Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021
નફિસબેન કોટડવાલા વફાત થયાઃ આવતીકાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ નફિસબેન નુરૂદ્દીનભાઈ કોટડાવાલા જે વાંકાનેર મુકામે તા.૮ના રોજ વફાત થયેલ છે. જે સૈફુદ્દીનભાઈ કોટડાવાલા (વાંકાનેર), મુસ્તફાભાઈ કોટડાવાલા (રાજકોટ)ના મા નું ટેલીફોનીક બેસણું હાલના સંજોગ મુજબ શનિવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. સૈફુદ્દીનભાઈ કોટડાવાલા મો.૬૩૫૪૭ ૪૮૧૧૧, મુસ્તફાભાઈ કોટડાવાલા મો.૯૨૨૮૩ ૭૭૧૮૫

જુનાગઢઃ નિવૃત સહાયક માહિતી નિયામક પ્રવીણભાઇ દામાણીનું અવસાનઃ આજે ટેલીફોનીક બેસણું

જુનાગઢઃ નિવૃત સહાયક માહિતી નિયામક પ્રવિણભાઇ રમણલાલ દામાણી (ઉ.વ.૭૭), તે વિનલભાઇ પી.દામાણી (લંડન), પ્રેમલભાઇ પી.દામાણી, જલ્પાબેન રાજુભાઇ સાંગાણી અને ડિમ્પલબેન હિતેશકુમાર શાહના પિતાશ્રી તેમજ ભરતભાઇ આર.દામાણી (રાજકોટ), જીતુભાઇ આર.દામાણી (લંડન) તથા જયોતિબેન પ્રવિણચંદ્ર ગાંધી (લંડન) તેમજ દેવ્યાનીબેન પ્રવિણચંદ્ર જીવાણી (નાગપુર) ના મોટાભાઇનું તા.૮-૪-૨૦૨૧, ગુરૂવારના રોજ દુઃખ અવસાન થયેલ છે.

તેમનું ટેલીફોનીક બેસણું તા.૯-૪-૨૦૨૧, શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે જૂનાગઢ ખાતે રાખેલ છે.

વિધાનસભા સચિવાલયના નિવૃત કર્મચારી શરદભાઈ દવેનું અવસાન

રાજકોટઃ. સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ ચિતલ હાલ ગાંધીનગર શરદભાઈ રતિલાલ દવે (ઉ.વ. ૭૧-નિવૃત કર્મચારી વિધાનસભા સચિવાલય-ગાંધીનગર) તે પ્રવિણાબેન દવેના પતિ તથા નિરવ અને ગુંજનના પિતાશ્રી તથા ધર્મિષ્ઠાબેન અને મોનાલીબેનના સસરા તેમજ કનુભાઈ દવે (રાજકોટ)ના મોટાભાઈ તથા અશ્વિનભાઈ દવેના કાકાનું તા. ૭ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૯ને શુક્રવારે રાખેલ છે. (મો. ૯૫૩૭૮ ૯૪૫૫૧)

સૂકી ખેતવાડી કૃષિ યુનિવર્સીટીના નિવૃત ચંદ્રકાંતભાઈ પંડયાનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ, મૂળ લાઠી હાલ રાજકોટ નિવાસી કૃષ્ણલાલ ભીખાલાલ પંડ્યા અને મનોરમાબેનના સુપુત્ર તથા જેન્તીલાલ ભટ્ટ (અમદાવાદ)ના જમાઇ ચંદ્રકાંતભાઇ કે. પંડ્યા (નિવૃત-સૂકી ખેતવાડી કૃષિ  યુનિવર્સીટી) (ઉં.વ. ૬૫ ) તે કામિનીબેનના પતિ તેમજ રિધ્ધીના પિતા અને કેવલ મુકુંદભાઇ પંડ્યા (ગાંધીનગર)ના સસરા તેમજ જીતેન્દ્રભાઇ, કીર્તિભાઇના નાના ભાઇ તથા યશવંતભાઇ, જયવંતભાઇ નરેશભાઇ, સ્વ. વિષ્ણુભાઇ, હરેશભાઇ, અક્ષયભાઇ , તથા વર્ષોબેન કિરીટકુમાર ભટ્ટના મોટા ભાઇનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૨ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. જીતેન્દ્રભાઇ , કીર્તિભાઇ અને કામિનીબેનને મો. ૯૪૨૮૪ ૬૬૧૯૫ , મો.૯૮૨૫૨ ૭૯૮૯૬ , મો.૯૪૨૯૫ ૬૨૭૯૮

