Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021
અમદાવાદના સિનીયર પત્રકાર મનોજભાઇ કારીઆના માતુશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટઃ અમદાવાદનાં સિનીયર પત્રકાર મનોજ કારીઆના માતૃશ્રી નલીનીબેન કાન્તીલાલ કારીઆનું તા.૧૨-ર-ર૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.

કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧પ ને સોમવારે સવારે ૯ થી ૧ર રાખેલ છે.

ભાણવડઃ લોહાણા સમાજના અગ્રણી કરસનદાસભાઈ પતાણીનું અવસાન

ભાણવડઃ નિવાસી વિઠ્ઠલદાસ દામોદરભાઈ પતાણી ના પુત્ર અને ભાણવડ લોહાણા સમાજના અગ્રણી વેપારી કરસનદાસભાઇ (ઉ.વ. ૮૬) તે જયેશભાઇ અતુલભાઇ રાજેશભાઇ દિપકભાઇ (યશ કેનવાસીગ  રાજકોટ વાળા) તથા શીતલબેનના પિતાશ્રી  તેમજ સ્વ.ઞીરધરભાઇ, દવારકાદાસભાઇ, વ્રજલાલભાઇ, રમેશભાઇ,વિનોદભાઈ,  સુશિલાબેન જયંતિલાલ રૂઘાણી(પોરબંદર વાળા)ના ભાઇ ત્થા સ્વ. ત્રિભોવનદાસ ઞોકલદાસ બુદ્ધદેવ ભાયાવદર વાળાના જમાઈ  વિનોદભાઈ તથા  મનસુખભાઇના બનેવી  શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની બન્ને પક્ષની પ્રાર્થના સભા સાથે રાખેલ છે તા. ૧૩ શનિવાર ૪: ૩૦થી ૫ જુની લોહાણા મહાજન વાડી પોરબંદર દરવાજા પાસે  ભાણવડ રાખેલ છે.

ભાવનગર જૈન સંઘના પ્રમુખ કિરીટભાઇ પ્રભુદાસભાઇ શાહનું અવસાન : ચક્ષુદાન -દેહદાન

ભાવનગર : ભાવનગર માં જૈન સમાજના આગેવાન અને શહેર ના શ્રેષ્ઠી તથા ભાવનગર જૈન સંઘના પ્રમુખ શ્રી તેમજ વિદ્યાનગર સોસાયટીના પ્રમુખ કિરીટભાઇ પ્રભુદાસભાઈ શાહનું અવસાન થતાં તેમની ઈચ્‍છા અનુસાર તેમના પરિવાર દ્વારા ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી ને ચક્ષુદાન અને દેહદાન કરવામાં આવ્‍યું હતું તેમનું ચક્ષુદાન રેડક્રોસ સોસાયટી વતી ડો.પ્રકાશભાઈ ભટ્ટ દ્વારા સ્‍વીકારવા માં આવેલ હતું અને દેહદાન તબીબી અભ્‍યાસ હેતુસર મેડિકલ કોલેજ ને સુપ્રત કરવા માં આવ્‍યું હતું.

સ્‍વ કિરીટભાઈ દ્વારા તેમની હયાતી સમયે જ પોતાના સંજોગો આવે તો અંગદાન નહીતો મૃત્‍યુ બાદ ચક્ષુદાન, દેહદાન કરવા માટેનો સંકલ્‍પ કરીને ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી માં સંકલ્‍પ સુપ્રત કરેલ હતો.

અત્‍યારે તેમનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનો દ્વારા તેમની ઇચ્‍છા મુજબ ચક્ષુદાન અને દેહદાન નું પુણ્‍ય કાર્ય કરેલ.

સ્‍વ.કિરીટભાઈ પ્રભુદાસભાઈ શાહ એ જૈન સમાજ ઉપરાંત શહેર ના અગ્રણી સમાજ શ્રેષ્ઠી અને ન્‍યુરો સર્જન ડો.દિજેશ ભાઈ શાહ અને નિલેશભાઈ ના પિતા થાય છે તેમની અંતિમ વિધિ અને દર્શન માટે મોટી સંખ્‍યામાં વિવિધ સંસ્‍થા અને તબીબી ક્ષેત્રના અગ્રણીઓ અને શહેર શ્રેષ્ઠીઓᅠ ઉપસ્‍થિત રહ્યા હતા પરિવારે ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીને દેહદાન સુપ્રત કરેલ હતું. રેડક્રોસના હેદેદારો દ્વારા દેહદાનનો સ્‍વીકાર કરવામાં આવેલ હતો. સ્‍વ.કિરીટભાઈ શાહના ચક્ષુદાન અને દેહદાનથી અનેક લોકોને આ પુણ્‍ય કાર્ય કરવાની પ્રેરણા મળશે તેમ રેડક્રોસ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

ધુનડા પૂ. જેન્‍તીરામબાપાના કાકી શાંતાબેન શીલુનુ અવસાન

જૂનાગઢ : ધુનડા (હાલાર) નિવાસી શાંતાબેન ભાણજીભાઇ શીલુ (ઉવ.૭૮) તે ભાણજીભાઇ રામભાઇ શીલુના ધર્મપત્‍ની તેમજ જે શંકરભાઇ, મગનભાઇ, ધીરૂભાઇ, ત્રિભોવનભાઇ, કાંતિભાઇ, ચંપાબેન, ગૌરીબેન અને હંસાબેનના માતૃશ્રી તથા સદગુરૂ શ્રી જેન્‍તિરામ બાપાનાં કાકીનું તા. ૧૨ના અવસાન થયેલ છે.

