Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020
તરસમીયાવાળા પીઢ ગાંધીવાદી રવજીભાઇ પટેલનું અવસાન

ભાવનગર : પીઢ ગાંધીવાદી રવજીભાઇ હીરાભાઇ પટેલ (તરસમીયાવાળા) (ઉ.વ.૯૪) નું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે.  તેઓ આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. જી.એસ.એફ.સી. ના પૂર્વ ડીરેટકર તેમજ ગાંધી સ્મૃતિ-સરદાર સ્મૃતિ સાથે જોડાયેલા હતાં. ખેડૂત આગેવાન અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતાં રવજીદાદાના જવાથી ભાવનગર જીલ્લાને સેવાભાવીની મોટી ખોટ પડી છે.

અમરેલીના નાનામાચીયાળાના ગીતાબેન અમરેલીયાનું અવસાનઃ ચક્ષુદાન

અમરેલીઃ જીલ્લાના નાના માચીયાળાના ગીતાબેન રમેશભાઈ અમરેલીયાનું તા. ૧૧ને બુધવારે અવસાન થયેલ છે.

નાના માચીયાળાના સ્વ. ગીતાબેન અમરેલીયાના ચક્ષુદાન કરવામાં આવ્યા છે. તેઓ પ્રથમ ચક્ષુદાતા હોવાથી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

કચ્છના સહકારી ક્ષેત્રના આગેવાન વેલુભા સોઢાનું અવસાન : ઐતિહાસિક સ્થળ ધોળાવીરાના વિકાસના રાહબર એવા વેલુભા વાગડનો અવાજ હતા

ભુજ : કચ્છના સહકારી ક્ષેત્રના આગેવાન વેલુભા સોઢાનું દુઃખદ નિધન થયું છે. મૂળ કચ્છના વાગડના ખડીર પંથકના છેવાડાના ગામ ધોળાવીરાના વતની વેલુભા સહકારી ક્ષેત્રે સમગ્ર કચ્છમાં સક્રીય હતા. ૫૦૦૦ વર્ષ જુની હડપ્પન સંસ્કૃતિ ધરાવતા ધોળાવીરાના વિકાસ માટે તેઓ સતત કેન્દ્ર અને રાજય સરકાર સમક્ષ રજુઆત કરતા રહેતા હતા. ખડીર અને રાપર સહીત વાગડમાં નર્મદાનું પાણી પહોંચે તે માટે પણ તેઓ સતત રજુઆતો કરતા હતા. ખરા અર્થમા તેઓ વાગડનો અવાજ હતા. કચ્છના સહકારી, રાજકીય અને સમાજિક આગેવાનોએ સ્વ. વેલુભાને અંજલિ અર્પી છે.

અવસાન નોંધ

પડધરી તાલુકા પંચાયતનાં પૂર્વ સદસ્ય છગનભાઇ વાંસજાળીયાના પિતાશ્રીનું અવસાન

પડધરી : ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચો પૂર્વ કારોબારી સદસ્ય અને પડધરી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય છગનભાઇ વાંસજાળીયાના પિતાશ્રી સ્વ. કાનજીભાઇ ગોપાભાઇ વાંસજાળીયા (ઉ.૯૦) નું તા. ૧૧ ના અવસાન થયેલ છે.

પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી ટેલીફોનીક બેસણું ગયેલ છે. મો. ૯૮રપપ ૦૪૮૮૧ 

