Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020
વિસાવદર તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કરશનભાઈ વાડોદરિયાનાં માતૃશ્રીનુ નિધન

વિસાવદર, તા. ૧ર :  તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કરશનભાઈ વાડોદરિયાનાં માતૃશ્રી તથા જૂનાગઢ જિલ્લા પંચાયતનાં સદસ્ય ચંદ્રિકાબેન વાડોદરિયાનાં સાસુ સાકરબેન નારણભાઈ વાડોદરિયા (ઉ.વ.૮૦)નુ આજરોજ તા.૧૨નાં રોજ અવસાન થયેલ છે.વર્તમાન કોરોના મહામારીને ધ્યાને લઈ બપોરે ૨ કલાકે સ્મશાનયાત્રા માત્ર મુંડીયા રાવણી ગામલોકો પુરતી સીમીત રાખેલ છે.

ભીલ જ્ઞાતિના મેઘરાજભાઇ વાઘેલાનું દુઃખદ અવસાન : સોમવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ભીલ જ્ઞાતિના મેઘરાજભાઇ છગનલાલ વાઘેલા (ઉ.વ.૭૬) નું તા.૧૧ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૪ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનીષભાઇ મેઘરાજભાઇ વાઘેલા (૯૯૯૮૨૨૭૫૦૩), અશ્વિનભાઇ મેઘરાજભાઇ વાઘેલા (૮૯૮૦૦ ૯૮૭૭૦), અનિરૂધ્ધભાઇ મનિષભાઇ વાઘેલા (૭૪૦૫૦ ૭૭૭૬૮)

વિસાવદર પંથકનાં જૂની પેઢીનાં વરિષ્ઠ અગ્રણી સમાજ શ્રેષ્ઠી ડો. જયંતભાઇ પરીખનું નિધન

વિસાવદર : સમગ્ર વિસાવદર પંથકમાં જૂની પેઢીનાં વરિષ્ઠ અગ્રણી સમાજ શ્રેષ્ઠી તરીકેનું ઉમદા સ્થાન ધરાવતા લોહાણા મહાજન વિસાવદરનાં પૂર્વ પ્રમુખ, અંધ વિદ્યાર્થી ભુવન - ગર્લ્સ હાઇસ્કુલ-દેવમણી કોલેજ સહિતની વિવિધ સંસ્થાઓનાં અગ્રેસર ટ્રસ્ટી ડો. જયંતભાઇ પરીખનું ભાવનગર ખાતે નિધન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગયેલ હતી. તેઓ સ્વ. ડો. ધીરૂભાઇના લઘુબંધુ દિપકભાઇ (રાજકોટ), રાજૂભાઇ (ભાવનગર), મેહુલભાઇ (અમેરિકા), સ્વ. ડો. રાહુલભાઇ (વિસાવદર) તેમજ વંદનાબેન રાજેશભાઇ તૈલી (રાજકોટ), કલ્પનાબેન મહેશભાઇ વસાણી (ભાવનગર)નાં પિતાશ્રી થતા હતાં. વર્તમાન કોરોના મહામારીને ધ્યાને લઇ ટેલીફોનિક બેસણુ આજે તા. ૧ર નાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (દિપક પરીખ મો. ૯૪ર૮૦ પ૦૮૮૦) રાજેશ પરીખ મો. ૯૮ર૪ર ર૦૧૮પ)

એલઆઇસી એજન્ટ નટુભાઇ પુજારાનું અવસાનઃ સોમવારે ટેલીફોનિક બેસણુ

રાજકોટ : નટવરલાલ તુલસીભાઇ પુજારા (એલઆઇસી એજન્ટ) (ઉ.૬પ) તેઓ સ્વ. વિનુભાઇ, દિનુભાઇના નાના ભાઇ તથા વિવેક, લીના અને જયોતિના પિતાશ્રીનું તા. ૧ર ના અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૪ ના સોમવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૮ર૪પ રપ૩૩૭) તથા પિયર પક્ષની સાદડી (મો. ૯૦૩૩૯ ૯૯૯૮૮) સાથે રાખેલ છે. વર્તમાન સંજોગોના કારણે લૌકિક વ્યવહાર બંધ છે.