અવસાન નોંધ

ખંભાળિયા પાલિકા સદસ્ય મહેશભાઈના દાદીમાનું ૧૦૨ વર્ષની વયે અવસાન

ખંભાળિયાઃ લોહાણા ગં.સ્વ. ગંગાબેન પ્રભુદાસ રાડીયા (ઉ.વ. ૧૦૨) તે શશીકાંતભાઈ (નિવૃત શિક્ષક), સ્વ. જેન્તીભાઈ, કિશોરભાઈ (જામનગર)ના માતુશ્રી તથા મહેશભાઈ રાડીયા (પાલિકા સદસ્ય), જલ્પેશ (આઈડીયા કંપની), મિલન સાવન, નીતા અને દીપાલીના દાદીનું તા. ૮ના રોજ અવસાન થયુ છે. ટેલિફોનિક ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી તા. ૯ સાંજે ૪ થી ૫ રાખવામાં આવી છે. શશીકાંતભાઈ, કિશોરભાઈ (મો. ૮૧૪૦૮ ૦૪૨૦૦), મહેશભાઈ (મો. ૯૯૭૮૪ ૪૬૬૫૬), જલ્પેશભાઈ (મો. ૯૮૯૮૯ ૮૦૧૯૮), મિલનભાઈ (મો. ૯૮૭૯૯ ૮૪૮૪૧) છે.

કુસુમબેન પોપટનું અવસાનઃ કાલે ટેલિફોનીક બેસણું અને સાદડી

રાજકોટઃ મુળ કાલાવડના ખરેડીના વતની હાલ રાજકોટ કુસુમબેન આર્યેન્દ્રભાઇ પોપટ તે આર્યેન્દ્રભાઇ હિમતલાલ પોપટના ધર્મપત્નિ, કેતનભાઇ પોપટના માતુશ્રી અને સ્વ. બાવાલાલ ગોરધનદાસ જોબનપુત્રાના સુપત્રી તેમજ બકુલભાઇ જોબનપુત્રાના બહેન તા. ૮/૪ના શ્રીજીચરણ પામ્યા છે. કોરોના મહામારીને કારણે લોૈકિક ક્રિયા બંધ રાખવામાં આવી છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧૦ના શનિવારે સાંજે ૪ થી ૬ (કેતન પોપટ ૭૩૫૯૩ ૬૨૬૬૫, મહેશભાઇ-૯૯૨૪૮ ૪૩૫૩૫, બકુલભાઇ-૯૨૬૫૬ ૫૮૯૯૮) રાખેલ છે.