દામનગરના બાલુબેનનું ૧૦ર વર્ષની વયે નિધન

દામનગર : અધેવાડા નિવાસી હાલ દામનગર બાલુબેન રૂપસંગભાઇ સિંધવ ઉ.વ.(૧૦ર) તેઓ બાબુભાઇ તથા જેમલભાઇના માતુશ્રી, હરેશભાઇ બાબુભાઇ સિંધવ, બળવંતભાઇ બી. સિંધવ, દિલીપભાઇ જેમલભાઇના દાદીમાં જશીબેનગમુભાઇ પરમાર વાવડી વાળાના માતુશ્રી થાય, અમલભાઇ ભીખાભાઇ ગોહિલ વરતેજ વાળાના બહેનનું અવસાન થયું છે. બેસણુ  આજે તા.૧૩ તેમજ તેમની ઉત્તરક્રિયા તા. રર રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે નિવાસ સ્થાને પાણી પુરવઠા ધુફણીયા રોડ ખાતે રાખેલ છે. હરેશ બાબુભાઇ સિંધવ મો. ૯૭રપ૭ ૯૦૯૯૭

પુષ્પાબેન વોરા

રાજકોટ : જેતપુર નિવાસી વોરા અમૃતલાલ શામળજીભાઇના ધર્મપત્ની પુષ્પાબેન (ઉ.વ.૮૧), નલીનભાઇ, હરેશભાઇ તથા હંસાબેન, ભાવનાબેન, શર્મિલાબેનના માતુશ્રી તથા દિનેશભાઇ, વિનુભાઇના ભાભી તેમજ અભય, કેવલના દાદીમાંનું તા. ૧રના રોજ અરિહંતશરણ થયેલ છે. ટેલીફોનિક બેસણું રાખેલ છે. મો. ૯૪૦૯૭ ૬ર૦૩પ

કિશોરભાઇ જાદવાણી

રાજકોટ : નિવાસી (ધનારાવાળા) મીસ્ત્રી કિશોરભાઇ ધનજીભાઇ જાદવાણી (ઉ.વ.૬૩) તે ભારતીબેનના પતિ, જતીનભાઇ તથા નીરાલીના પિતા તે સ્વ. કાન્તીભાઇ, રમણીકભાઇ, સ્વ. દિનેશભાઇ તથા સુશીલાબેન સુરેશભાઇ ઇસ્લાણીયા, ચંદુબેન બટુકલાલ સુરેલીયાના ભાઇ તે સ્વ. ભગવાનજીભાઇ ખીમજીભાઇ ભાડેશીયાના મોઢા જમાઇ તે નિશાબેન નિલેષભાઇ પીલોજપરાના બનેવી તા.૧ર ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૪ ને શનિવારે સવારે ૯થી ૧૧ રાખેલ છે. સદ્ગતની લૌકીક ક્રિયાઓ બંધ રાખેલ છે. જતીનભાઇ જાદવાણી- ૯૬૦૧૮ ૪૦૯૯૯, ભારતીબેન જાદવાણી- ૯૯૯૮૯ ૩પર૦૯, રમણીકભાઇ જાદવાણી- ૯૯૦૯૭ ૦૩૭૭ર, મહેશભાઇ ભાડેશીયા- ૯૮રપપ ૧૭૭૧૩ (રાજનબાબુ)

જડીબેન ચાવડીયા

રાજકોટ : જડીબેન ગોકળભાઇ ચાવડીયા  તા.૧૧ના દેવલોક પામ્યા છે. તેઓનું બેસણું આજે તા. ૧૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ર-લક્ષ્મીનગર 'ગોકુલ' આંબેવ ચોક ખાતે રાખેલ છે.

કાંતિલાલ મહેતા

રાજકોટઃ લતીપુર નિવાસી કાંતીલાલ ઓધવજી મહેતા (ઉ.વ.૮૦) (માજી પ્રમુખશ્રી શ્રી લતીપુર, જૈન સંઘ- લતીપુર) તે જયસુખલાલ, અનંતભાઈનાં મોટાભાઈ તથા હાથીલાલ મોતીચંદ શાહનાં જમાઈ તથા બીનાબેન, મનીષભાઈ તથા નીમેષભાઈનાં પિતાશ્રી તેમજ અશોકકુમાર ધીરજલાલ કોઠારી, વંદનાબેન મનીષભાઈ મહેતા, રીતુબેન નીમેષભાઈ મહેતાનાં સસરાનું તા.૧૨ને ગુરૂવારનાં રોજ નવકાર મંત્રનું સ્મરણ કરતા અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને શુક્રવારનાં રોજ સવારે ૯ થી ૧૧ કલાકે રાખેલ. મનીષ કે મહેતા મો.૯૮૯૮૨ ૫૧૬૫૭, નીમેષ કે. મહેતા મો.૯૯૯૮૨ ૨૭૮૦૮, અશોકકુમાર ડી. કોઠારી મો.૯૪૨૬૨ ૦૩૮૦૧