જયજિનેન્દ્ર આરાધના ભવન રાજકોટના નિર્માતા હસમુખભાઇ મહેતા અરિહંત શરણ પામ્યા

અમરેલી : અમરેલી નિવાસી હાલ ઘાટકોપર હસમુખભાઇ માવજીભાઇ મહેતા જે ગોંડલ સંપ્રદાયના અધ્યાત્મયોગિની પૂ. સૂર્ય-વિજય મહાસતીજીના સંસારી બંધુ અને જયજિનેન્દ્ર આરાધના ભવન-રાજકોટના નિર્માતા ૮૪ વર્ષની વયે જયેષ્ઠ પુત્ર તુષારના મુખે નવકારમંત્રીનું શ્રવણ કરતા તા.૧૧ના અરિહંત શરણ પામ્યા છે. ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. જશરાજજી મ.સા., પૂ.શ્રી ધીરજમુનિ મ.સા. તથા પૂ. ભાનુબાઇ મ.સ.એ સદ્ગતની વૈયાવચ્ચની ઉત્તમ ભાવનાને બિરદાવી ગુણાંજલિ અર્પણ કરેલ.  

રાજુલાના કાઠી ક્ષત્રીય સમાજના દિલુભાઇ ધાખડાનું અવસાન

રાજૂલા : જેના પૂર્વ જોએ રાજુલાના તોરણ વર્ષો પહેલા બાધ્યા છે તેવા કાઠી-ક્ષત્રીય સમાજના ભાણબાપુ ધાખડા પરિવારના સ્વ. બચુભાઇ ભાણબાપુ ધાખડાના પુત્ર દિલુભાઇ  બચુભાઇ ધાખડા ઉ.પ૬ નું તા. ૧૦ ગુરૂવારના રોજ હાર્ટ એટેકથી અવસાન થતા સમ્રગ બાબરીયાવાડ કાઠી ક્ષત્રીય સમાજમાં શોકની લાગણી ફેલાય ગઇ હતી. આ પરિવારના પુત્રોએ ત્રણ ત્રણ પેઢીથી રાજૂલા નગરપંચાયત, નગરપાલિકાનું સુકાન સર્વાનુમતે સ્વીકારી શહેરના સર્વાંગી વિકાસમાં જેનું મોટુ યોગદાન છે  તેવા પરિવારના અને અજયભાઇ ધાખડાના પિતાશ્રી અને બાબાભાઇ બચુભાઇ ધાખડા મો. ૯૯૦૪૦ ૬રર૬૩, આણંદુભાઇ ધાખડા મો. ૯૪ર૭૪ ર૮૩૬૬, પ્રતાપભાઇ ધાખડા મો. ૯૯૯૮૮ ૮પ૭૧૭, અશોકભાઇ ધાખડા મો. ૯૮ર૪૬ ૯૩૭૧૬, અજયભાઇ ધાખડા મો. ૯૮ર૪ર ૯૩પપર ના પિતાજીનું વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ટેલીફોનિક બેસણુ રાખેલ છે. સ્વ. દિલુભાઇ ધાખડાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સોશ્યલ ડીસ્ટન જાળવી તમામ સમાજના આગેવાનો જોડાયા હતાં.

જસદણઃ વિદ્યા વિહાર હાઇસ્કુલના નિવૃત પ્રિન્સીપાલ ઇજ્જતલાલ જીવાણીનું અવસાન

જસદણ : દશા મોઢ માંડલિયા વણિક ઇજ્જતલાલ ચુનીલાલ જીવાણી (ઉ.૯૪), નિવૃત પ્રિન્સીપાલ વિદ્યા વિહાર હાઇસ્કુલ રાજકોટ, તે કૌશિકભાઇ (જસદણ) તથા ડો. જલદીપભાઇ (ભાવનગર), સ્વ. જોસનાબેન પિયુષભાઇ ધારૈયા (મુંબઇ), સરોજબેન રોહિતભાઇ શાહ (અમદાવાદ), મીનાબેન પ્રવિણભાઇ દોશી (રાજકોટ), લીલાબેન નીતિનભાઇ કોઠારી (અમદાવાદ) ના પિતાશ્રી તેમજ પ્રિયંકાબેન, કિંજલભાઇ, આકાશ અને સોહમના દાદાનું તા. ૯ ના રોજ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે. મો. નં. ૯૪ર૬પ ૩૦૪૬ર