ઇશ્વરલાલ વ્યાસ

રાજકોટ : સલડી નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ઈશ્વરલાલ ઓધવજી ભાઈ વ્યાસ (ઉ.વ.૭૩) તે ગૌ.વા. મુખ્યાજી ઓધવજી ભાઈ કાનજીભાઈ વ્યાસના નાના દિકરા અને ગૌ.વા. મુખ્યાજી રમણીકલાલ તથા ગૌ.વા. વલ્લભજીભાઈ અને લાભશંકરભાઈ અને મનહરલાલ ઓધવજીભાઈ વ્યાસના ભાઈ તેમજ કેયુલભાઈના પિતા અને રિધમ અને સ્મિતના દાદાનું તા. ૮/૦૪/૨૦૨૧ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમની અંતિમયાત્રા તા. ૯/૦૪/૨૦૨૧ને શુક્રવારે સવારે ૮ વાગ્યે સલડી મુકામે રાખેલ છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સરકારી ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૦ને શનિવારે સવારે ૮ થી સાંજે ૬  કેયુલભાઈ વ્યાસ મો. ૯૮૭૯૧૨૩૭૩૬, અશોકભાઈ વ્યાસ મો.૯૭૨૪૬ ૨૫૦૯૫, પ્રકાશભાઈ વ્યાસ મો.૯૯૭૪૦ ૪૬૫૪૪,  બ્રિજેશભાઈ વ્યાસ મો.૮૩૨૦૫ ૨૮૪૮૮.

પ્રવિણભાઇ દેસાઇ

રાજકોટ : પ્રવિણભાઇ રામપ્રસાદ દેસાઇ, તે પ્રેરણા અશોકસિંહા અને દેવાંગીના પિતાશ્રી તથા રીરીના નાનાશ્રીનું તારીખ. ૮/૪/૨૦૨૧ ગુરૂવારના રોજ નિધન થયું છે. સમસ્ત લૌકિક ક્રિયા જેમ કે ટેલીફોનીક તથા રૂબરૂ ખરખરો હાલના સંજોગોના હિંસાબે સદંતર બંધ રાખેલ છે.

મોહનભાઇ ટાંક

રાજકોટ : શ્રી ગુર્જર ક્ષત્રિ કડિયા સમાજ મુળ : માણેકપર હાલ રાજકોટ નિવાસી મોહનભાઇ મુળજીભાઇ ટાંક (ઉ.વ. ૭૫)નું તા. ૮ના અવસાન થયેલ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પ્રાર્થના સભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મુકતાબેન મોહનભાઇ ટાંક ૯૮૯૮૩ ૨૫૫૧૨.

ઐલેષભાઈ ગાંધી

રાજકોટઃ મોરબી નિવાસી ઐલેષભાઈ (ઉ.વ.૫૪) તે સ્વ.વસંતબેન અને સ્વ.રમણીકલાલ મોહનલાલ ગાંધીના પુત્ર તે અનિલભાઈ, ડો.બીપીનભાઈ, રેખાબેન જયોતિન્દ્રકુમાર પારેખ, તરૂલતાબેન રજનીકુમાર મહેતા, મીનાબેન પ્રમોદકુમાર શાહ અને ચેતનાબેન રાજેન્દ્રકુમાર જસાણીના ભાઈ અને આયુષના પિતાશ્રી, સ્વ.મીનાબેન અને સ્વ.પ્રાણલાલ (લાલુભાઈ ટંકારાવાળા) હેમંતલાલ મહેતાના જમાઈ તા.૭ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું બંને પક્ષનું તા.૯ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ડોલીબેન ઠાર

રાજકોટઃ મોઢ વણીક સ્વ.કાંતિલાલ પ્રેમચંદ ઠાર (દીવ વાળા)ના પુત્ર સ્વ.દેવેન્દ્ર કાંતિલાલ ઠાર (બીઓઆઈ) વાળા હાલ રાજકોટ અને ગં.સ્વ.જયશ્રીબેનના પુત્રવધુ તથા શિલ્પેશભાઈ અને મેઘાબહેન (ગ્રિષા કન્સલ્ટન્સી સર્વિસીસ) તથા ફાલ્ગુની જિજ્ઞેશ શેઠના ભાભી, તેમજ ગૌરાંગભાઈના ધર્મપત્ની ડોલી (ઉ.વ.૩૫) તે વિમલકાંત તથા દિનસુતાબેન શાહ (મુંબઈ)ના ભત્રીજાવહુ, જીનલના માતુશ્રી તા.૮ના રોજ વૈકુંઠવાસ પામેલ છે. હાલના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી શોક સંદેશા ફોન દ્વારા પાઠવવાનું રાખેલ છે.મો.૯૩૨૭૪ ૫૪૫૫૨