અંતિમયાત્રા આજે સવારે ૭:૩૦ વાગ્‍યે એમના ધુનડા નિવાસ સ્‍થાને નીકળી હતી. કાંતિભાઇ શીલુ ૦૯૬૬૪૭ ૫૬૦૫૩, જેશંકરભાઇ શીલુ ૦૬૩૫૧૩ ૬૪૩૩૬

અવસાન નોંધ

ભાવિન અમરેલીયા

રાજકોટઃ મૂળ પીપળવા હાલ રાજકોટ સ્વ.વાણંદ ભાવિન તે ચંદુભાઈ અમરેલીયાનો પુત્ર તથા જેન્તિભાઈ, રમેશભાઈનો ભત્રીજો તથા હરેશ અશ્વિનના નાનાભાઈનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તેમના નિવાસ સ્થાને ગુરૂજીનગર આવાસ યોજના સાધુવાસવાણી રોડ તા.૧૫ સોમવાર ૪ થી ૬ રાખેલ છે. મો.૯૭૧૨૧ ૭૫૬૩૧

અમરતસીંગ ચૌહાણ

રાજકોટઃ નિવાસી સ્વ.અમરતસીંગ કનુસીંગ ચૌહાણ (ઉ.વ.૮૫) તે ગ.સ્વ.માણેકબેનના પતિશ્રી, નિતીન, સંજય, રાકેશના પિતાશ્રી તા.૧૨ના રોજ શ્રી રામચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ના સોમવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાને રાખેલ છે. મો.૯૦૧૬૧ ૨૬૨૮૭, ૯૪૨૮૨ ૬૬૧૨૩

વિમળાબેન વોરા

રાજકોટઃ સ્વ.કાંતીલાલ કાળીદાસ વોરાના ધર્મપત્નિ વિમળાબેન (બાલુબેન) (ઉ.વ.૧૦૧, સુરેન્દ્રનગર રહેવાસી હાલ રાજકોટ) જે સ્વ.મુગટભાઈ વોરાના (માતુશ્રી), રમીલાબેન વોરા (સાસુ), જીગ્નેશભાઈ વોરા (દાદીમા), હેતલબેન પિયુષ કુમાર પારેખ (ભાવનગર) (દાદીમા) તા.૧૧ના શ્રીજીચરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ના રોજ સાંજના ૪ થી ૫ રાખેલ છે. તેમની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. રમીલાબેન વોરા મો.૦૯૭૩૭૭ ૪૪૯૫૫, જીગ્નેશભાઈ વોરા મો.૦૯૪૨૬૩ ૮૭૦૦૭

ભોળાભાઇ બામટા

જુનાગઢ : ભોળાભાઇ ગીરધરભાઇ બામટા (ઉ.૫૫) ગામ - વિસાવદરના વતની તે હરીભાઇ, શારદાબેન છબીલદાસ બોરીસાગર - સા.કુ., ચકુબેન નરેશભાઇ તેરૈયા - ધારી, પાનબાઇબેન કાળુભાઇ મહેતા - સુરતના ભાઇ તથા અજય અને લાલભાઇના પિતાશ્રીનું તા. ૧૨ના અવસાન થયેલ છે. મો.નં. ૭૬૯૮૭ ૭૨૭૫૨.

કિશોરકુમાર ધનેશા

કેશોદઃ જુથળવાળા કિશોરકુમાર જમનાદાસ ધનેશા (ઉ.વ.૬૭) તે સ્વ. પ્રભુદાસ  જમનાદાસ ધનેશાના ભાઇ તથા નીરજભાઇના પિતા તેમજ દિપક, વિમલ, સુધીર ધનેશાના કાકાનું અવસાન તા.૧૧ને ગુરૂવારે થયેલ છે. બેસણું તથા મોસાળ પક્ષની સાદડી તા.૧૩ને શનીવાર ૪ થી ૬ ટેલીફોનીક તેમના નિવાસસ્થાને સંકેત પાર્ક કેશોદ ખાતે રાખેલ છે. નીરજ (ભયો) ૯૪ર૯૯૯૪૭૦૦, દિપકભાઇ ૯૦૧૬૩૩૧પ૮૮, વિમલભાઇ ૮૦૦૦૦૪૭૯૪૦, સુધીરભાઇ ૯૯ર૪૪૧૬૭૬૩, હસમુખભાઇ ભીમજયાણી ૮ર૦૦૯પ૦૮૮૦.