અવસાન નોંધ

ઉના તાલુકા બ્રાહ્મણ કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ હેમેન્દ્રભાઇનું અવસાન

ઉના : સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ હેમેન્દ્રભાઇ અમૃતલાલ દેસાઇ (ઉ.વ.૬૩) ઉના તાલુકા બ્રહ્મ કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ, તે સ્વ. અમૃતલાલ માવજીભાઇ દેશાઇના પુત્ર સ્વ. નવીનભાઇ (જુનાગઢ), રમેશભાઇ (રાજકોટ), સ્વ. વીણાબેન કેશવલાલ જોશી (પાલીતાણા/ વડોદરા), ચંપાબેન ચંદ્રકાન્તભાઇ જોશી (અમદાવાદ), શોભનાબેન ભુપતરાય ઠાકર (ઉના), સુધાબેન દેસાઇ (ઉના)ના ભાઇ તથા સ્વ.રાજેશભાઇ નવીનચંદ્ર દેસાઇના કાકા તથા ગૌતમરાય મોહનલાલ પંડયા (રાજુલા)ના જમાઇ તા. ૧૦ના કૈલાસવાસી થયા છે. ટેલિફોનિક બેસણું સાદડી તા. ૧૪ સોમવારે બપોરે ૩થી ૬, રમેશભાઇ (મો. ૯૧૦૬૬ ૩૯૦પ૮), વંદનાબેન (૯૮૯૮પ ૯૬૪૮૪)

રસિકભાઈ પાટડીઆ

રાજકોટઃ સોની ઠાકરશીભાઈ હિરાચંદભાઈ પાટડીઆનાં પુત્ર રસિકભાઈ ઠાકરશીભાઈ પાટડીઆ (ઉ.વ.૮૩) તે જમનભાઈ, જયસુખભાઈ, સ્વ.હરેન્દ્રભાઈનાં મોટાભાઈ તથા હાર્દિક, મીનાબેન, રાજશ્રીબેન, દર્શનાબેન, બિંદુબેન, ભારતીબેન, હિનાબેનનાં પિતાશ્રી તથા રૂષભ, કૃણાલનાં દાદા તથા જમનાદાસ નારણજીભાઈ રાણપરાનાં જમાઈ તથા સ્વ.નટુભાઈ, સ્વ.જયંતિભાઈનાં બનેવી તા.૧૧ શુક્રવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રંજનબેન સમૈયા

રાજકોટઃ સ્વ.જેન્તીભાઈ પિતાંબરદાસ સમૈયાના ધર્મપત્ની રંજનબેન (ઉ.વ.૭૦) તે ભાવેશભાઈ, સતીષભાઈ તથા હીનાબેન વલ્લભકુમાર તથા ભારતીબેન દિપકકુમાર વિઠ્ઠલાણીના માતુશ્રી તે હસમુખભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ તથા મહેશભાઈ કોટેચાના બહેનનું તા.૧૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સતિષભાઈ મો.૯૭૨૭૪ ૨૫૩૭૭, ભાવેશભાઈ મો.૯૯૯૮૫ ૫૩૬૯૧

ઉમેશભાઈ ઝીંઝુવાડીયા

રાજકોટઃ સ્વ.પાનાચંદ લક્ષ્મીચંદ ઝીંઝુવાડીયાના પુત્ર ઉમેશભાઈ (ઉ.વ.૫૮) તે અનુપચંદભાઈ તથા હરકિશનભાઈનાં નાનાભાઈ અને જીજ્ઞેશભાઈ તથા વર્ષાબેનનાં પિતાશ્રી તા.૧૧ને શુક્રવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.હરકિશનભાઈ મો.૯૯૦૪૭ ૫૧૫૦૦, જીજ્ઞેશભાઈ મો.૬૩૫૬૩ ૨૧૮૫૧