પ્રભાબેન પાણખાણીયા

રાજકોટઃ પ્રભાબેન નટવરલાલ પાણખાણીયા તે નટવરલાલ વી. પાણખાણીયાના પત્ની તથા મીલનભાઈ તથા આનંદભાઈના માતુશ્રીનું તા.૮ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. નટવરલાલ વી.પાણખાણીયા મો.૯૪૨૮૮ ૯૨૩૮૬, મીલનભાઈ એન.પાણખાણીયા મો.૯૧૭૩૭ ૩૩૩૩૯, આનંદભાઈ એન.પાણખાણીયા મો.૯૧૭૩૩ ૧૦૦૦૩

નગીનદાસ પારેખ

રાજકોટઃ લોધીકા નિવાસી હાલ રાજકોટ નગીનદાસ (કાકુભાઈ) ઝવેરચંદ પારેખ તે નયનાબેનના પતિ તથા સ્વ.ઈશ્વરલાલ તથા સ્વ.પ્રભુદાસભાઈના નાનાભાઈ તેમજ બાવચંદ રાયચંદ દોશી જેતપુરવાળાના જમાઈ તા.૭ બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે. ં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૯ને શુક્રવાર, સાંજે ૪ થી ૫ રાખેલ છે. હર્ષદભાઈ મો.૯૪૦૮૨ ૦૭૧૯૯, જયેશભાઈ મો.૯૮૨૫૦ ૭૮૭૧૧

ભરતભાઈ કોઠારી

રાજકોટઃ સ્વ.ભરતાભાઈ ત્રંબકલાલ કોઠારી (ખાખરાળા વાળા) તે રમાબેન ત્રંબકલાલ કોઠારીના પુત્ર, મણિલાલ મગનલાલ શાહના જમાઈ, વિલાસબેનના પતિ, તેજલબેન (અમદાવાદ), અર્પિતાબેન (જામનગર) તથા આદિતભાઈના પિતાશ્રી, રીમ્પલબેનના સસરા, માહિરના દાદા, લબ્ધિ તથા હર્ષિના નાના, તરૂબેન (મોરબી), જયશ્રીબેન (રાજકોટ), બીનાબેન (રાજકોટ), ચેતનાબેન (જામનગર)ના મોટાભાઈ તા.૮ ગુરૂવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૯ શુક્રવારે રાખેલ છે. મો.૯૦૧૬૦ ૮૯૮૯૦, મો.૯૮૨૪૩ ૯૨૫૮૩

શશીકાંતભાઈ જોષી

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ (મુળ મહિકા, હાલ રાજકોગટ ગોકુલધામ નિવાસી) સ્વ.જટાશંકર જોષીના નાના પુત્ર શશીકાંતભાઈ જોષી (જીવન બેંક) (ઉ.વ.૬૬) તે ગૌરવભાઈ (એકસન વેર), કાર્તિકભાઈ (ડી.એન.કાસ્ટીક)ના પિતાશ્રી, હેમાંગ અને ભાર્ગવના દાદા, સ્વ.પ્રવિણચંદ્ર, સ્વ.ચમનલાલ તથા ગીરીશભાઈના નાનાભાઈ, અનસુયાબેન ભટ્ટ તેમજ સાવિત્રીબેન જોષીના ભાઈ તથા હિરેનભાઈ, કૌશિકભાઈ, ભાવેશભાઈ, દિપકભાઈ, અતુલભાઈ, સંજયભાઈ  તથા ધર્મેશભાઈના કાકા તેમજ રસીકભાઈ મહેતા (જામનગર)ના બનેવીનું તા.૭ બુધવારના રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૨ સોમવારના રોજ રાખેલ છે. ગૌરવભાઈ જોષી મો.૯૪૨૮૦ ૦૩૦૧૫, કાર્તિકભાઈ જોષી મો.૯૪૨૭૨ ૧૪૭૨૪

