Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021
જય જાગનાથ બુક સ્ટોલવાળા છગનલાલ અઢીયાનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ કરાંચી વાળા છગનલાલ ધારશીભાઇ અઢીયા (ઉ.વ.૯૦) (ન્યુઝ પેપર એજન્ટ) (જય જાગનાથ બુક સ્ટોલ) તે સ્વ. સુરેશભાઇ, પંકજભાઇ, હર્ષાબેન, દિવ્યાબેન, કિરણબેન, હિનાબેનના પિતાશ્રી તથા કરાંચીવાળા સ્વ. મેઘજીભાઇ વીરજીભાઇ ઠકરારના જમાઇ તા.૧૧ શુક્રવારના શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક ઉઠમણું તેમજ સસરાપક્ષની સાદડી તા.૧૪ને સોમવારના સાંજે ૫ થી ૬ રાખેલ છે. પંકજભાઇ ૯૬૧૮૫ ૭૧૦૧૭, ભાર્ગવભાઇ ૯૪૨૮૫ ૨૯૮૪૬

અવસાન નોંધ

શારદાબેન જાદવાણી

રાજકોટઃ ગુર્જર સુથાર મુળ ગામ પુના દેવળીયા હાલ મોરબી તે હર્ષદભાઇ હરજીવનભાઈ જાદવાણીના ધર્મપત્નિ તથા કેશવલાલ મહાદેવ ભાલારાના પુત્રી શારદાબેન હર્ષદભાઈ જાદવાણી (ઉ.વ.૫૬) જે વિજયભાઈ જાદવાણી, અંકિતભાઈ જાદવાણી, તૃપ્તિબેન જીજ્ઞેશભાઈ બદ્રકીયા (વડોદરા)ના માતુશ્રીનું તા.૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૪ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

નરોતમભાઈ રાઠોડ

રાજકોટઃ નરોતમભાઈ અમરશીભાઈ રાઠોડ (ઉ.વ.૬૩) તે વિમલભાઈ તથા ધર્મેશ (જીગો)ના પિતાનું શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૪ સોમવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. વિમલભાઈ મો.૮૧૬૦૩ ૭૮૮૫૭, ધર્મેશભાઈ મો.૯૮૨૪૮ ૩૮૩૨૦

ચેતનભાઇ કકકડ

વેરાવળ : ચેતનભાઇ હરસુખભાઇ કકકડ (ઉ.વ.૪પ), (કકકડ મીઠાઇવાળા) તે અશોકભાઇ, મનોજભાઇ, સ્વ. ચનુભાઇના ભાઇ તેમજ ચિરાગ, વંશના પિતાશ્રી તેમજ રીનાબેન કલ્પેશકુમાર જસાણી (વીરપુર), પલ્લવીબેન વિમલકુમાર રાજાણી (જુનાગઢ), નિતાબેન (વેરાવળ)ના ભાઇ તથા પ્રતિક, ધર્મીન, માનવના કાકા તેમજ અશોકભાઇ રૂપારેલીયાના જમાઇનું તા. ૧૧ ના રોજ અવસાન થયેલ છે.

હર્ષદભાઈ વિઠલાણી

રાજકોટઃ સ્વ.ગીરધરલાલ ભીમજીભાઈ વિઠલાણીનાં પુત્ર હર્ષદભાઈ (ઉ.વ.૭૫) તે હિતેષભાઈ તથા સેજલબેનનાં પિતાશ્રી તથા સ્વ.મંજુલાબેન, રમાબેન, હંસાબેન, સુર્યકાંતભાઈ, સ્વ.વિનુભાઈ, સ્વ.અનીલભાઈ, સ્વ.દિનેશભાઈનાં નાનાભાઈ તેમજ ઉમાબેન વોરા, પંકજભાઈનાં મોટાભાઈ તા.૧૧ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૨ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

કનૈયાલાલ ઝીંઝુવાડીયા

રાજકોટઃ સ્વ.નરસીદાસ મોહનલાલ ઝીંઝુવાડીયાના પુત્ર કનૈયાલાલ નરસીદાસ ઝીંઝુવાડીયા તે સ્વ.ભગવાનજીભાઈ, સ્વ.મનસુખભાઈના નાનાભાઈ તથા જયસુખભાઈના મોટાભાઈ, ચંદ્રેશભાઈ, બિનાબેન, મનિષાબેન, દિપાબેનના પિતાશ્રી આકાશ તથા હેમાંશીના દાદા ટંકારાવાળા ડુંગરશીભાઈ છગનલાલ પારેખના જમાઈ તા.૧૧ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ શનિવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. જયસુખભાઈ મો.૯૭૨૩૩ ૭૪૬૦૦, ચંદ્રેશભાઈ મો.૯૪૨૮૨ ૫૦૪૮૯