બિહારીદાસ વૈષ્ણવ

રાજકોટઃ બિહારીદાસ વશરામદાસ વૈષ્ણવ (ઉ.વ.૭૧) તે પંકજભાઈના પિતાશ્રીનું તા.૧૧ શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૪ને સોમવાર ટેલીફોનીક બેસણું રાજલક્ષ્મી સોસાયટી કોઠારીયા રોડ, મો.૯૭૧૪૫ ૧૫૩૨૦

નટવરસિંહ ભટ્ટી

રાજકોટઃ કારડીયા રાજપૂત નટવરસિંહ મોહનભાઈ રાજપૂત નટવરસિંહ મોહનભાઈ ભટ્ટી (ઉ.વ.૭૧) તે સ્વ.જોરસિંહ ભટ્ટી અને મુકેશભાઈના મોટાભાઈ તથા વિપુલભાઈના પિતાશ્રી તથા તુષાર ભટ્ટી અને પંકજ ભટ્ટીના મોટાબાપુનું તા.૧૨ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું મો.૯૮૨૪૫ ૧૧૮૬૬ / ૯૮૯૮૨ ૩૦૦૩૧/ ૮૧૬૦૩ ૭૨૫૭૪ પર રાખેલ છે.

દીપકકુમાર કકકડ

રાજકોટઃ સ્વ.ગિરધરલાલ ગોકળદાસના પુત્ર જેનિષભાઈ, માનસીબેનના પિતાશ્રી તેમજ તરૂલાબેન તથા કિરણબેનના ભાઈ તથા કુવાડવા નિવાસી ભીંડોરા મથુરાદાસ ગોપાલભાઈના જમાઈ દીપકકુમાર ગિરધરલાલ કકકડ તા.૧૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તથા સાદડી તા.૧૨ના સાંજે ૪ થી ૫ પડધરી મુકામે રાખેલ છે.

દિપકભાઈ પારેખ

રાજકોટઃ મુળી નિવાસી, હાલ રાજકોટ દિપકભાઈ ઈશ્વરલાલ પારેખ (ઉ.વ.૬૩) (પારેખ વોચ કાું. અને સમય વાળા) તે સ્વ.ઝવેરીબેન તથા ઈશ્વરલાલ જેઠાલાલ પારેખના પુત્ર, નીતાબેનનાં પતિ તેમજ વિધિ રોનક શાહ અને સલોની નિલેષ કાનાણીનાં પિતાશ્રી તેમજ જીતેન્દ્રભાઈ, ભાનુબેન સુરેશભાઈ તુરખીયા, રેખાબેન વિક્રમભાઈ શાહ અને ઈલાબેન ખીમજીભાઈ કામદારનાં નાનાભાઈ તેમજ નટુભાઈ, કાંતિભાઈનાં ભત્રીજા તથા ઝવેરચંદભાઈ કાંતિલાલ ચુડગર (સુરેન્દ્રનગરવાળા, હાલ- અમદાવાદ)નાં જમાઈ તથા ભરતભાઈ અને ભાવેશભાઈનાં બનેવી તા.૨૫ના અરિહંતશરણ પામેલ છે.

લલીતાબેન નિમાવત

રાજકોટઃ નિવાસી લલીતાબેન વિષ્ણુપ્રસાદ નિમાવત તે સ્વ.નિર્મળભાઈ વી.નિમાવત તથા રેખાબેન કે.વૈષ્ણવ (ધ્રોલ) તથા નિર્મલાબેન એમ. વૈષ્ણવસ્વામી નિકાવા તથા સુરેશભાઈ વી.નિમાવતના માતુશ્રી તા.૧૧ને શુક્રવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૪ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુરેશભાઈ વી. નિમાવત મો.૯૫૮૬૫ ૩૧૦૮૩ / ૭૯૯૦૨ ૦૦૪૬૪, વર્ષાબેન એસ.નિમાવત મો.૯૮૭૯૪ ૪૭૮૮૩