વનેચંદભાઈ આડેસરા

રાજકોટઃ સોની સ્વ.પરસોતમભાઈ જીવાભાઈ આડેસરા (મુળ મોરબી હાલ રાજકોટ- જીવાભાઈ મુળજીભાઈ વાળા)ના પુત્ર વનેચંદભાઈ (ઉ.વ.૭૫) તે રાજેશભાઈ, સંગીતાબેન, હિતાબેન, ક્રિષ્નાબેનના પિતા તે જયંતિભાઈ, વિનોદભાઈના મોટાભાઈ તથા મિત અને ધૈર્યના દાદા તે ઝવેરી પોપટભાઈ પ્રાગજીભાઈ વાળા ગિરધરભાઈના જમાઈનું તા.૮ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.તેમનું ટેલીફોનીક બેસણું તા.૯ને શુક્રવારે, સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રાજેશભાઈ મો.૯૮૨૫૩ ૧૪૨૨૫, વિનોદભાઈ મો.૯૪૨૮૨ ૬૭૩૪૪, જયંતિભાઈ મો.૯૩૭૭૪ ૩૩૫૬૦

જસ્મીનભાઈ ત્રાંબડીયા

રાજકોટઃ અ.ની.જસ્મીનભાઈ કેશવલાલ ત્રાંબડીયાનું તા.૮ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની સ્થીતિને અનુલક્ષી ટેલીફોનીક બેસણું રાખેલ છે.

ત્રિવેણીબેન ઉપાધ્યાય

રાજકોટ : સ્વ.ત્રિવેણીબેન નટવરલાલ ઉપાધ્યાય - મોરબીવાળા (ઉ.વ.૮૭) તે વિનોદભાઇ, વિરેન્દ્રભાઈ, મહેશભાઈ, હિતેષભાઈ, તથા વીણાબેન દિલીપકુમાર જોષી, ભાવનાબેન ભરતકુમાર પંડ્યાના માતુશ્રી તા. ૮ના ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૦ને શનિવારના રોજ બપોરે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે. મો. ૯૯૦૯૪૦૧૨૫૫, ૯૮૨૫૦ ૭૪૪૧૧, ૯૪૨૮૩ ૪૪૮૮૬.

હંસાબેન મહેતા

રાજકોટ : સ્વ.હંસાબેન મયાશંકર મહેતા (નિવૃત કાઠીયાવાડ બાલાશ્રમ) તે સ્વ.ચંદ્રકાંતભાઈ (ભાવનગર), સ્વ.મહેન્દ્રભાઈ (નિવૃત એસઆરપી ગ્રુપ બી), રમેશભાઈ (નિવૃત - ગર્વ.પ્રેસ)ના મોટાબેન તથા મેહુલભાઈ (શિવમ ફાસ્ટ ફૂડ) અને ઓજસ (નાયબ ઓડીટર લોકલ ફંડ)ના ફૈબાનું તા. ૯ના શુક્રવારના રોજ અવસાન થયેલ છે.

અમૃતલાલ ભેંસાણીયા

રાજકોટઃ અ.નિ. અમૃતલાલ જીવરાજભાઇ ભેંસાણીયા (ઉ.વર્ષ ૬પ)નું તા. ૯ના દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને સદગત બેસણું અને લૌકિક ક્રિયા રાખેલ નથી. વિમલભાઇ ભેંસાણીયા-૯૪ર૬૯ ૭૯૮૪ર, અમિતનભાઇ ભેંસાણીયા-૯૬૬ર૮ ૦૧૮૬૬, ચુનિલાલ ભેંસાણીયા-૯૪ર૭ર પ૪૧૦૮, વ્રજલાલ ભેંસાણીયા-૯૪૦૯૧ રપ૦૭પ, હાર્દિકભાઇ ભેંસાણીયા-૯૦૩૩૦ ૮૮૦૯ર, રાજેશભાઇ ભેંસાણીયા, ગવરાંગભાઇ ભેંસાણીયા

