસ રાજકોટ તે સ્વ.ગીતાબેનના પતિ તથા ધર્મેશભાઇ, શીતલબેન તથા મનીષાબેનના પિતાશ્રી તથા સ્વ.ગીરધરભાઇના નાનાભાઇ તથા વિનોદરાય, નટવરલાલ કુંવરજી ટાંકના મોટાભાઇ તે પ્રફુલભાઇ, મુકેશભાઇ, રાજુભાઇ તથા સ્વ.તરૂણભાઇ સોલંકીના મોટા બનેવીનું તા.૪ના અવસાન થયેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. મો. નં. ૯૯૧૩૬રપર૦૯ તથા મો. નં. ૯૭રપ૦૪૭૦૦પ , ૯૯૧૩૪ ૯૪૧૭૦ છે.

મુળજીભાઈ મકવાણા

રાજકોટઃ મૂળ કોલીથડ હાલ રાજકોટ નિવાસી મૂળજીભાઈ માલાભાઈ મકવાણા તે દિવંગત ગોરી બહેનના પિત, હમીરભાઈ, દેવશીભાઈના મોટાભાઈ, દિવંગત મંગાભાઈ, દિવંગત જીવાભાઈ (નિવૃત પી.એસ.આઈ., રાજકોટ ગ્રામ્ય), અશોકભાઈ, ગૌરવભાઈ, રાહુલભાઈ, દિવ.પ્રવિણભાઈ, હિરેન, મોહિતના દાદા, ડો.નિરંજ આનંદ, ડો.માનસી આનંદ, રવિ, રાહુલના નાના, જીવાભાઈ ખીમસુરીયા, ગૌતમ આનંદના સસરાનું તા.૬ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું તા.૮ને મંગળવારના રોજ સવારના ૯ થી૧૧, નવયુગપરા શેરીનં.૨ ખાતે રાખેલ છે. અન્ય લૌકિક વ્યવહાર હાલની પરિસ્થિતિને અનુસંધાને બંધ રાખેલ છે.

રમેશચંદ્ર રાજયગુરૂ

રાજકોટઃ રતિલાલ ભાઈશંકર રાજયગુરૂના પુત્ર રમેશચંદ્ર રતિલાલ રાજયગુરૂ (ઉ.વ.૭૯) તે સ્વ.નરેન્દ્રભાઈ, સ્વ.કિશોરભાઈ, સ્વ.રજનીકાંતભાઈ, રાજેન્દ્રભાઈ અને સ્વ.નિર્મળાબેન રાજયગુરૂ, સ્વ.કુસુમબેન જોષીના ભાઈ, નાશા, પરમ અને મહેકના દાદા તા.૭ સોમવારે સ્વર્ગવાસ પામ્યા છે. પ્રર્વતમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તમામ સ્નેહીજનોને ટેલિફોન, વોટસએપ દ્વારા શોક સંદેશ પાઠવવા વિનંતી કરાઈ છે. જલ્પેશ રમેશચંદ્રગ રાજગુરૂ મો.૯૮૨૪૦ ૩૧૬૪૭, ચંદ્રેશ રમેશચંદ્ર રાજગુરૂ મો.૮૩૮૦૦ ૫૧૫૭૬