હસમુખભાઈ રાઠોડ

રાજકોટઃ સોરઠીયા રાજપૂત સ્વ.બચુભાઈ જીવાભાઈ રાઠોડ નિવૃત જીઈબીના પુત્ર હસમુખભાઈ બચુભાઈ રાઠોડ, નિવૃત જીલ્લા પંચાયત મોરબી, તે સ્વ.પોપટભાઈ બચુભાઈ રાઠોડ નિવૃત જીઈબી, તેમજ બાબુભાઈ બચુભાઈ રાઠોડ નિવૃત જીઈબીના નાનાભાઈ તેમજ ઉમેશભાઈ બચુભાઈ રાઠોડ નિવૃત જીઈબી તેમજ વિનયભાઈ બચુભાઈ રાઠોડના મોટાભાઈ તેમજ ડો.શશાંક હસમુખભાઈ રાઠોડના પિતાશ્રી, તેમજ વેરાવળ નિવાસી સ્વ.કાનજીભાઈ રણમલભાઈ સરવૈયા નિવૃત રેલ્વેના જમાઈનું તા.૧૦ને ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૪ને સોમવારે બપોરે ૪ થી ૬ તેમના નવા નિવાસસ્થાને ગાંધીનગર શેરી નં.૪, અમથીબા હાઈસ્કુલ સામે, ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે રાખેલ છે.

વિનોદભાઇ રાજા

રાજકોટઃ નિવાસી હાલ (બરોડા) સ્વ. વ્રજલાલ વી રાજાના જયેષ્ઠ પુત્ર, રાજેશ્રીબેનના પતિ વિનોદભાઇ રાજા (ઉ.વ.૬૭) તે ચંદ્રીકાબેન લલીતભાઇ વસાણી, સ્વ. મુકુન્દભાઇ રાજા, મધુબેન પ્રવીણભાઇ માસરાણી, નલીનીબેન રમેશભાઇ ગણાત્રા, રોહીણીબેન કિશોરભાઇ કારીયાના ભાઇ, રવિન્દ્ર રાજા, દેવેન્દ્ર રાજા, વિભાબેન ચિંતનભાઇ રાજદેવના પિતાશ્રી, શીતલબેન રાજા તથા નીશાબેન રાજાના સસરા, સુમંત રાજા, દિપ્તીબેન સંજયભાઇ કારીયા, સોનલબેન સેહુલભાઇ અનડકટના મોટાપપ્પા, ચિંતનભાઇ રાજદેવના સસરા, વિશ્વેશના નાના, પ્રત્યુશ તથા કેયુશના દાદાનું તા.૧૦ના દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ઉઠમણું બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકમાં રાખેલ છે. રવિન્દ્ર રાજા મો.૯૮૨૪૨ ૦૨૬૨૬, દેવેન્દ્ર રાજા મો.૯૯૭૮૯ ૦૦૦૭૯, સુમંત રાજા મો.૯૪૨૯૧ ૬૭૭૭૮ , ચિંતનભાઇ ૮૮૪૯૦૬૦૦૫૫

વજુભાઇ સિધ્ધપુરા

રાજકોટ : વજુભાઇ વલ્લભભાઇ સિધપુરા (ઉ.વ.૭૫) તે પ્રકાશભાઇ સિધ્ધપુરા, સંજયભાઇ સિધ્ધપુરા અને વિજયભાઇ સિધ્ધપુરાના પિતાશ્રીનું તા. ૧૧ ના અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઇ ટેલીફોનિક બેસણું તા. ૧૪ ના સોમવારે રાખેલ છે. પ્રકાશભાઇ (મો.૯૯૨૫૧ ૫૨૬૨૭), સંજયભાઇ (મો.૯૮૭૯૪ ૯૨૬૫૦) વિજયભાઇ (મો.૯૭૨૫૮ ૮૮૭૪૧), મીનાબેન (મો.૯૮૨૪૯ ૯૭૪૧૯) ને દીલસોજી પાઠવી શકાશે.