અરૂણાબેન સોઢા

રાજકોટઃ જામજોધપુર નિવાસી સ્વ. અરૂણાબેન અરૂણકુમાર સોઢા (નિવૃત પીજીવીસીએલ-જામજોધપુર) તે અરૂણકુમાર રતીલાલ સોઢાનાં ધર્મપત્નિ તેમજ હાર્દિક સોઢા (એસ.બી.આઇ.) તથા મિતેષ સોઢાનાં માતુશ્રી તા. ૭નાં રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૯ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. મો. ૯૯૯૮૯ ૧૬૩૩૭

દિપ્તીબેન મહેતા

રાજકોટઃ દિપ્તીબેન ધર્મેશભાઇ મહેતા (ઉ.વ. ૩૯) તે ધર્મેશભાઇ જીતેન્દ્રભાઇ મહેતા ધર્મપત્ની, તે રાજકોટ નિવાસી ગં.સ્વ. નિતાબેન જીતેન્દ્રભાઇ મહેતાના પુત્રવધુ, તે ફાલ્ગુની દિપેનભાઇ મહેતાના દેરાણી, તે રિસા તથા ત્રિસાના માતુશ્રી તે પોંડીચેરી નિવાસી ઉષાબેન પિયુષભાઇ ઉચાટના સુપુત્રી તે જગદિશભાઇ ઉચાટના નાના બહેનનું તા. ૭ ને બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૯ શુક્રવારના સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. દિપેનભાઇ મહેતા મો. ૯ર૬પ૮ ૦પ૯પ૯ પિયૂષભાઇ ઉચાટ મો. ૯૪૪૩પ ૦૦૧પપ ફાલ્ગુની મહેતા મો. ૮૭૮૦૬ ૦૯૦૬૮

રજબઅલી ભારમલ

રાજકોટઃ રજબઅલી અકબરઅલી ભારમલ (ઉ.વ. ૮૩) તે શીરીનબેન પટેલના શૌહર અને શબ્બીરભાઇ, હોજેહાભાઇ અને જુમાનાબેન (મોરબી), અને બાવાજી અને શબ્બીરભાઇ (મોરબી)ના સસરા ગુજરી ગયા છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૧૦નાં બપોરે ૪ થી પ રાખેલ છે. મો. ૯૮૭૯પ ર૧૦પર તથા મો. ૯૮ર૪૬ ૧૦૪૭૩

દિલીપકુમાર ત્રિવેદી

રાજકોટઃ નિવાસી શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ દીલીપકુમાર મનસુખલાલ ત્રિવેદી બહુમાળી ભવન સિંચાઇ વિભાગના નિવૃત કર્મચારી તે મીનાબેનના પતિ તથા ધૈર્ય અને ધ્રુવિના પિતા તે ડો. રશ્મીકાન્ત ત્રિવેદી સીરીશ ત્રિવેદીનાં ભાઇ તા. ૮ના કૈલાષવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૦ના શનિવારે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૯૪ર૮૧ પ૮૧૯૬ મો. નં. ૯૭ર૭૧ પ૦૦પર, મો. નં. ૯૪૦૯૦ ૧૪૩રર છે.

રંજનબેન જોશી

રાજકોટઃ ઔદીચ્ય ખરેડી બ્રાહ્મણ રંજનબેન મણીશંકરભાઇ જોશી (ઉ.વ. ૮૪) (નિવૃત શિક્ષિકા) તે સુરેશભાઇ યુ. દવે (જીલ્લા પંચાયત)ના માતા તથા વીણાબેન દવે (નિવૃત શિક્ષિકા) ના સાસુનું તા. ૭ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૦ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૭૩પ૯૯ ૮૮૧રર, ૯૯ર૪૩ ર૪૬૧પ, ૮૧૪૦૮ ૮૮૦૮૮