જયાબેન લખતરીયા

વાંકાનેર : વાણંદ જયાબેન અમરશીભાઇ લખતરીયા (ઉવ.૯૫) તે સ્વ. બટુકભાઇ, નટુભાઇ તથા અરવિંદભાઇના માતૃશ્રી તેમજ સ્વ. ગુણવંતભાઇ વશરામભાઇ સુરાણીના બહેનનું તા. ૧૧ના અવસાન થયેલ છે.  બેસણુ તથા પીયર પક્ષની સાદડી તા. ૧૩ ને શનિવારે સાંજે ૩ થી ૬ કલાકે સમાજના મંદિરે દેનાબેંક સામે, વાંકાનેર રાખેલ છે.

હરકાંતભાઇ વ્યાસ

રાજકોટ : જામજોધપુર નિવાસી હરકાંતભાઇ મુળશંકરભાઇ વ્યાસ (ઉવ.૭૭) તે સરલાબેનનાં પતિ તથા સ્વ. રશ્મીકાંત, સ્વ. મહર્ષિ, ઉષાબેન વિપુલભાઇ  શુકલ (રાજકોટ) અને પ્રતિભાબેન અનીલભાઇ મારૂ (અમદાવાદ)નાં પિતાશ્રી તેમજ પાર્થના દાદાનું શુક્રવાર, તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણુ શનિવાર તા. ૧૩ના ૪ થી ૬ રાખેલ છે. ઉષાબેન મો. નં. ૯૫૧૦૮ ૨૧૨૦૦, પ્રતિભાબેન ૮૭૮૦૨ ૧૩૭૨૨ છે.

કરશનદાસભાઇ પતાણી

રાજકોટ : ભાણવડ નિવાસી સ્વ. વિઠ્ઠલભાઇ દામોદર પતાણીના પુત્ર કરસનદાસભાઇ (ઉવ. ૮૬) તે જયેશભાઇ અતુલભાઇ રાજેશભાઇ દિપકભાઇ (યશ કેનવાસીંગ રાજકોટવાળા) તથા શીતલબેનના પિતાશ્રી તેમજ સ્વ. ગીરધરભાઇ દ્વારકાદાસભાઇ વ્રજલાલભાઇ રમેશભાઇ વિનોદભાઇ સુશિલાબેન જયંતિલાલ રૂધાણી (પોરબંદર વાળા) ના ભાઇ તથા સ્વ. જયંતિલાલ મોહનલાલ રૂધાણીના સાળા તથા સ્વ. ત્રિભોવનદાસ ગોકલદાસ બુધ્ધદેવ ભાયાવદર વાળાના જમાઇ વિનોદ તથા મનસુખભાઇના બનેવી શ્રીજી ચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૧૩ના શનિવાર ૪ : ૩૦ થી ૫:૦૦ જુની લોહાણા મહાજન વાડી પોરબંદર દરવાજા પાસે રાખેલ છે.

શારદાબેન સિધ્ધપુરા

રાજકોટઃ લુહાર સિધ્ધપુરા સ્વ.શારદાબેન ચુનીલાલ સાલપીપળીયાવાળા હાલ રાજકોટનું તા.૧૧ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ને સોમવારે  રણુજા મંદિરે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અતુલભાઈ મો.૯૮૨૪૨ ૧૩૫૭૫, ભરતભાઈ મો.૯૪૨૮૨ ૩૧૬૭૧, રમેશભાઈ મો.૯૪૨૭૧ ૬૭૫૫૩

કિશોરકુમાર ધનેશા

કેશોદઃ જુથળવાળા કિશોરકુમાર જમનાદાસ ધનેશા (ઉ.વ.૬૭) તે સ્વ. પ્રભુદાસ  જમનાદાસ ધનેશાના ભાઇ તથા નીરજભાઇના પિતા તેમજ દિપક, વિમલ, સુધીર ધનેશાના કાકાનું અવસાન તા.૧૧ને ગુરૂવારે થયેલ છે. બેસણું તથા મોસાળ પક્ષની સાદડી તા.૧૩ને શનીવાર ૪ થી ૬ ટેલીફોનીક તેમના નિવાસસ્થાને સંકેત પાર્ક કેશોદ ખાતે રાખેલ છે. નીરજ (ભયો) ૯૪ર૯૯૯૪૭૦૦, દિપકભાઇ ૯૦૧૬૩૩૧પ૮૮, વિમલભાઇ ૮૦૦૦૦૪૭૯૪૦, સુધીરભાઇ ૯૯ર૪૪૧૬૭૬૩, હસમુખભાઇ ભીમજયાણી ૮ર૦૦૯પ૦૮૮૦.

અનંતરાય પારેખ 

ધોરાજી : પારેખ અનંતરાય ખોડીદાસ તે પ્રભુદાસભાઈ અશ્વિનભાઈ તથા અશોકભાઇના મોટાભાઈ તેમજ રાજેન્દ્રભાઈ (રાજુભાઈ)ના પિતાશ્રીનું તા.૧૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે  ટેલિફોનિક બેસણું તારીખ ૧૫ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ખાતે રાખેલ છે. રાજુભાઇ મો.૮૬૨૦૬ ૧૦૫૨૩, અશ્વિનભાઈમો.૯૪૨૭૨ ૨૩૫૩૮.