પ્રતિભાબેન ભટ્ટ

રાજકોટઃ ઔ.ગુ.સા.ચારસો જ્ઞાતિના અ.સૌ.પ્રતિભાબેન હરેન્દ્રભાઈ ભટ્ટ (ઉ.વ.૬૨)નું તા.૧૧ને શુક્રવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સોમવારે તા.૧૪ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું તેમના નિવાસ સ્થાને રાખેલ છે. હરેન્દ્રભાઈ મો.૯૮૨૪૮ ૩૬૨૭૨, દુષ્યંત મો.૯૯૨૫૨ ૧૫૯૩૨, પ્રમિત મો.૮૮૬૬૭ ૬૦૪૩૭

મીનાબેન વાઘેલા

ધોરાજી : લુહાર મીનાબેન દિલીપભાઇ વાઘેલા (પેઇન્ટર) ઉંમર વર્ષ પ૪ તે દિલીપભાઇ (પેઇન્ટર) વાઘેલાના ધર્મપત્ની તેમજ પ્રફુલભાઇ વાઘેલા (પેઇન્ટર)ના નાના ભાઇના વહુનું તા. ૧૧ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૧૪ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન રામ મંદિર પાછળ મધુર પેલેસ સ્ટેશન રોડ ધોરાજી રાખેલ છે. પ્રફુલભાઇ મો. ૯૮૯૮૩ ૦ર૦ર૧, દિલીપભાઇ મો. ૯૮૭૯૭ ૭૭૦૯પ

કિરણભાઇ પેશાવરીયા

રાજકોટઃ કિરણભાઇ મહેશભાઇ પેશારીયા (ઉ.૪ર) તે સ્વ. મહેશભાઇ જગજીવનભાઇ પેશાવરીયાના સુપુત્ર તથા જયંતીભાઇ, જયકિશનભાઇ, પ્રવિણભાઇ, ભરતભાઇ, ઉમેશભાઇના ભત્રીજા તથા જીતેન્દ્ર મહેશભાઇ પેશાવરીયાના મોટાભાઇનું અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક પ્રાર્થના સભા તા.૧૪/૯ ને સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે મો.૯૭૧૪૨ ૦૩૦૬૩-૬૩૫૬૦ ૩૦૫૫૧

બાબાબા જાડેજા

રાજકોટઃ મુળ વચલી ઘોડી, હાલ રાજકોટ બાબાબા બહાદુરસિંહ જાડેજાનું તા.૧૧ના અવસાન થયેલ છે. સગા સબંધીઓને ફોન ઉપર શોક તથા દુઃખની લાગણી વ્યકત કરવા વિનંતી. એસ.ટી. કલાર્ક ગોંડલ ડેપો - મો. નં. ૯૩૭૪૯૯૮૧૧૩, વિશ્વરાજસિંહ જાડેજા મો. નં. ૭૪૦પ૭ ૧૬૩૦ર

હર્ષાબેન મહેતા

રાજકોટઃ વડિયા નિવાસી હાલ રાજકોટ પ્રતાપભાઇ ઓત્તમચંદભાઇ મહેતાના ધર્મપત્ની હર્ષાબેન તે સંદીપ, ચિરાગના માતુશ્રી અ.સૌ. નમ્રતાના સાસુ તે સ્મિતના દાદી તથા સ્વ.હરકીશનભાઇ જગજીવનભાઇ દેસાઇ (ધોરાજી)ના સુપુત્રી તા.૧૧ના અરિહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ટેલિફોનિક બેસણું તા.૧રના સાંજે ૪ થી ૬.

બળવંતસિંહ જાડેજા

ગોંડલઃ કાનાવડાલા નિવાસી બળવંતસિંહ રતનસિંહ જાડેજા (ઉ.વ.૭પ) તે ગજેન્દ્રસિંહ (એસઆરપી-રાજકોટ) અનિરૂદ્ધસિંહ, ગુલાબસિંહ, યોગેન્દ્રસિંહ (એસઆરપી - ગોંડલ)ના પિતાશ્રી મહાવીરસિંહ (તાલુકા પોલીસ - ગોંડલ)ના દાદાનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. ઉતરક્રિયા તા.રરના રોજ કાનાવડાલા રાખેલ છે.