ભુપેન્દ્રભાઈ ગાંધી

રાજકોટઃ મોઢ વણિક ભુપેન્દ્રભાઈ છગનલાલ ગાંધી (ઉ.વ.૮૭) તે જયેશભાઈ તથા કલાબેનના પિતા તેમજ મોનિલ તથા ચાર્મીના દાદા અને મુકુંદભાઈ, ડો.તારાબેન ભદ્રેશભાઈ, સ્વ.દેવીદાસભાઈ, પિયુષભાઈ, ગિરીશભાઈ, ભરતભાઈના મોટાભાઈનું દુઃખદ અવસાન તા.૧૧ને શુક્રવારના રોજ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૪ના સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

મંછાબેન શીશાંગીયા

રાજકોટઃ સ્વ.મંછાબેન રામજીભાઈ શીશાંગીયા (ઉ.વ.૭૦) તે ધીરજલાલ પરષોત્તમ માંડવીયાના પત્નિ તથા સ્વ.મનસુખભાઈ, સ્વ.જેન્તીભાઈ, નવનીતભાઈ, નરેન્દ્રભાઈ (ભટ્ટાભાઈ), પ્રકાશભાઈ તથા ભારતીબેન મહાસુખભાઈ હિરાણીના બહેનનું તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છેે ટેલીફોનીક બેસણું તા.૧૨ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નોંધ- લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો.૯૩૭૭૬ ૫૬૫૬૬, મો.૯૮૯૮૭ ૬૦૭૬૦, મો.૯૯૭૯૮ ૭૯૯૯૩

ભાર્ગવભાઇ પંડયા

જામ-ખંભાળીયાઃ ઔ.ઝાલાવાડી બ્રાહમણ ભાર્ગવભાઇ, જીતેન્દ્રભાઇ પંડયા (ઉ.વ.૨૫) તે જીતુભાઇ ઇન્દુભાઇ પંડયા (કો.કો.બેંક)નાં પુત્ર તે જગુભાઇ ઇન્દુલાલ પંડયા તથા શ્રી અતુલભાઇ ઇન્દુભાઇ પંડયાનાં ભત્રીજા તથા શશીકાંત જેન્તીલાલ વ્યાસ(નાનડીયાના)ભાણેજનું તા.૧૦મીએ અવસાન થયેલ છે.

જલ્પાબેન સવજીયાણી

રાજકોટઃ કરિયાણા (બાબરા)ના ઠા.સ્વ.મનહરલાલ દયાળજીભાઇ વસાણીની દીકરી સ્વ.જલ્પાબેન નીતિનકુમાર સવજીયાણી (રાજકોટ)તે પરેશભાઇ વિપુલભાઇના મોટા બેન અને મોહિત અને પ્રિયાના માતૃશ્રીનું તા.૧૧ને શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક પિયર પક્ષની સાદડી તા.૧૪ને સોમવારે ૪ થી ૬ પરેશભાઇ મો.૭૩૮૩૮ ૧૦૦૦૦ વિપુલભાઇ મો.૭૪૦૫૭ ૧૯૯૯૯ રાખેલ છે.

ફખરૂદીનભાઈ ત્રવાડી

જસદણઃ અમરેલી નિવાસી દાઉદી વ્હોરા ફખરૂદીનભાઈ મુસાજીભાઈ ત્રવાડી ઉર્ફે કાકા (ઉ.વ.૮૪) તે હુસૈનભાઈ, મુસ્લિમભાઈ, રજીયાબેન (લાઠી), શબનમબેન (વેરાવળ)ના પિતા તેમજ બદરૂદીનભાઈ, ફાતેમાબેન (પાલીતાણા)ના ભાઈ તા. ૧૧ શુક્રવારના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે. મર્હુમની જિયારત (કુરાનખ્વાની) તા. ૧૩ રવિવારે બપોરે ૧૨.૩૦ કલાકે ઓનલાઈન રાખેલ છે. શોક સંદેશા માટે હુસૈનભાઈ મો. ૮૭૫૮૬ ૯૮૭૯૮, મો. ૯૯૦૯૩ ૯૬૫૫૧, મો. ૯૯૨૪૦ ૧૪૩૫૨