રજનિકાંતભાઈ સોલંકી

રાજકોટઃ વાણંદ રજનિકાંતભાઈ વિઠલદાસ સોલંકી (ઉ.વ.૭૦) તે નિરૂબેન સોલંકી મો.૯૪૨૭૨ ૧૦૯૩૮ના પતિ તથા સ્વ.મધુકાંતભાઈ, સ્વ.અનંતરાયભાઈ તથા સ્વ.વિજયભાઈના નાનાભાઈ તે ગીરીશભાઈ મો.૯૯૭૯૦ ૦૦૨૮૦ તથા લતાબેન મહેશકુમાર શર્મા અને કલ્પનાબેન હેમંતકુમાર વૈદ્યના મોટાભાઈ તથા જિજ્ઞેશભાઈ મો.૯૩૭૫૮ ૪૭૨૨૭ અને દિપ્તિબેન ચંદ્રેશકુમાર પરમારના પિતાશ્રી અને ધોરાજી નિવાસી કિશોરભાઈ બાબુભાઈ ચાવડાના બનેવીનું તા.૧૨ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ટેલીફોનિક બેસણું તા.૧૪ને શનિવારના રોજ સવારે ૮ થી ૧૨ રાખેલ છે.

હરિભાઇ પાંભર

ગોંડલ : હરિભાઇ અરજણભાઇ પાંભર (ઉ.વ.૮૩) (નિવૃત-જીઇબી કર્મચારી) તે દિપકભાઇ, દિનેશભાઇ તથા શારદાબેન જીગ્નેશભાઇ કાછડીયા (રાજકોટ) ના પિતા, હેમલ, દર્શન (રાજ), અભિરાજ તેમજ રાધાના દાદાનું તા. ૧રના અવસાન થયું છે. બેસણું તા.૧૩ સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન માર્ગ નં.૧૩ શેરી નં.૧૪, ભોજરાજપરા, ગોંડલ રાખેલ છે.

ધીરેશભાઈ વડગામા

રાજકોટઃ ગુર્જર સુતાર સ્વ.મોહનભાઈ ભગવાનજીભાઈ વડગામા (મોરબીવાળા) ધીરેશ એન્જીનીયરીંગ વર્કસવાળાના પુત્ર ધીરેશભાઈ (ધીરૂભાઈ) (ઉ.વ.૬૪) તે જયંતભાઈના નાનાભાઈ તથા સ્વ.બિપીનભાઈ અને હીનાબેન મહેન્દ્રકુમાર બકરાણીયાના મોટાભાઈ, કિરણબેન જીજ્ઞેશકુમાર પીલોજપરા, નિશાબેન હેમંતકુમાર બકરાણીયા તથા દેવેશના પિતા તથા લવજીભાઈ રણછોડભાઈ જાદવાણી (ચોટીલાવાળા)ના જમાઈનું તા.૧૨ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૪ને શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જીવતીબેન ઠેેસીયા

ધોરાજી : જીવતીબેન ભીમજીભાઇ ઠેસીયા ઉ.વ.૮પ તે મહેશભાઇ બી. ઠેસીયા એડવોકેટના માતુશ્રીનું તા. ૧૩ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું ટેલીફોનિક રાખેલ છે. મો. ૯૯૧૩ર પ૭રરપ