હર્ષાબેન હરેશકુમાર

રાજકોટઃ દ.સો. વણિક સ્વ.હરજીવનદાસ વાલજીભાઇ કોઠારી (બાલાગામ વાળા) હાલ રાજકોટની પુત્રી હર્ષાબેન હરેશકુમાર રઘાણી (ઉ.વ.પપ) તે જયસુખભાઇ, અનિલભાઇ, ચંદ્રેશભાઇ, અશ્વિનભાઇ, ચંદનબેન દિનેશકુમાર મલકાણ, અરૂણાબેન હરકિશનદાસ મલકાણના બહેન તથા મથુરાદાસ વી. ગોરસીયાની ભાણેજ અને પુષ્પાબેન સુરેશકુમાર ગગલાણીના ભાભીનું તા.૧૦ના ટાટાનગર મુકામે શ્રીજી ચરણ પામેલ છે.

સુર્યકાંતભાઇ પંડયા

રાજકોટઃ ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.સૂર્યકાંતભાઇ નાનાલાલભાઇ પંડયા (બટુક અદા) મુળ શિવરાજગઢ, હાલ રાજકોટ (ઉ.વ.૭૯)નું તા.૧૧ના અવસાન થયેલ છે. તે અમૃતભાઇ (૯૮૭૯૬ ૯૭૯૩પ), સ્વગોદાવરીબેન, ચંદ્રિકાબેનના મોટાભાઇ તથા નરેન્દ્રભાઇ (૮પ૧૧૭ ૯૦૭૪૯), ભારતીબેન, નયનાબેન, મીનાક્ષીબેન, ઇલાબેનના પિતાશ્રી તથા તેજશ (૭રર૭૦ ૮૩૪૦પ)ના દાદાશ્રી તથા રાજેશભાઇ વ્યાસ, અશોકભાઇ પંડયા, લલીતભાઇ પંડયા, હરેશભાઇ પંડયાના સસરાનું ટેલીફોનીક બેસણું તા.૧૪ના સાંજે પ થી ૬ રાખેલ છે.

પુષ્પાબેન દાસાણી

જુનાગઢ : જુનાગઢ નિવાસી પુષ્પાબેન દાસાણી (ઉ.વ.૮ર) તે નરોત્તમદાસ ગાંડાલાલ દાસાણીના પત્ની તથા બીપીનભાઇના માતુશ્રી તેમજ સ્વ. ગોર્ધનભાઇ ગણાત્રા (રાજકોટ)ના પુત્રી તથા સ્વ. કાકુભાઇના બહેનનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને તેમનું ટેલીફોનિક બેસણું તા. ૧રના રોજ રાખેલ છે.

રસીલાબેન વિરડીયા

ગોંડલ : સ્વ. જેઠાભાઇ કરશનભાઇ વિરડીયાના ધર્મપત્ની રસીલાબેન જેઠાભાઇ વિરડીયા (ઉ.વ.૭૪) તેમજ સંજયભાઇ (નાગરિક બેંક-ગોંડલ)ના માતુશ્રીનું તા.૧૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૧૪ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.નં. ૯૪ર૭ર પ૯૯૪૬

પ્રતિભાબેન ભટ્ટ

રાજકોટઃ ઔ.ગુ.સા.ચારસો જ્ઞાતિના અ.સૌ.પ્રતિભાબેન હરેન્દ્રભાઈ ભટ્ટ (ઉ.વ.૬૨)નું તા.૧૧ને શુક્રવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સોમવારે તા.૧૪ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું તેમના નિવાસ સ્થાને રાખેલ છે. હરેન્દ્રભાઈ મો.૯૮૨૪૮ ૩૬૨૭૨, દુષ્યંત મો.૯૯૨૫૨ ૧૫૯૩૨, પ્રમિત મો.૮૮૬૬૭ ૬૦૪૩૭