વસંતભાઇ સોલંકી

મોરબીઃ ગુમાનસિંગ ગોવિંદસિંગ સોલંકીના પુત્ર વસંતભાઇ (ભીખાભાઇ) તે દિલીપભાઇ તથા કનુભાઇ તથા નલીનભાઇ તથા ચંદ્રકાન્તભાઇના નાનાભાઇ તે મિલનભાઇ તથા અવનીબેનના પિતા તેમજ મુન્નાભાઇ, ચકુભાઇ, મોહિતભાઇ, રવિભાઇ, આકાશભાઇ, નિખીલભાઇના કાકાનું તા. ૭મીએ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૯ ને શુક્રવારના રોજ ટેલિફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૯૭૮૬ ૪પ૪૦૭ મો. ૭ર૦૩૮ ૭ર૦રપ

શાંતાબેન ગાદોયા

રાજકોટઃ દ.સો.વ. શાંતાબેન તલકચંદભાઈ ગાદોયા (ઉ.વ. ૯૫) તે મનહરભાઈ, વિમલભાઈ, નવીનભાઈ, હર્ષદભાઈ તથા તરૂબેન અરવિંદકુમાર ઝવેરી, ભારતીબેન શરદકુમાર મુંજીયાસરાના માતુશ્રી તથા પ્રભુદાસ વીરજીભાઈ ધોળકીયાના બહેન અને દિપ્તી, રાકેશ, માધવી, ધવલ, અંજલી, પૂજા, વિનીતના દાદી તા. ૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક ઉઠમણુ તા. ૧૨-૪ સોમવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. લૌકીકક્રિયા બંધ રાખેલ છે.

રમેશચંદ્ર વ્યાસ

જેતપુરઃ રમેશચંદ્ર રમણિકલાલ વ્યાસ (ઉ.વ. ૬૭) તે અશ્વિનભાઈ (પ્રોડયુસર, માહિતી ખાતુ ગાંધીનગર), સતિષભાઈ (નવાગઢ)ના મોટાભાઈ તથા સૌરભભાઈ (જીઈબી જેતપુર) અને યોગિતાબેન સુધીરકુમાર (રાજકોટ)ના પિતાશ્રીનું તા. ૮ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૧૦ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન એસ.કુમાર રેસિડેન્સી, સી-૭ જેતપુર ખાતે રાખવામાં આવેલ છે.

રમાબેન નિમાવત

જોડીયાઃ રમાબેન નરોત્તમદાસ નિમાવત (ઉ.વ.૭૫) (ગામ-બાદનપર, હાલ કેશિયા) તે સ્વ. નરોત્તદાસ મગનલાલ નિમાવતના પત્નિ તથા હર્ષદભાઇ નરોતમદાસ નિમાવત તથા દિપકભાઇ નરોતમદાસ નિમાવત તથા શ્રીમતી શર્મિલાબેન રસિકલાલ રામાવત તથા ગં. સ્વ.મનીષાબેન વિજયકુમાર નિમાવતના માતા તથા ઋષિ તથા મહર્ષિના દાદીમા તે સ્વ.નટવરલાલ મગનલાલ નિમાવતના નાના વહુ તથા સ્વ. અજીતરાય મગનલાલ નિમાવત તથા દિલીપભાઇ મગનલાલ નિમાવતના ભાભી તા.૮ ફાગણ વદ બારસને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. કોરોનાની મહામારીના કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧૨ને સોમવાર સાંજે ૪ થી ૫ રાખેલ છે. હર્ષદભાઇ નિમાવતઃ મો.૯૩૭૭૧ ૩૯૭૯૪, ૭૩૫૯૫ ૪૬૪૪૫

પ્રવિણચંદ્ર પંડયા

મોરબીઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ (ગામોટા) પ્રવીણચંદ્ર જેઠાલાલ પંડયા પાલીતાણા (ઉ.વ.૬૬) તે સ્વ. પુષ્પાબેન રજનીકાંત પંડયા (મુંબઇ), સ્વ. હર્ષદરાય જે.પંડયા તથા સુરેશચંદ્ર જે. પંડયા (પાલીતાણા)ના નાના ભાઇ તથા મેેહુલભાઇ, સચિનભાઇનાં પિતાશ્રી, સ્વ.સુખદેવભાઇ મયારામભાઇ પંડયા (મોરબી)નાં જમાઇનું તા.૭ બુધવારના રોજ અવાસન થયેલ છે. વર્તમાન કોરોના મહામારીનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓશ્રીનું ટેલીફોનિક બેસણું તા.૯ને શુક્રવારના રોજ સવારે ૯ થી સાંજના ૫ સુધી રાખેલ છે.

દમયંતીબેન રાધુરા

મોરબીઃ સ્વ.ઠા.ધનજીભાઇ અમરશીભાઇ રાઘુરાના પુત્ર સ્વ.વસંતલાલ ધનજીભાઇ રાઘુરાના ધર્મપત્નિ દમયંતીબેન  વસંતલાલ રાઘુરા તે ગંગારામભાઇ દેવચંદભાઇ કક્કડના પુત્રી તથા હિતેશકુમાર તથા હરીશભાઇ અને ભારતીબેન અશોકકુમાર પુજારા તથા નીલાબેન બીપીનકુમાર મૃગના માતૃશ્રી તા.૭ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તા.૯ શુક્રવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે.

અબ્બાસભાઇ માસ્તર

મોરબીઃ અબ્બાસભાઇ તૈયબઅલી માસ્તર તે ફખરૂદીનભાઇના ભાઇ હુસેનભાઇ, અલીભાઇ, રોશનભાઇ તથા સકીનાબેન હીરા (રાજકોટ)ના બાવાજી મોરબી મુકામે ગુજરી ગયા છે તેના ઝીયારતના સીપારા તા.૨૭મી શાબાન શુક્રવાર અં.તા. તા.૯ના રોજ રાજમહેલમાં મોરબી મુકામે રાખેલ છે મો.૮૪૦૧૬ ૩૩૮૮૧, ૯૯૭૯૪ ૭૩૧૧૦

સંજયભાઇ ડાંગર

મોરબીઃ સંજયભાઇ દેવાભાઇ ડાંગર (ઉ.વ.૪૩) તે પાર્થભાઇના પિતાશ્રી તથા નાગદાનભાઇ અને ઉગાભાઇના ભાણેજ અને સતિષભાઇ નાગદાનભાઇના બનેવીનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતીને લઇને સદગતનું ટેલીફોનીક બેસણું મો.૯૭૩૭૨ ૩૬૬૨૮, ૯૨૭૭૪ ૫૫૮૪૭, ૯૨૭૭૪ ૦૦૩૪૭, ૯૭૨૭૧ ૧૪૦૪૦ રાખેલ છે.

પ્રેમજીભાઇ બરાસરા

મોરબીઃ મોરબી નિવાસી પ્રેમજીભાઇ નાનજીભાઇ બરાસરા (ઉ.વ.૮૨) તે અવચરભાઇ (મો.૯૯૨૫૭ ૨૬૦૨૨), રમેશભાઇ દિનેશભાઇ (મો.૯૮૨૫૫ ૫૩૪૨૯) અને મહેશભાઇ (મો.૯૮૨૫૧ ૭૩૦૧૫) અને મહેશભાઇ (મો.૯૮૨૫૧ ૭૩૦૧૫) ના પિતાશ્રી તેમજ સંદિપભાઇ દિવ્યેશભાઇ અને મનોજભાઇના દાદા તા.૭ના રોજ અવસાન પામેલ છે. વર્તમાન સ્થિતીને ધ્યાને લઇને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૯ને શુક્રવારે રાખેલ છે (લૌકિક પ્રથા બંધ રાખેલ છે)